• search

Aloneની સિક્વલમાં બિપાશાને નહીં મળે કરણનો સાથ

By Kajal
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    બોલીવૂડની બોલ્ડ અને હોટ અભિનેત્રી તરીકે જાણીતી બિપાશા બાસુની બિકિનીવાળી તસવીરો હમણાં થોડા સમયથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે. થોડા સમય પહેલાં જ બિપાશા અને કરણ સિંહ ગ્રોવર બંન્ને સાથે રજાઓ માણતા જોવા મળ્યા હતા. આ બંન્ને 'અલોન' ફિલ્મથી એક બીજાની નજીક અવ્યા હતા અને બંન્નેએ આ ફિલ્મ બાદ લગ્ન પણ કરી લીધા હતા. થોડા સમયમાં જ આ ફિલ્મની સિક્વલ બનવાના સમાચાર મળી રહ્યા છે. પરંતુ આ ફિલ્મમાં બિપાશા સાથે કરણ સિંહ ગ્રોવર જોવા નહી મળે તેવી પણ વાતોએ જોર પક્ડયું છે.

    બીચ, બિકિની અને બિપાશા

    બીચ, બિકિની અને બિપાશા

    માલદીવના બીચ પર બિપાશા અને કરણ સિંહ ગ્રોવર રજાઓ માણતી તસવીરો સોશ્યલ મીડિયામાં ફરતી થઈ છે. આ તસવીરમાં બિપાશા પિંક કલરની બિકિનીમાં ખુબ સુંદર અને હોટ લાગી રહી હતી. છેલ્લે 'ધૂમ 2' ફિલ્મમાં બિપાશા આ પ્રકારની બિકિનીમાં જોવા મળી હતી.

    કરણ સિંહ ગ્રોવર અને બિપાશા

    કરણ સિંહ ગ્રોવર અને બિપાશા

    'અલોન'થી સાથે થયેલ બિપાશા અને કરણનો બીચ લુક ખુબ જ સુંદર લાગે છે. આ ફિલ્મ બાદથી જ આ બંન્ને સ્ટાર અનેક સ્થળોએ સાથે સ્પોટ થતા હતા. 'અલોન'માં કરણે સારો અભિનય કર્યો હતો, પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ ચાલી નહોતી. ત્યાર બાદ કરણની બીજી બે ફિલ્મો પણ આવી પરંતુ તે કંઇ ખાસ કમાલ કરી શકી ન હતી.

    'અલોન'ની સિક્વલ

    'અલોન'ની સિક્વલ

    આથી જ કદાચ 'અલોન'ની સિક્વલમાંથી કરણનું પત્તુ કપાઇ ગયું છે. ટૂંક સમયમાં જ આ ફિલ્મની સિક્વલ બનવા જઈ રહી છે. જેની કાસ્ટિંગનું કામ હાલ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં બિપાશાને ગેસ્ટ એપિરિયન્સ તરીકે લેવામાં આવી છે, પણ કરણને આ ફિલ્મમાં લેવાના હોવાની કોઇ વાત સાંભળવા મળી નથી.

    બિપાશા બાસુ અંગે જેનિફર વિંગેટ

    બિપાશા બાસુ અંગે જેનિફર વિંગેટ

    થોડા સમય આગાઉ કરણ સિંહ ગ્રોવરની એક્સ વાઈફ જેનિફર વિંગેટના જન્મ દિવસે બિપાશાએ જેનિફરની પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર લાઇક કરી હતી અને થોડી જ વારમાં ડિસલાઈક કરતા એ વાત ચર્ચાનું કેન્દ્ર બની હતી. જેનિફરે આ વાત પર જણાવ્યું હતું કે, ''આ કોઈ ખોટી વાત નથી. એના તરફથી કરવામાં આવેલ આ એક સરળ અને કાઇન્ડ પ્રયાસ હતો. મારા મનમાં કરણ કે બિપાશા પ્રત્યે કોઇ કડવાશ નથી."

    હોરર ફિલ્મોમા જોવા મળતી બિપાશા

    હોરર ફિલ્મોમા જોવા મળતી બિપાશા

    બિપાશા મોટભાગે હોરર ફિલ્મોમાં જ વધુ જોવા મળી છે. હોરર ફિલ્મોની સિકવલમાં પણ તેને જ કાસ્ટ કરવામાં આવતી હોય છે. પરંતુ હમણા થોડા સમયથી બિપાશાની કોઈ ફિલ્મ નથી આવી. વળી 'અલોન'ની સિક્વલમાં પણ તેનો માત્ર ગેસ્ટ એપિરિયન્સ છે. બિપાશાનું બોલિવૂડ કરિયર હાલ ડામાડોળ લાગી રહ્યું છે.

    English summary
    Bipasha basu's throwback bikini photos.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more