અરનબના શોમાં હૃતિક કંગનાને આપશે કડકડતો જવાબ

Written By:
Subscribe to Oneindia News

કંગના રાણાવત અને હૃતિક રોશનનો વિવાદ કોઈનાથી અજાણ નથી. એક તરફ કંગના પોતે તેના અને હૃતિક વચ્ચે પ્રેમની વાત કરે છે. તો બીજી તરફ હૃતિક તેની સાથે મિત્રતાના સંબંધનો પણ સ્વીકાર કરતા નથી. કંગનાએ અનેક વખત તેના અને હૃતિકના સંબંધોને લઈને જાહેરમાં ચર્ચા કરી છે તે અંગે હૃતિકે હંમેશા ચુપ્પી સાધી હતી. આખરે તેણે આ ચુપ્પી તોડી છે. હૃતિકે પોતાના પર લગાવવામાં આવેલા આરોપો અંગે ખુલીને વાત કરશે. તેના અને કંગનાના સંબંધોને લઈ ચર્ચાઓ બાદ હૃતિક લોકોની સામે આવશે.

હૃતિક રોશનનો ખુલાસો

હૃતિક રોશનનો ખુલાસો

કંગનાએ તેની ફિલ્મ 'સિમરન'ના રિલિઝ વખતે રજત શર્માના શો 'આપ કી અદાલત'માં હૃતિક વિરુદ્ધ ઘણા આરોપો લગાવ્યા હતા. તેનો જવાબ આપવા હવે હૃતિક રોશન પર બહુ જલ્હી અરનબના શોમાં આવશે. આટલો સમય ચુપ રહ્યા બાદ હૃતિકે તેના ઓફિશયલ પેજ પર કંગના અને તેના સંબંધોને સ્પષ્ટ કરતો પત્ર પણ પોસ્ટ કર્યો હતો.

કંગનાને જવાબ આપશે હૃતિક

કંગનાને જવાબ આપશે હૃતિક

હૃતિક રોશન અને કંગના રણાવત વચ્ચેનો વિવાદ વર્ષ 2016માં સામે આવ્યો હતો. ત્યાર બાદ કંગનાએ જાહેરમાં અનેક વખત હૃતિક વિશે બોલી ચૂકી છે. લાંબા સમય બાદ હૃતિકે પોતાની સફાઈ આપવા માટે લોકોની સામે આવશે. મળતી માહિતી અનુસાર હૃતિક શનિવારે રાત્રે 8 વાગ્યે અરનબ ગોસ્વામીના શોમાં આવશે.

'રિપબ્લિક' ચેનલમાં હૃતિક

'રિપબ્લિક' ચેનલમાં હૃતિક

હૃતિક રોશન પણ પોતાના પર લગાવવામાં આવતા આરોપોના જવાબ આપવા દુનિયાની સામે આવી રહ્યા છે. તેની ચર્ચાનો પહેલો પ્રોમો પણ રિલિઝ થઈ ગયો છે. હવે જોવાનું એ છે કે હૃતિક કઈ વાસ્તવિક્તા જણાવે છે અને લોકો તેના પર કેટલો વિશ્વાસ કરે છે.

સાઇબર ક્રાઇમ કરશે નિર્ણય

સાઇબર ક્રાઇમ કરશે નિર્ણય

હૃતિકે આરોપો વિશે જણાવતાં કહ્યું કે, એ મહિલાએ (કંગના રાણાવત) મારા પર આરોપ મુક્યો છે કે મે તેનો ઇ મેઇલ એકાઉન્ટ હેક કરી લીધો અને મને પોતાને જ 3000થી વધારે મેઇલ કર્યા છે. તો અંગેની તપાસ થઈ રહી છે અને તેનો નિર્ણય પણ થોડા દિવસોમાં આવી જશે. વધુમાં જણાવતા હૃતિકે કહ્યું કે મે મારા બધા ગેજેટ સાઇબર ક્રાઇમ વિભાગમાં જમા કરવી નાખ્યા છે.

English summary
Have a look Hrithik Roshan to tell all on Arnab Goswamis show about Kangana Ranaut.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.