For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Videos : માણો મન્ના ડેના માર્મિક ગીતો વનઇન્ડિયાને સથવારે

|
Google Oneindia Gujarati News

બેંગલોર, 24 ઑક્ટોબર : ફિલ્મી દુનિયાના મહાન ફનકારોમાંના એક મન્ના ડે આજે આપણી વચ્ચે નથી રહ્યાં, પરંતુ જ્યારે પણ રેડિયો-ટેલીવિઝન કે કોઈ પણ વાદ્ય યંત્ર દ્વારા કસમેં વાદે પ્યાર વફા સબ... જિંદગી કૈસી હૈ પહેલી... જેવા ગીતોના સુરો રેલાશે કે તરત જ મન્ના ડેનો ચહેરો ઉપસી આવશે. આમ કહી શકાય કે મન્ના ડે ભલે આજે સદેહે આપણી વચ્ચે હયાત નથી, પરંતુ સુરોમાં તેમની હયાતી હંમેશા જળવાઈ રહેશે.

ગાયક મન્ના ડેએ જ્યારે ઈન્ડસ્ટ્રીઝમાં દાખલ થયાં હતાં ત્યારે ઈન્ડસ્ટ્રીઝમાં ખાસ કોઈ ગાયક હતું નહીં, કે જેનાં પર દિગ્દર્શકો ભાર આપતાં હોય. જો કે મન્ના ડેનો અવાજ બધાં કરતાં અલગ હતો, જેનાં કારણે તેઓ ફિલ્મ દિગ્દર્શકોના પ્રિય બની ગયા હતાં. જો કોઈ સાઇડ હીરો, કૉમેડિયન, ભિક્ષુક કે સાધુ સંત પર ગીતને શૂટ કરવાનું હોય તો તેના માટે મન્ના ડેને યાદ કરવામા આવતાં હતાં.

મન્ના ડેનો જન્મ 1લી મે 1919નાં દિવસે કલકત્તામાં થયો હતો. ગત 1લી મેના રોજ તેમણે 94મો જન્મ દિવસ ઉજવ્યો હતો. તેઓ પોતાની પુત્રી શુમિતા સાથે બેંગ્લોરમાં રહતા હતાં. મન્ના ડેનું આખું નામ પ્રબોધચંદ્ર ડે હતું. સંગીતમાં મન્ના ડેની રૂચિ પોતાના કાકાનાં કારણે પેદા થઈ હતી. 23 વર્ષની ઉંમરે મન્ના ડે પોતાના કાકા સાથે મુંબઈ આવ્યાં અને તેમનાં સહાયક બની ગયાં. ત્યાર બાદ તેમણે સચિન દેવ બર્મનનાં સહાયક તરીકે પણ કામ કર્યું હતું. તેમણે ઉસ્તાદ અબ્દુલ રહેમાન ખાન અને ઉસ્તાદ અમન અલી ખાન પાસેથી શાસ્ત્રીય સંગીતની વિદ્યા મેળવી હતી.

ફિલ્મ 'તમન્ના (1943)' દ્રારા હિંદી ફિલ્મોમાં મન્ના ડે એ પોતાની કેરિયરની શરૂઆત કરી હતી અને ધીમે ધીમે તેમનો અવાજ એક ઓળખ બનતી ગઈ હતી. જો કે તેમણે બી અને સી ગ્રેડની ફિલ્મોમાં જ ગીતો વધુ ગાયાં છે. મન્ના ડે હિન્દી અને બંગાળી ફિલ્મોનાં પ્રસિદ્ધ ગાયક માનવામાં આવે છે. 1960 થી 1070ના દાયકાની ફિલ્મોમા તેમણે પ્રસિદ્ધ ગીતો આપ્યાં છે. તેમણે ગાયેલાં ગીતોની સંખ્યા 3600 થી પણ વધારે છે.

માણો મન્ના ડેના સ્વરમાં ગવાયેલા માર્મિક ગીતો :

પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ...

શ્રી 420 ફિલ્મનું આ ગીત છે પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ... જેમાં મન્ના ડેએ સ્વર આપ્યા હતાં.

