ઇન્સ્ટાગ્રામ પર કેટરિનાનો 3જો ફોલોઅર હું હતોઃ રણબીર કપૂર
રણબીર કપૂર અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ 'જગ્ગા જાસૂસ' આખરે 14 જુલાઇના રોજ રિલીઝ થવા જઇ રહી છે. આ ફિલ્મ 2015માં રિલીઝ થનાર હતા, પરંતુ રણબીર-કેટરિનાના બ્રેકઅપને કારણે ફિલ્મ મોડી પડી એમ કહી શકાય. થોડા દિવસ પહેલાં જ રણબીર અને કેટરિના આ ફિલ્મના એક સોંગ લોન્ચ પર જોવા મળ્યા હતા, બ્રેકઅપ પછી બંન્ને પહેલીવાર સાથે સ્પોટ થયા હોવાથી તેમના ફોટોઝ ખૂબ વાયરલ થયા હતા.
હાલ બંન્ને ફિલ્મ 'જગ્ગા જાસૂસ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે અને બંન્ને એકબીજા સાથે ખૂબ ફ્રેન્ડલી બિહેવ કરી રહ્યાં છે. પ્રમોશન દરમિયાન બંન્ને એકબીજાની મજાક ઉડાવતાં પણ જોવા મળ્યા હતા. બ્રેકઅપ બાદ હવે રણબીર અને કેટરિના એકબીજા વિશે શું કહે છે, એ વાંચો અહીં...
|
ક્યૂટ વીડિયો
કેટરિનાએ રિસન્ટલી જ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું છે. પોતાના ઇનસ્ટા એકાઉન્ટ પર તેણે 'જગ્ગા જાસૂસ'ના પ્રમોશન માટે બે વીડિયો પોસ્ટ કર્યાં છે, જેમાંનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં રણબીરને ફેન્સ સામે ફ્લાઇંગ કિસ આપતો જોઇ કેટરિના તેને સ્લેપ હિટ ટોય વડે મારતી જોવા મળે છે.

રણબીર સોશિયલ મીડિયા પર શા માટે નથી?
એક પ્રમોશનલ રેડિયો ઇવેન્ટમાં કેટરિનાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવું એ પણ એક ટાસ્ક છે. તમારે વારે-વારે તમારું એકાઉન્ટ અપડેટ કરતાં રહેવું પડે છે. રણબીર ખૂબ લેઝી છે, માટે જ તે સોશિયલ મીડિયા પર નથી.

રણબીરનો જવાબ
કેટરિનાની આ વાતનો જવાબ આપતાં રણબીરે કહ્યું હતું કે, પણ હું ઇન્સ્ટાગ્રામ પર છું. કેટરિનાને ઇન્સ્ટા પર ફોલો કરનાર ત્રીજો વ્યક્તિ હું હતો. જેવો કેટરિના ઇન્સ્ટાગ્રામ પર ફોટો મુકે કે તરત હું તેને ફોન કરીને એ ફોટો અંગે વાત કરું છું, જેમ કે, એ ફોટો મુકવા પાછળનો તેનો હેતુ, ફોટોનો એંગલ વગેરે.

જગ્ગા જાસૂસની બનશે સિક્વલ?
એક લીડિંગ ડેઇલી સાથે વાત કરતાં રણબીરે કહ્યું હતું કે, અમે 'જગ્ગા જાસૂસ' બનાવવાનું વિચાર્યું ત્યારે જ એની સિક્વલ ફિલ્મ વિશે પણ વિચારી લીધું હતું. આ ફિલ્મમાં હું એવા યુવકનું પાત્ર ભજવી રહ્યો છું, જે પોતાના પિતાને શોધવા નીકળે છે. જે રીતે આ ફિલ્મ બની છે, એના પરથી એ વાત પાક્કી છે કે, આ ફિલ્મની સિક્વલમાં મારા ગ્રાન્ડ-ચિલ્ડ્રન મને શોધવા નીકળશે.

પ્રોડ્યૂસર તરીકે છેલ્લી ફિલ્મ
રણબીર કપૂર આ ફિલ્મના પ્રોડ્યૂસર છે. જો કે, તેણે ખુલાસો કર્યો છે કે, પ્રોડ્યૂસર તરીકે આ તેની પહેલી અને છેલ્લી ફિલ્મ હશે. તેણે કહ્યું હતું, હું એક્ટર તરીકે જ ઠીક છું. હું આળસુ છું અને મને નથી લાગતું કે ફિલ્મમેકિંગ મારા માટે છે. જો કે, મને ગર્વ છે કે, 'જગ્ગા જાસૂસ'માં પ્રોડ્યૂસર તરીકે મારું નામ આવશે.

ફિલ્મ જેટલી મારી છે એટલી જ કેટરિનાની પણ છે
કેટરિના અંગે વાત કરતાં રણબીરે કહ્યું હતું કે, આ ફિલ્મ જેટલી મારી છે, એટલી જ કેટરિનાની પણ છે. તેણે ફિલ્મમાં ખૂબ મહેનત કરી છે અને પ્રમોશનમાં પણ કરશે. કેટરિના ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અને બેસ્ટ ડાન્સર છે.

મોડી રિલીઝ બદલ માંગી માફી
સોંગ લોન્ચ ઇવેન્ટમાં જ રણબીરે મીડિયા અને ફેન્સનું સંબોધન કરતાં કહ્યું હતું કે, આ ફિલ્મ લેટ રિલીઝ થઇ રહી છે, એ માટે અમે સૌની માફી માંગીએ છીએ. અમારામાંથી કોઇને ખબર નહોતી કે, ફિલ્મ બનતાં આટલો બધો ટાઇમ લાગશે. હું માનું છું ત્યાં સુધી આમાં અમારા સૌની ભૂલ છે, ફિલ્મની લેટ રિલીઝ માટે અમે બધા જવાબદાર છીએ.