For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડ્રી ગર્લ હેમા માલિનીને ભારત મુનિ સન્માન

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 13 ડિસેમ્બર : ભલે વયમાં 64નો આંકડો પાર કર્યો હોય, પરંતુ આજેય હેમા માલિનીનો જાદુ અકબંધ છે. એટલે જ તો તેમની કળાને આજેય સન્માનિત કરાય છે. મળતી માહિતી પ્રમાણે હેમા માલિનીને કળા અને સંસ્કૃતિ ક્ષેત્રે મહત્વનો ફાળો આપવા બદલ પ્રતિષ્ઠિત ભરત મુનિ સન્માનથી આ વર્ષે સન્માનિત કરવામાં આવશે.

Hema Malini

નાટ્યશાસ્ત્રના રચેતા ભરત મુનિના નામે આ સન્માનની કલિંગાયન તોર્યયાત્રિકમ નામની સંસ્થાએ શરુઆત કરી છે. આ ઍવૉર્ડ હેમા માલિનીને 18મી ડિસેમ્બરના રોજ અપાશે. આપને જણાવી દઇએ કે ડ્રીમ ગર્લ હેમાને આ જ વર્ષે ગત 17મી સપ્ટેમ્બરના રોજ એશિયન ઍચીવર્સ ઍવૉર્ડ વડે પણ સન્માનિત કરાયા હતાં. તેમને 12મા એશિયન ઍચીવર્સ ઍવૉર્ડ્સમાં વર્ષના આંતરરાષ્ટ્રીય વ્યક્તિત્વના પુરસ્કારથી નવાજાયા હતાં. આ પ્રસંગે ડ્રીમ ગર્લ હેમા માલિનીએ જણાવ્યુ હતું કે લોકોએ તેમની પ્રતિભાને સન્માન આપ્યું. તેના માટે તેઓ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.

આપને જણાવી દઇએ કે સપનોં કા સૌદાગર ફિલ્મ સાથે પોતાનું ફિલ્મી કૅરિયર શરૂ કરનાર હેમાએ પોતાના અભિનય તેમજ નૃત્ય કૌશલના બળે બૉલીવુડમાં લાંબાગાળા સુધી રાજ કર્યું છે. સીતા ઔર ગીતા, શોલે, જૉની મેરા નામ, પત્થર ઔર પાયલ, ડ્રીમ ગર્લ, શરાફત, અંદાઝ, સંન્યાસી, ધર્માત્મા, ત્રિશૂલ, દોસ્ત, ચરસ, રાજા રાની, જુગનૂ અને બાગબાન જેવી ક્લાસિક ફિલ્મોમાં કામ કરનાર હેમા માલિનીને લોકો ડ્રીમ ગર્લ કહે છે.

English summary
Renowned film actress and Bharatanatyam exponent Hema Malini has been selected for the prestigious Bharat Muni Samman this year for outstanding contribution to the field of art and culture.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X