• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : જુઓ આ વર્ષની 10 હૉટેસ્ટ ઑનસ્ક્રીન જોડીઓ

|

મુંબઈ, 21 ડિસેમ્બર : કહે છે કે જોડીઓ ઉપરવાળો અગાઉથી જ બનાવે છે, પરંતુ બૉલીવુડમાં દર વર્ષે, બલ્કે દર શુક્રવારે એક નવી જોડી બને છે અને બીજા શુક્રવાર સુધી ચર્ચામાં રહે છે. ફરી એક નવી જોડી આવે છે અને તે પણ ચર્ચામાં ઘેરાઈ જાય છે, પરંતુ આવી અગણિત જોડીઓમાંથી અનેક જોડીઓ એવી પણ છે કે જે માત્ર એક શુક્રવારથી બીજા શુક્રવાર સુધી નહીં, પણ કાયમ માટે લોકોના હૃદયમાં વસી જાય છે. જોકે આવી જોડીઓને જન્મ આપવા માટે અનેક લોકોની વિચારસરણી તથા દૂરદર્શિતાની જરૂર પડે છે.

આ જોડીઓનું હિટ થવું કે ફ્લૉપ થવું જોડી સાથે જોડાયેલ એક્ટર અને એક્ટ્રેસ વચ્ચેની કેમેસ્ટ્રી ઉપર પણ અવલમ્બે છે અને આ જ કેમેસ્ટ્રી ઉપર રોમાન્ટિક ફિલ્મોનું હિટ કે ફ્લૉપ થવું પણ નિર્ભર કરે છે. દરેક અભિનેત્રીની જોડી દરેક એક્ટર સાથે હિટ નથી થતી અને જેમની જોડી એક વાર હિટ થઈ જાય છે, પછી દર્શકો તે જોડીને વારંવાર જોવા માંગે છે. જેમ કે અમિતાભ બચ્ચન અને રેખા, શાહરુખ ખાન અને કાજોલ, સલમાન ખાન અને ઐશ્વર્યા અને બીજી પણ અનેક જોડીઓ છે કે જે લોકોના હૃદયમાં વસે છે. જોકે આવી જોડીઓ હિટ બનાવવા માટે પોતે અભિનેતા અને અભિનેત્રીએ એક-બીજા સાથે એટલી જ સહજતા અને એટલા જ પ્રેમ સાથે રોમાંસના સંબંધ નિભાવવા પડે છે કે લોકો આ ઑનસ્ક્રીન જોડીઓને રીલ લાઇફની જોડીઓ જેવી જ માની શકે.

વર્ષ 2012માં બૉલીવુડના અનેક અભિનેતા-અભિનેત્રીઓની ઑનસ્ક્રીન જોડીઓ હિટ થઈ છે. કેટલીક નવી જોડીઓ હિટ બની, તો કેટલીક જુની જોડીઓ કમબૅક થઈ. નવી જોડીઓમાં શાહરુખ-કૅટ, અજય દેવગણ-સોનાક્ષી સિન્હા, અક્ષય કુમાર-અસીન અને જૂની જોડીઓમાં આમિર ખાન-રાણી મુખર્જી, સલમાન-કૅટ.

શાહરુખ-કૅટ

શાહરુખ-કૅટ

શાહરુખ ખાન આ વર્ષે પ્રથમ વાર કૅટરીના કૈફ સાથે જબ તક હૈ જાન ફિલ્મમાં નજરે પડ્યાં. જોકે વય પ્રમાણે બંને વચ્ચે લાંબો અંતર છે, પરંતુ આમ છતાં લોકોને આ જોડી ગમી છે. દર્શકો આ જોડીની ઑનસ્ક્રીન પૅશન જોઈ આશ્ચર્ય પામ્યા હતાં.

અક્ષય-અસીન

અક્ષય-અસીન

આ વર્ષની હિટ કૉમેડી ફિલ્મ હાઉસફુલ 2માં અક્ષય કુમાર અને અસીન પ્રથમ વાર સાથે આવ્યાં, પરંતુ તે મલ્ટીસ્ટાર ફિલ્મ હોવાથી અક્ષય-અસીનની જોડી વધુ જામી શકી નહીં. જોકે ખિલાડી 786માં ફરી બંને સાથે આવ્યાં અને આ વખતે આ જોડી પસંદ કરાઈ.

સલમાન-કૅટ

સલમાન-કૅટ

યુવરાજ, મૈંને પ્યાર ક્યોં કિયા જેવી ફ્લૉપ ફિલ્મો કર્યા બાદ આખરે આ વર્ષે એક થા ટાઇગર ફિલ્મ દ્વારા આ જોડી બૉલીવુડની હિટ જોડીઓમાં શામેલ થઈ ગઈ.

હૃતિક-પ્રિયંકા

હૃતિક-પ્રિયંકા

હૃતિક રોશન તથા પ્રિયંકા ચોપરાની જોડી કૃષ બાદ આ વર્ષે અગ્નિપથમાં ફરી વાર દેખાઈ અને આ જોડી લોકોને ગમી પણ ખરી.

અજય-સોનાક્ષી

અજય-સોનાક્ષી

અજય દેવગણ તથા સોનાક્ષી સિન્હા આ વર્ષે પ્રથમ વાર સન ઑફ સરદાર ફિલ્મમાં દેખાયાં. જોકે ફિલ્મ જબ તક હૈ જાન કરતાં પાછળ રહી, પરંતુ સફળ ફિલ્મોમાં તેનો સમાવેશ થયો.

અર્જુન-પરિણીતી

અર્જુન-પરિણીતી

ઇશકઝાદે ફિલ્મમાં પ્રથમ વાર અર્જુન કપૂર તથા પરિણીતી ચોપરા સાથે દેખાયાં. અર્જુનની આ પ્રથમ ફિલ્મ હતી, તો પરિણીતીની લીડ રોલ ધરાવતી પ્રથમ ફિલ્મ હતી. બંનેની એક્ટિંગના વખાણ થયાં.

સૈફ-દીપિકા

સૈફ-દીપિકા

લવ આજકલ ફિલ્મ દ્વારા હિટ થયેલ જોડી સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણે ફરી વાર કૉકટેલમાં દેખાયાં. બંનેની કેમેસ્ટ્રી લોકોને પસંદ પડી.

વરુણ-આલિયા-સિદ્ધાર્થ

વરુણ-આલિયા-સિદ્ધાર્થ

વરુણ ધવન અને આલિયા ભટ્ટ સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા તાજેતરમાં કરણ જૌહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયરમાં સાથે દેખાયાં. આ ત્રણેમાં કોની જોડી-કોની સાથે હૉટ લાગે છે. તે આપે જ નક્કી કરવાનું છે.

સલમાન-સોનાક્ષી

સલમાન-સોનાક્ષી

2010માં દબંગ રિલીઝ થયા બાદ સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાની જોડી હિટ થઈ ગઈ. હવે આ જોડી આજે ફરી રૂપેરી પડદે સાકાર થઈ છે દબંગ 2માં. જોઇએ લોકો કેવો રિસ્પૉન્સ આપે છે.

અક્ષય-સોનાક્ષી

અક્ષય-સોનાક્ષી

રાઉડી રાઠોડમાં અક્ષય-સોનાક્ષીની જોડી પણ ખૂબ વખણાઈ.

English summary
Year 2012 has witnessed some new and most romantic onscreen couples in Bollywood. Couples like Shahrukh Khan-Katrina Kaif, Salman Khan-Katrina Kaif, Ajay Devgn-Sonakshi Sinha and many more have rocked this year with their sizzling chemistry. Here are some Bollywood pairs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more