Path Cross : બૉલીવુડ ફિલ્મોમાં હૉલીવુડ કલાકારોની ધૂમ..
મુંબઈ, 18 ઑક્ટોબર : હૉલીવુડ અને બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક-બીજાના પથ ક્રૉસ કરી ચુક્યા છે. પહેલા આપણે હૉલીવુડની કલ્ટ ફિલ્મોની રીમેક બનાવવાની શરુઆત કરી અને પછી એવો સમય આવ્યો કે જ્યારે એક ઇન્ડસ્ટ્રીના એક્ટર્સ બીજી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા લાગ્યાં.
ગુલશન ગ્રોવર પહેલા અભિનેતા હતાં કે જેમણે બૉલીવુડ ઓળંગી હૉલીવુડની ફિલ્મ કરી અને હવે તો અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાયથી લઈ ઇરફાન ખાન તથા અનિલ કપૂર જેવા અનેક બૉલીવુડ કલાકારો મોટી હૉલીવુડ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. જોકે એવું નથી કે માત્ર બૉલીવુડ સ્ટાર્સ જ હૉલીવુડ ફિલ્મોમાં કામ કરી રહ્યાં છે, ઘણા બધા હૉલીવુડ બિગવિગ્સ પણ બૉલીવુડ ફિલ્મોમાં એક્ટિંગ કરી રહ્યાં છે કે ચુક્યા છે.
હૉલીવુડના અત્યંત આદરણીય અને કુશળ અભિનેતા બેન કિંગ્સલેએ તીન પત્તીમાં અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શૅર કરી હતી, પરંતુ હૉલીવુડ સ્ટાર્સ પાસે બૉલીવુડ ફિલ્મોમાં કરાવવાની બાબતમાં અક્ષય કુમાર ટોચે ગણાય, કારણ કે અક્ષય કુમારની ઇંટરનેશનલ ખિલાડીથી નમસ્તે લંડનથી કમ્બખ્ત ઇશ્ક સુધી ઘણી ફિલ્મોમાં હૉલીવુડ સ્ટાર્સે એક્ટિંગ કરી છે.
ચાલો હવે સ્લાઇડર સાથે જોઇએ બૉલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુકેલા 15 જાણીતા હૉલીવુડ સ્ટાર્સ :

સિલ્વેસ્ટર સ્ટેલોન
આ જાણીતા રૉકી એક્ટર અક્ષય કુમારની કમ્બખ્ત ઇશ્ક ફિલ્મમાં હતાં.

ડેનિસ રિચર્ડ્સ
આ હૉટ બ્યૂટી કમ્બખ્ત ઇશ્કમાં આપણા ખિલાડી અક્ષય કુમાર સાથે રોમાંસ કરતા નજરે પડી હતી.

બ્રૅન્ડન રાઉથ
જાણીતા સુપરમૅન બ્રૅન્ડન રાઉથ પણ કમ્બખ્ત ઇશ્કનો ભાગ હતાં.

બેન કિંગ્સલે
જાણીતા હૉલીવુડ અભિનેતા બેન કિંગ્સલેએ તીન પત્તીમાં અમિતાભ સાથે સ્ક્રીન શૅર કરી હતી.

બાર્બરા મોરી
હૃતિક રોશન સાથેના અફૅરના કારણે ચર્ચામાં રહેનાર બાર્બરા મોરીએ કાઇટ્સ ફિલ્મમાં હૃતિક સાથે કામ કર્યુ હતું.

ક્લાઇવ સ્ટેડન
રૉબિનહુડ તથા ગેમ ઑફ થ્રોન્સ જેવી મોટી ફિલ્મોના ભાગ રહેલા ક્લાઇવ સ્ટેડન નમસ્તે લંડનમાં કૅટરીના કૈફ સાથે રોમાંસ કરતા દેખાયા હતાં.

ક્રિસ્ટોફર બી ડંકન
ક્રિસ્ટોફર બી ડંકન જાણીતા હૉલીવુડ સ્ટાર છે. તેમણે શાહરુખ ખાનની ફિલ્મ માય નેમ ઇઝ ખાનમાં કામ કર્યુ હતું.

સારાહ થૉમ્પસન
સારાહ થૉમ્પસન ક્રુએલ ઇંટેંશન્સ 2 ફિલ્મ માટે જાણીતા છે. તેમણે રણબીર કપૂર સાથે રાજનીતિમાં સ્ક્રીન શૅર કરી હતી.

ટિફની મલહેરૉન
રૉકએનરોલા માટે જાણીતા ટિફની મલહેરૉને નમસ્તે લંડનમાં અક્ષય કુમાર સાથે સુસાનનો રોલ કર્યો હતો.

રેબેકા બ્રીડ્સ
હૉલીવુડના ગ્રોઇંગ સ્ટારલેટ રેબેકા બ્રીડ્સ ભાગ મિલ્ખા ભાગમાં ફરહાન અખ્તર સાથે રોમાંસ કરતા દેખાયા હતાં.

લેસ્ટર સ્પેઇટ
ટ્રાંસફૉર્મર્સ ડાર્ક ઑફ ધ મૂન ફિલ્મ દ્વારા નોંધનીય બનેલા લેસ્ટર સ્પેઇટે અક્ષય કુમારની ફિલ્મ ઇંટરનેશનલ ખિલાડીમાં ગુંડાનો રોલ કર્યો હતો.

રશેલ શેલી
રશેલ શેલીએ લગાનમાં આમિર ખાન સાથે એલિઝાબેથ રસેલનો રોલ કર્યો હતો.

પૌલ બ્લૅકથોર્ન
પૌલ બ્લૅકથોર્ને લગાનમાં કૅપ્ટન એન્ડ્ર્યુ રસેલનું પાત્ર ભજવ્યુ હતું.

ટૉબી સ્ટિફન્સ
ડાય અનઅધર ડે દ્વારા જાણીતા બનેલા ટૉબી સ્ટિફન્સે મંગલ પાન્ડે ફિલ્મમાં કૅપ્ટન વિલિયમ જૉર્ડનનો રોલ કર્યો હતો.

બ્રેન્ડ રૉડરિક
સ્ટારસ્કાય એન્ડ હચના અભિનેત્રી બ્રેન્ડ રૉડરિકે રીતેશ દેશમુખની ફિલ્મ આઉટ ઑફ કંટ્રોલમાં સૅલી ટર્નરની ભૂમિકા ભજવી હતી.












Click it and Unblock the Notifications
