For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tips : કેવી રીતે સહેન કરશો કંટાળાજનક ફિલ્મો? સિમ્પલ, હસતાં-હસતાં...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 30 ઑક્ટોબર : હિન્દી સિનેમાનો ઇતિહાસ ખૂબ જ સુંદર અને શ્રેષ્ઠ ફિલ્મોથી શ્રૃંગારિત છે, પરંતુ આજકાલ એક સાથે રિલીઝ થતી ઢગલાબંધ ફિલ્મોની ભીડમાં એક સારી ફિલ્મ શોધી શકવી સાચે જ અત્યંત મુશ્કેલ કામ છે. અહીં સુધી કે હવે તો મોટા સ્ટાર્સથી સજેલી ફિલ્મના પણ સારી હોવાના ચાંસિસ બહુ ઓછા હોય છે.

આપણે સામાન્ય રીતે મોટા સ્ટાર્સ અને બિગ બજેટ અંગે જાણી અમુક ફિલ્મો જોવા જતા રહી છીએ, પરંતુ હાથ લાગે છે નિરાશા. આપણે એવી ફિલ્મો જોવા પહોંચી જઇએ છીએ, કે જે ન તો જોઈ શકાય કે નથી થિયેટર છોડી બહાર આવી શકાય. આપણે એમ વિચારીને થિયેટરમાં બેઠા રહી છીએ કે પૈસા તો વસૂલ કરી જ લઇએ. તો અમારી પાસે કેટલીક ટિપ્સ છે કે જે તમે યૂઝ કરશો, તો બૅડ ફિલ્મો જોતી વખતે બોર નહીં થાવ.

ભલે મનોરંજન ન થાય, પણ સિનેમા હૉલમાં ત્રણ કલાક તમે કમ સે કમ સ્મિત સાથે પસાર કરી શકશો. તો આવો જાણીએ કે કેવી રીતે સહન કરીએ બૅડ ફિલ્મો... હસતાં હસતાં...

મિત્રો સાથે જાઓ

મિત્રો સાથે જાઓ

સૌપ્રથમ વાત, જો તમને થોડીક પણ શંકા હોય કે ફિલ્મમાં કંઇક ગરબડ હોઈ શકે છે, તો કોશિશ કરો કે પોતાના મિત્રો સાથે જાઓ, નહિં કે એકલા અથવા સંબંધીઓ સાથે. ખરાબ સમય સાથે ખરાબ ફિલ્મમાં પણ મિત્રો આપનું મનોરંજન કરી જ આપશે.

કંઇક ખાતા-પીતા રહો

કંઇક ખાતા-પીતા રહો

ફિલ્મ જોતી વખતે કંઇક ખાતા-પીતા રહો. કહે છે કે ખાતા-પીતા રહેવાથી મૂડ સારો રહે છે અને ફિલ્મ જોઈ તમે ડિપ્રેશનની હદ સુધી નહીં પહોંચો.

ખરાબ એક્ટિંગ માર્ક કરો

ખરાબ એક્ટિંગ માર્ક કરો

ફિલ્મ ખરાબ હોય, તો એ જાણવાનો પ્રયત્ન કરો કે સૌથી ખરાબ એક્ટિંગ કોણ કરી રહ્યું છે. સૌની એક્ટિંગ ઉપર વારાફરતી ધ્યાન આપો. થોડીક મજા પણ આવશે અને પછી તમે પેલા સ્ટારની બૅન્ડ પણ વગાડી શકો છો સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર. ઇચ્છો તો કેટલાક પૉઇંટ્સ પણ નોંધી લો.

ડાયલૉગ્સના અર્થ પોતાના મુજબ કરો

ડાયલૉગ્સના અર્થ પોતાના મુજબ કરો

સામાન્ય આપણે કંઇકનો કંઇક મતલબ કાઢી લઇએ છીએ. એવી જ કેટલીક ટ્રિક ખરાબ ફિલ્મ જોતી વખતે અજમાવો. સ્ટાર્સ જે ડાયલૉગ બોલી રહ્યો છે, તેનો કંઇક મજાબનો મતલબ કાઢવાનો પ્રયત્ન કરો.

જૂની ફિલ્મો યાદ કરી ધૈર્ય રાખો

જૂની ફિલ્મો યાદ કરી ધૈર્ય રાખો

જો તમે પોતાના મનપસંદ સ્ટારની ફિલ્મ જોવા ગયા હોવ અને ફિલ્મ ખરાબ હોય, તો તે સ્ટારની જૂની ફિલ્મો યાદ કરો અને ધીરજથી કામ લો. મોટા-મોટા સ્ટાર્સથી પણ નાની-નાની ભૂલો થતી રહે છે.

કપડાં જુઓ અને ફૅશન ટિપ્સ લો

કપડાં જુઓ અને ફૅશન ટિપ્સ લો

આજકાલની ફિલ્મો ભલે ખરાબ હોય, પણ કલાકારોના કપડાં ખૂબ જ ફૅશનેબલ હોય છે. અભિનેત્રીઓની ડ્રેસિસ ખૂબ જ સુંદર હોય છે. તેથી જો તમે પૈસા ખર્ચ્યા જ છે, તો સ્ટાર્સ પાસેથી કેટલીક ફૅશન ટિપ્સ પણ લેતા જાવ.

જોક્સ યાદ કરો અને સ્મિત ફરકાવો

જોક્સ યાદ કરો અને સ્મિત ફરકાવો

હવે આ છે બીજાઓને પરેશાન કરનારી ટિપ. આપણે સામાન્ય રીતે જ્યારે કોઇક ખરાબ સમયમાંથી પસાર થતા હોઇએ, ત્યારે કેટલાક જૂના જોક્સ, કેટલીક સુંદર યાદોને યાદ કરી સ્મિત ફરકાવી લઇએ છીએ. તેથી ખરાબ ફિલ્મ જોતી વખતે પણ કેટલાક જોક્સ યાદ કરો અને મિત્રો સાથે શૅર કરી ખડખડાટ હસો.

English summary
Himmatwala, Humshakals there are many more bad films released this year. Lets find out how to watch such bad films without getting bored.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X