મને સેક્સ સિમ્બોલ કહેવડાવુ પસંદ છે, જાણો મલાઈકા અરોરાએ આવુ કેમ કહ્યું?
મલાઈકાએ કહ્યું કે, મને સેક્સ સિમ્બોલ તરીકે ઓળખાવવું ગમે છે. મને સેક્સ સિમ્બોલ તરીકે ઓળખાવામાં કોઈ વાંધો નથી. હું સુંદર ન હોય તેવી સ્ત્રી કહેવાને બદલે સેક્સ સિમ્બોલ તરીકે ઓળખવાનું પસંદ કરીશ. હું ખૂબ ખુશ છું અને હું આ ટેગ
બોલિવૂડમાં મલાઈકા અરોરા તેની બોલ્ડ અદાઓ અને બિંદાસ્ત લાઈફ જીવવા માટે જાણીતી છે. ફેશન અને ફિટનેસ ક્વિન ગણાતી મલાઈકા પોતાની લાઈફને પોતાના નિયમોને આધારે જીવે છે. મલાઈકા અરોરા પોતાની સાથે જોડાયેલી દરેક બાબતો વિશે ખુલ્લીને વાત કરે છે. મલાઈકા પોતાની સેક્સ લાઈફ અને અર્જૂન કપૂરને ડેટ કરવા મુદ્દે ઘણી વખત વાત કરી ચુકી છે. હવે ફરીથી તેના એક નિવેદનને લઈને ચર્ચામાં છે.

મલાઈકાએ તમામ મુદ્દે ખુલ્લીને વાત કરી
મલાઈકા અરોરા તેની ડ્રેસિંગ સેન્સને લઈને સતત ટ્રોલ્સનાા નિશાને રહે છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન મલાઈકાએ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ પર ખુલીને વાત કરી છે. આ દરમિયાન મલાઈકાએ કહ્યું છે કે તેને સામાન્ય મહિલા કહેવા કરતાં સેક્સ સિમ્બોલ કહેવડાવાનું વધુ પસંદ છે.

મલાઈકાને સેક્સ સિમ્બોલ કહેવાડવુ ગમે છે
હાલમાં જ ઈન્ડિયા ટુડે કોન્ક્લેવમાં મલાઈકા અરોરાએ પોતાની સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. આ દરમિયાન મલાઈકાએ કહ્યું કે, મને સેક્સ સિમ્બોલ તરીકે ઓળખાવવું ગમે છે. મને સેક્સ સિમ્બોલ તરીકે ઓળખાવામાં કોઈ વાંધો નથી. હું સુંદર ન હોય તેવી સ્ત્રી કહેવાને બદલે સેક્સ સિમ્બોલ તરીકે ઓળખવાનું પસંદ કરીશ. હું ખૂબ ખુશ છું અને હું આ ટેગ ગમે છે.

મલાઈકાએ કામ મળવા મુદ્દે પોતાનો મત રાખ્યો
મલાઈકા અરોરાએ આગળ કહ્યું કે, હું માત્ર થોડા સોંગ, થોડા આઈટમ સોંગ સુધી સીમિત નથી. હું તેનાથી પણ ઘણી વધારે છું. 30 વર્ષની ઉંમર પછી કામ કરવું ખૂબ જ મુશ્કેલ છે. કોઈ માત્ર એટલા માટે સ્ક્રીન પર કામ કરતુ કારણ કે તે સારૂ દેખાય છે. એક પોઈન્ટ પછી દરેકના ચહેરા ડલ થવા લાગે છે.

મલાઈકાને પરિવારનો પણ સપોર્ટ મળ્યો
મલાઈકા અરોરાએ કહ્યું કે, આજે તે પોતાની કારકિર્દીમાં જે કંઈ પણ કરી રહી છે તેના માટે ઘણી મહેનત કરી છે. પરિવારના સભ્યોનો પણ ઘણો સપોર્ટ મળ્યો છે. મલાઈકા કહે છે કે આજે તે જ્યાં છે ત્યાં સુધી પહોંચવા માટે તેણે ઘણું કામ કર્યું છે. આ સિવાય મલાઈકા અરોરાએ પણ અર્જુન કપૂર સાથેના સંબંધો પર ખુલીને વાત કરી હતી.

મલાઈકાના મતે પ્રેમની કોઈ ઉમર નથી
અર્જુન કપૂર સાથે રિલેશનને લઈને મલાઈકા અરોરાએ કહ્યું કે, પ્રેમની કોઈ ઉંમર હોતી નથી, બસ થાય છે. હું ખુશ છું કે મને એવો પાર્ટનર મળ્યો છે જે મને સમજે છે અને મને ખુશ કરે છે. તે યુવાન હોઈ શકે છે પરંતુ હું તેની સાથે યુવાન અનુભવું છું. તેથી જ હું પણ યુવાન અનુભવું છું.

2017થી અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે
વર્ષ 2017માં અરબાઝ ખાનના છૂટાછેડા બાદ અર્જુન કપૂરે મલાઈકા અરોરાએ અર્જૂન કપૂરને ડેટ કરવાનું શરૂ કર્યુ. વર્ષ 2021માં બંનેએ પોતાના રિલેશનને લોકો સામે જાહેર કર્યા હતા. બંને બોલિવૂડની પાર્ટીઓમાં ઘણી વખત સાથે જોવા મળે છે.












Click it and Unblock the Notifications