તૂ પ્યાર કા સાગર હૈ...

તૂ પ્યાર કા સાગર હૈ... ફિલ્મ સીમાનું આ ગીત આજે પણ લોકો જ્યારે મુશ્કેલીમાં કે વિઘ્નમાં ફસાય છે, ત્યારે ઈશ્વરને યાદ કરવા માટે ગણગણે જ છે.

કસમેં વાદે પ્યાર વફા...

કસમેં વાદે પ્યાર વફા સબ બાતેં હૈં બાતોં કા ક્યા... ફિલ્મ ઉપકારનું આ ગીત લોકો બે જ વ્યક્તિઓ સાથે યાદ કરે છે. એક પ્રાણ સાહેબ અને બીજા મન્ના ડે. પ્રાણનું પણ નિધન થઈ ચુક્યું છે અને આજે મન્નાએ વિદાય લીધી છે. મન્નાના કંઠે ગવાયેલું આ ગીત પ્રાણ ઉપર શૂટ કરાયુ હતું.

લાગા ચુનરી મેં દાગ...

લાગા ચુનરી મેં દાગ... ફિલ્મ દિલ હી તો હૈનું આ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે.

જિંદગી કૈસી હૈ પહેલી હાય...

જિંદગી કૈસી હૈ પહેલી હાય... ફિલ્મ આનંદનું આ ગીત પણ બે વખત જરૂર યાદ કરવામાં આવતું હોય છે. એક તો જ્યારે રાજેશ ખન્નાનું નામ આવે ત્યારે અને બીજું મન્ના ડેની સ્મૃતિ તરીકે. આ ગીતમાં મન્ના ડેના સ્વરો લોકહૃદયમાં ઉતરી ગયા હતાં.

ઐ મેરી જોહરા જબીં...

વક્ત ફિલ્મનું ગીત ઐ મેરી જોહરા જબીં... આજે પણ લોકો ગણગણે છે. ખાસ તો આ ગીત મોટી ઉંમરના વડીલોને વધુ પ્રિય છે. ગીતમાં મન્નાના જ સ્વરો હતાં.

પિંજડે વાલી મુનિયા...

ફિલ્મ તીસરી કસમનું ચલત મુસાફિર મોહ લિયા રે પિંજડે વાલી મુનિયા... આ ગીત એટલું બધું લોકપ્રિય છે કે તેની પેરોડીમાં ઘણા ગીતો બની ચુક્યાં છે.

તુમ બિન જીવન કૈસે બીતા...

રાજેશ ખન્ના અભિનીત બાવર્ચી ફિલ્મનું આ ગીત તુમ બિન જીવન કૈસે બીતા... આજે પણ લોકો સાંભળવા માટે અટકી જાય છે. શાસ્ત્રીય સંગીત પર આધારિત આ ગીતના આરોહ-અવરોહમાં મન્ના ડેએ કમાલ કરી હતી.

ઐ મેરે પ્યારે વતન...

ઐ મેરે પ્યારે વતન ઐ મેરે બિછડે ચમન... ફિલ્મ કાબુલીવાલાનું આ ગીત લોકપ્રિય દેશભક્તિ ગીતોમાં સર્વશ્રેષ્ઠ મનાય છે. મન્નાના સ્વરોની કશિશ આ ગીત દેશથી દૂર કેદમાં બંધ ભારતીય યુદ્ધ કેદીઓનો પોકાર સંભળાવે છે.

યે રાત ભીગી ભીગી...

રાજ કપૂર અભિનીત ચોરી ચોરી ફિલ્મનું ગીત યે રાત ભીગી ભીગી, યે મસ્ત ફિજાયેં... આજે પણ લોકોની જીભે ચડી જાય છે. આ ગીત મન્ના ડેએ ગાયુ હતું.

English summary
Manna Dey death, it was a loss that could be never compensated said Information and Broacdasting Minister Manish Tewari. Legendary playback singer Manna Dey passed away early Friday at a private hospital Banglore. He was 94.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X