For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઋતિક રોશને 4 હજાર ડેઈલી વેજ વર્કર્સ માટે આપ્યુ 25 લાખ રૂપિયાનુ દાન

સંકટના આ સમયમાં ઘણી જાણીતી બૉલિવુડ હસ્તીઓએ ગરીબોની મદદ માટે પોતાનો હાથ આગળ લંબાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

આખી દુનિયા અત્યારે જાનલેવા કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે. અમેરિકા, ઈટલી, સ્પેન, ભારત સહિત ઘણા મોટો દેશ આ મહામારી સામે મળીને લડાઈ લડી રહ્યા છે. ભારતની વાત કરીએ તો લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં કોરોનાના અત્યાર સુધી 12,380 કેસ થઈ ગયા છે. આમાંથી 1489 સ્વસ્થ થયા છે જ્યારે 414 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં લૉકડાઉન 3 મેસુધી લંબાવી દેવામાં આવ્યુ છે. સંકટના આ સમયમાં ઘણી જાણીતી બૉલિવુડ હસ્તીઓએ ગરીબોની મદદ માટે પોતાનો હાથ આગળ લંબાવ્યો છે.

ઋતિક રોશને આપ્યુ 25 લાખ રૂપિયાનુ દાન

ઋતિક રોશને આપ્યુ 25 લાખ રૂપિયાનુ દાન

આ લિસ્ટમાં અત્યારે બૉલિવુડના ડેશિંગ મેન ઋતિક રોશનનુ નામ પણ જોડાઈ ગયુ છે. મિડ ડેમાં છપાયેલા રિપોર્ટ મુજબ ઋતિક રોશન ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (સિનટા) દ્વારા ડેઈલી વેજ વર્કર્સની મદદ કરી રહ્યા છે. તેણે ચાર હજાર દૈનિક ભથ્થાના કર્મચારીઓ માચે 25 લાખ રૂપિયાનુ દાન કર્યુ છે.

ડેઈલી વેજ આર્ટિસ્ટની આર્થિક મદદ

ડેઈલી વેજ આર્ટિસ્ટની આર્થિક મદદ

આ વિશે વાત કરતા એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી અમિત ભેલે કહ્યુ કે ઋતિક રોશનની મેનેજમેન્ટ કંપની એ અમારો સંપર્ક કર્યો હતો અને અમારી પાસે અમારી અકાઉન્ટ ડિટેલ માંગી હતી જેને આપ્યા બાદ કંપનીએ અમારી સિસ્ટર કનસર્ન સીને આર્ટિસ્ટ વેલફેર ટ્રસ્ટને 25 લાખ રૂપિયાની મદદ કરી. અમે ડેઈલી વેજ આર્ટિસ્સટને પૈસા આપવાનુ કામ શરૂ કરી દીધુ છે.

સિનટાએ રાહત કોષની સ્થાપના કરી

સિનટાએ રાહત કોષની સ્થાપના કરી

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસનો પ્રકોપ દૈનિક મજૂરી શ્રમિકો પર એક મોટો પ્રભાવ પાડી રહ્યો છે. તેમની મદદ માટે સિનટાએ રાહત કોષની સ્થાપના કરી છે. પૈસા દાન કરવા ઉપરાંત અમુક સેલેબ્ઝ જરૂરતમંદોને જમવાની વસ્તુઓ પણ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ઋતિકે મુંબઈના ફોટો જર્નાલિસ્ટના પરિવારોની ગુપ્તદાન કરીને મદદનો હાથ આગળ લંબાવ્યો હતો. આની માહિતી વીરલ ભાયાણીએ પોતાની પોસ્ટ દ્વારા લોકોને આપી હતી.

આ પણ વાંચોઃ એડવાન્સ એર ટિકિટ બુકિંગ-રિફંડ પૉલિસી વિશે ગાઈડલાઈન જારી કરશે સરકારઆ પણ વાંચોઃ એડવાન્સ એર ટિકિટ બુકિંગ-રિફંડ પૉલિસી વિશે ગાઈડલાઈન જારી કરશે સરકાર

English summary
Hrithik Roshan donates Rs 25 lakh to Cine and TV Artistes’ Association to aid 4000 daily-wage artists,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X