મુંબઈ, 11 ડિસેમ્બર : યૂકે ખાતે તાજેતરમાં જ થયેલ એક સર્વેમાં હૃતિક રોશન એશિયાના સૌથી સેક્સી મૅનના ખિતાબ વડે સન્માનિત કરાયાં છે. હૃતિક રોશનના ફૅન્સ આ ન્યુઝ સાંભળી ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે.
ડૅશિંગ હીરો ઑફ બૉલીવુડ તરીકે જાણીતા અને છેલ્લે ક્રિશ 3 જેવી સુપર હિટ ફિલ્મ આપનાર હૃતિક રોશન પણ ચોક્કસ જ ગુડ ન્યુઝ સાંભળી ખુશ હશે, પરંતુ બીજી બાજુ તેઓ એ વાતનો પણ સ્વીકાર કરે છે કે તેમને આ બાબતની ખુશી છે કે તેમની સાથે એક મોટી કુરૂપતા પણ છે કે જેને તેઓ હાસિયે ધકેલી આવા મુકામો પહોંચ્યાં છે.
હૃતિક રોશનના આ નિવેદનનો ઇશારો છે તેમના બે અંગૂઠા તરફ. હૃતિકે પોતાના ફેસબુક પેજ પર યુનાઇટેડ કિંગ્ડમ ખાતે થયેલ સર્વે દરમિયાન એશિયાના સૌથી સેક્સી મૅન ચુંટાવા અંગેના સમાચાર પોતાના ફૅન્સ સાથે શૅર કરતાં લખ્યું - હું બહુ ભાગ્યશાળી છું. એટલા માટે નહીં કે હું એશિયાનો સૌથી સેક્સી મૅન તરીકે પસંદગી પામ્યો છું, પરંતુ એટલા માટે કે મને હમણા-હમણા જ અહેસાસ થયો કે મારી સાથે ભગવાને એક કુરૂપતાનો ભાગ પણ ચોડ્યો છે. આ ભાગ મને અને બીજાઓને અહેસાસ કરાવે છે કે આપણી ખામીઓ પણ ક્યારેક-ક્યારેક આપણને કેટલું સુંદર બનાવી દે છે.
હૃતિક રોશને લખ્યું - મારા બે અંગૂઠાઓના કારણે નિશાળમાં સામાન્ય રીતે મને લજ્જિત થવુ પડતુ હતું, લોગો મને ઇગ્નોર કરતા હતાં. આજે હું આ વાત કરોડો લોકો સાથે શૅર કરી રહ્યો છું, કારણ કે હું જાણુ છું કે આપ પણ મારી જેમ સુંદર અપૂર્ણ છો. હું ભગવાનનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે તેમણે મને આટલી સુંદર જિંદગી આપી છે. પોતાની ખામીઓને પોતાની તાકાત બનાવો. પોતે પોતાના પર ગર્વ કરો. આપ બહુ સુંદર છો, વિશ્વાસ રાખો.