For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'વિશ્વરૂપમ' અંગે મદ્રાસ હાઇકોર્ટ આવતીકાલે ચુકાદો સંભળાવશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

kamal-hasan
દિલ્હી, 28 જાન્યુઆરી: એક ખાનગી સ્ટૂડિયોમાં કે વેંકટરમણે 26 જાન્યુઆરીએ અન્ય સંબંધિત પક્ષો સાથે કમલ હસનની ફિલ્મ 'વિશ્વરૂપમ'ને જોઇ હતી. મદ્રાસ હાઇકોર્ટ આ ફિલ્મ પર આજે પોતાનો ચુકાદો સંભળાવવાની હતી પરંતુ મદ્રાસ હાઇકોર્ટે પોતાનો ચુકાદો આવતીકાલ પર ટાળી દિધો છે, હાઇકોર્ટે કહ્યું છે કે કમલ હસને રાજ્ય સરકાર સાથે વાતચીત કરી વચગાળાનો રસ્તો કાઢવો જોઇએ. 55 કરોડના ખર્ચે ત્રણ ભાષામાં બનાવવામાં આવી છે. 'વિશ્વરૂપમ' તમિલનાડુમાં રિલિઝ થશે કે નહી. આ ફિલ્મ પર કેટલાક મુસ્લિમ સંગઠનોને આપત્તિ છે.

મદ્રાસ હાઇકોર્ટના ન્યાયાધીશે કમલ હસનની વિવાદાસ્પદ ફિલ્મ 'વિશ્વરૂપમ'ની રિલિઝ થવા પર પર તમિલનાડુ સરકાર દ્રારા લગાવવામાં આવેલા બે અઠવાડિયાના પ્રતિબંધને હટાવવાના કમલ હસનના અનુરોધ પર આદેશ જાહેર કરવા પહેલાં આ ફિલ્મ જોઇ હતી. કર્નાટકમાં મૈસૂર, બેંગ્લોર અને શિમોગો જિલ્લાના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શન થતાં કેટલીક મુશ્કેલીઓ સર્જાઇ હતી. મૈસુરમાં મુસ્લિમ સંગઠનોના વિરોધના કારણે બાલાજી સિનેમાઘરોમાં ફિલ્મ રોકવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ સિનેમાઘરોમાં તોડતોફ કરી હતી.

'વિશ્વરૂપમ'ની તેલુગૂ સંસ્કરણ હૈદ્રાબાદમાં બતાવવામાં આવી હતી. પોલીસના આદેશ પર ફિલ્મ પ્રદર્શન અસ્થાયીરૂપથી રોકવામાં આવ્યું હતું. કેરલમાં મુસ્લિમ સંગઠનોના વિરોધ બાદ બીજા દિવસે સિનેમાધરોમાં આ ફિલ્મ બતાવવામાં આવી હતી.

English summary
K Venkatraman and a few other members of the judiciary, who watched Kamal Haasan’s ‘Vishwaroopam’ in a private screening on January 26, are now to pass their verdict January 29, 2013.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X