Pics: કેવા લાગશે વિદ્યા બાલન દુલ્હન સ્વરૂપે
મુંબઈ, 1 ડિસેમ્બર : ભારતીય પરમ્પરામાં લગ્નને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. દરેક દુલ્હનના ઓરતાં હોય છે કે પોતાના લગ્નના દિવસે સોની નજરો તેની ઉપર જ હોય અને લગ્નના દિવસે લોકો પણ સામાન્ય રીતે દુલ્હનને જ જોવા આવે છે. લગ્નના લાલ જોડામાં ઘરેણાથી લદાયેલ દુલ્હન માટે તે દિવસ સૌથી ખાસ હોય છે અને તેના ચહેરે શરમનુ રાતુપણું તેને વધુ સુંદર બનાવી દે છે. બૉલીવુડ અભિનેત્રીઓ ફિલ્મોમાં તો અનેક વાર દુલ્હન બને છે, પરંતુ પોતાના લગ્નના દિવસે તેઓ પણ એક સામાન્ય યુવતીની જેમ પોતાને સૌથી સુંદર દાખવવાના પ્રયત્નો કરે છે.
આવો જ ખાસ દિવસ આવી રહ્યો છે આપણાં બૉલીવુડના બ્યુટીફુલ અભિનેત્રી વિદ્યા બાલનના જીવનમાં. વિદ્યા અગાઉ છેલ્લા કેટલાંક વર્ષોમાં બૉલીવુડની અનેક અભિનેત્રીઓ રીયલ લાઇફમાં દુલ્હન બની ચુકી છે. વિદ્યા આ મહીને લગ્ન કરવાનાં છે અને લગ્નમાં ચેન્નઈ સિલ્કની સાડી પહેરવાનાં છે.
હાલ તો આપણે જોઇએ છેલ્લા કેટલાંક સમયમાં લગ્ન કરનાર બૉલીવુડ અભિનેત્રીઓની દુલ્હન તરીકેની તસવીરો.

ઐશ્વર્યા રાય
આ દુનિયાના સૌથી સુંદર મહિલા ઐશ્વર્યા રાયે એપ્રિલ-2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યાં. ઐશ દુલ્હનના જોડામાં ખૂબ જ સુંદર દેખાતા હતાં.

શિલ્પા શેટ્ટી
યુપી-બિહાર લુંટ્યા બાદ શિલ્પા શેટ્ટીએ બિઝનેસ મૅન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યાં. દુલ્હનના જોડામાં શિલ્પા ઘણા સ્ટનિંગ દેખાતા હતાં.

કરીના કપૂર
બૉલીવુડના સાઇઝ ઝીરો એક્ટ્રેસ કરીના કપૂરે તાજેતરમાં જ એક્ટર સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યાં. લગ્ન દર્મિયાન કરીના અનેક જુદા-જુદા સ્વરૂપે દેખાયાં અને પોતાના દરેક રૂપે તેમણે કયામત ઢહાવી.

જેનેલિયા ડિસૂઝા
જેનેલિયા પોતાના લગ્નના દિવસે એકદમ જ અલગ અને સૌથી સુંદર દેખાતા હતાં. તેઓ મરાઠી દુલ્હન તરીકે ખૂબ જ બહેતરીન હતાં.

એશા દેઓલ
એશા દેઓલ પોતાના લગ્ન દરમિયાન લાલ અને સોનેરી રંગની કાંજીવરમ સાડીમાં નજરે પડ્યાં. આ સાડીમાં તેઓ ખૂબસૂરત અને સ્ટનિંગ દેખાતા હતાં.

વિદ્યા બાલન
હવે વારો છે વિદ્યા બાલનનો. આ મહીને વિદ્યા પણ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન કરવાનાં છે. સૌ તેમને દુલ્હન તરીકે જોવા માટે આતુર છે.












Click it and Unblock the Notifications
