Hrithik vs Kangana email Row: ઋતિક રોશનને ક્રાઈમ બ્રાચે મોકલ્યા સમન, જાણો શું છે મામલો?
મુંબઈઃ જાણીતા ફિલ્મ અભિનેતા ઋતિક રોશનને ફિલ્મ અભિનેત્રી કંગના રનોતના 100 ઈમેલ મામલે મુંબઈ પોલિસે ક્રાઈમ બ્રાંચે સમન મોકલ્યા છે. જે હેઠળ હવે 27 ફેબ્રુઆરીએ અભિનેતાએ પોતાનુ નિવેદન ક્રિમિનલ ઈન્ટેલીજન્સ યુનિટમાં નોંધાવવાનુ રહેશે. ઉલ્લેખનીય છે કે આ કેસ વર્ષ 2016નો છે જે હાલમાં જ સાઈબર સેલની ક્રાઈમ બ્રાંચ ઈન્ટેલીજન્સ યુનિટમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં ઋતિક રોશનનુ કહેવુ છે કે વર્ષ 2013થી 2014 વચ્ચે કંગના રનોતના મેઈલ આઈડીથી ઋતિકને 100 મેઈલ મોકલવામાં આવ્યા હતા. જેની ફરિયાદ ઋતિકે સાઈબર સેલમાં કરી હતી પરંતુ ત્યાં કેસમાં કોઈ પ્રગતિ ન થવાના કારણે આ કેસ ઋતિકના જ વકીલ મહેશ જેઠમલાણીની અપીલ પર કેસને ક્રાઈમ બ્રાંચમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. વળી, બીજી તરફ કંગના રનોતે ઋતિકના બધા આરોપોથી ઈનકાર કર્યો છે.

કંગનાએ લગાવ્યા છે ઋતિક પર ગંભાર આરોપ
વાસ્તવમાં કંગનાએ ચાર વર્ષ પહેલા ઋતિક રોશન પર આરોપ લગાવ્યા હતા કે તેણે તેને લગ્ન કરવાનુ વચ આપીને તેની સાથે પ્રેમનુ નાટક કર્યુ હતુ. જો કે ઋતિકે કંગનાની બધી વાતોનો ઈનકાર કર્યો હતો અને કહ્યુ હતુ કે તે માનસિક રીતે ઠીક નથી. વાત ઘણી આગળ વધી ગઈ હતી. કંગનાએ એ પણ કહ્યુ હતુ કે ઋતિકના પિતા રાકેશ રોશન, પોતાના વર્ચસ્વનો ઉપયોગ કરી રહ્યા છે અને તેના કારણે તેની ફરિયાદ નોંધવામાં આવતી નથી. એટલુ જ નહિ કંગનાના જણાવ્યા મુજબ ઋતિકે તેને 'આશિકી 3' ફિલ્મથી કઢાવી હતી.

પ્રાઈવેટ વાતો અને ફોટો શેર કરવાનો આરોપ
એટલુ જ નહિ ઋતિકે કંગના પર પોતાના પર્સનલ ઈમેલથી પ્રાઈવેટ વાતો અને ફોટો શેર કરવાનો આરોપ લગાવ્યો હતો. વળી, કંગનાના વકીલે કહ્યુ હતુ કે કંગના પણ એ વાત કહી શકે છે કે તેના પર્સનલ ફોટોને ઋતિક રોશન સાર્વજનિક કરવામાં લાગ્યા છે.

પત્નીને ટ્રોફીની જેમ રાખે છેઃ કંગના
ત્યારબાદ એક ઈવેન્ટમાં કંગનાએ કહ્યુ હતુ કે આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અમુક લોકો એવા છે જે છોકરીઓને પ્રેમની જાળમાં ફસાવે છે, તેમને ખોટા વચનો આપે છે, તેની સાથે કામના બહાને રિલેશન બનાવે છે. આ પણ એક પ્રકારનુ ઉત્પીડન છે, આ એ લોકો છે જે પોતાની પત્નીને ટ્રોફીની જેમ રાખે છે પરંતુ તેની પીઠ પાછળ એક યુવાન છોકરી સાથે રિલેશન બનાવે છે. કંગનાનો ઈશારો ફિલ્મ અભિનેતા ઋતિક રોશન તરફ હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યુ કે શું તમે ઋતિક માટે કહી રહ્યા હોય છો, તો તેણે ખુલીને કહ્યુ કે હા, હું તેમની વાત કરી રહી છુ. તેમની સાથે કોઈએ કામ ન કરવુ જોઈએ, આવા લોકને બોયકૉટ કરવા જોઈએ.