For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બૅંગ બૅંગ સાથે જ થશે હૃતિક-કૅટરીનાની શુદ્ધી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 8 માર્ચ : હૃતિક રોશન અને કૅટરીના કૈફની જોડી દર્શકોને તો ખૂબ ગમે જ છે, પણ હવે નિર્માતા-દિગ્દર્શકોને પણ લાગે છે કે આ જોડીમાં કોઈક દમ છે. તેથી જ તો આ જોડીને ચમકાવવા તેઓ આતુર છે. મળતી માહિતી પ્રમાણે કરણ મલ્હોત્રા હવે પોતાની આગામી ફિલ્મ શુદ્ધીમાં કૅટરીના કૈફ અને હૃતિક રોશનની જોડી લઈને આવી રહ્યાં છે. આ કરણ સાથે કૅટ-હૃતિકની આ બીજી ફિલ્મ હશે.

kat-hritik

આ અગાઉ કરણ મલ્હોત્રા અગ્નિપથ ફિલ્મમાં આ જોડીને ચમકાવી ચુક્યાં છે. હૃતિક રોશન અને કૅટરીના કૈફની પ્રથમ ફિલ્મ હતી ઝિંદગી ના મિલેગી દોબારા. આ ફિલ્મમાં હૃતિક અને કૅટ વચ્ચેના હૉટ સીન્સ ખૂબ ચર્ચામાં રહ્યા હતાં. તે પછી અગ્નિપથમાં બંનેએ સાથે કામ કર્યું. આ ફિલ્મમાં કૅટરીનાનું ચિકની ચમેલી... આયટમ સૉંગ પણ હિટ રહ્યુ હતું.

ઝિંદગી ના મિલેગી દોબારા અને અગ્નિપથ બાદ હૃતિક અને કૅટની જોડી આવી રહી છે સિદ્ધાર્થ આનંદની બૅંગ બૅંગ ફિલ્મમાં. ફિલ્મમાં બંનેના લાંબા લિપલૉક સીનના કારણે આ ફિલ્મ શરુઆતથી જ ચર્ચામાં આવી ગઈ છે. હજુ તો બૅંગ બૅંગ ફિલ્મની તૈયારીઓ ચાલી રહી છે, ત્યાં કરણ મલ્હોત્રાએ હૃતિક અને કૅટરીનાને લઈ શુદ્ધી શીર્ષક ધરાવતી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. ફિલ્મની વાર્તા કરણ અને તેમના પત્ની એકતા મલ્હોત્રાએ લખી છે. ફિલ્મ શુદ્ધી એક સત્યઘટના પર આધારિત છે.

English summary
Hrithik Roshan and Katrina Kaif might be seen in Karan Malhotra's film Shuddhi. Hrithik Roshan and Katrina Kaif were earlier seen in Agnipath and Zindagi Na Milegi Daubara movies. Hrithik Roshan and Katrina Kaif are also doing Siddharth Anand's Bang Bang.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X