For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : દીપિકા તો કંઈ નથી, દેવિકા હતી ફર્સ્ટ ઑનસ્ક્રીન કિસર!

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 12 મે : આપણું જીવન અનેક લાક્ષણિક ક્ષણોથી ભરેલુ હોય છે. એ આપણી ઉપર હોય છે કે આપણે આવી ક્ષણોને કઈ રીતે માણીએ કે જોઇએ છીએ. તેવી જ રીતે બૉલીવુડ પણ અનેક લાક્ષણિક ક્ષણોથી ભરેલું રહ્યું છે અને આવી અનેક ક્ષણો ઐતિહાસિક બની જતી હોય છે.

થોડાક મહીના પહેલા જ ભારતીય સિનેમાએ પોતાના 100 વર્ષની ઉજવણી કરી હતી અને સફર દરમિયાન બૉલીવુડ સાથે અનેક જાણીતી-વણજાણીતી ક્ષણો જોડાયેલી રહી છે. જો આપ આજે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે વચ્ચેના લિપલૉક સીનને આઇકૉનિક એટલે કે માનતા હોવ, તો આપ એકદમ ખોટા છો. વર્ષો પહેલા 1933માં હિમાંશુ રાય અને દેવિકા રાણીએ પહેલી વાર ઑનસ્ક્રીન કિસ સીન આપ્યુ હતું. તેવી જ રીતે આજની યુવાન પેઢીએ માત્ર આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણેને સ્વિમસૂટમાં જોઈ હતી, તેઓને કદાચ ખબર નહીં હોય કે શર્મિલા ટાગોર એન ઇવનિંગ ઇન પેરિસમાં આવું સ્વિમસૂટ પહેરી ચુક્યાં છે.

આજે અમે આપની સમક્ષ લઈને આવ્યા છીએ ફર્સ્ટ ઑન સ્ક્રીન કિસથી ફર્સ્ટ બિકિની ગર્લ સુધીના અનેક આઇકૉનિક ક્ષણો :

ફર્સ્ટ ઑનસ્ક્રીન કિસ

ફર્સ્ટ ઑનસ્ક્રીન કિસ

રુઢિવાદી પરિવારમાંથી આવતાં અભિનેત્રી દેવિકા રાણીએ ભારતીય દર્શકોને તે વખતે ચોંકાવી દીધા હતા કે જ્યારે 1933માં આવેલી ફિલ્મ કર્મમાં તેમણે હિમાંશુ રાયને ઑનસ્ક્રીન કિસ કરી હતી. આ ભારતીય સિનેમાની ફર્સ્ટ ઑનસ્ક્રીન કિસ હતી.

ફર્સ્ટ કલર ફિલ્મ

ફર્સ્ટ કલર ફિલ્મ

1937માં રિલીઝ થયેલી ફિલ્મ કિસાન કન્યા પ્રથમ કલર ફિલ્મ હતી. જોકે મુઘલ-એ-આઝમ ચર્ચામાં હતી, કારણ કે તે આસિફે એક રીલ ટેક્નીકલરમાં ફિલ્મ્ડ કરી હતી. મોતી બી ગિડવાણી દિગ્દર્શિત અને આદેશિર ઈરાની નિર્મિત કિસાન કન્યા પ્રથમ કલર ફિલ્મ હતી.

ઑસ્કાર નૉમિનેટેડ ફર્સ્ટ ફિલ્મ

ઑસ્કાર નૉમિનેટેડ ફર્સ્ટ ફિલ્મ

ઑસ્કાર માટે નૉમિનેટ થયેલી પહેલી ભારતીય ફિલ્મ હતી મધર ઇન્ડિયા કે જેમાં નરગિસે એક સંઘર્ષશીલ મહિલા અને માતાની ભૂમિકા ભજવી હતી. મહેબૂબ ખાન નિર્મિત, દિગ્દર્શિત અને લિખિત મધર ઇન્ડિયા ફિલ્મમાં સાચે જ ભારતની તમામ માતાઓનું પ્રતિનિધિત્વ કરતી હતી.

ફર્સ્ટ ઑસ્કાર વિનર મહિલા

ફર્સ્ટ ઑસ્કાર વિનર મહિલા

ભારતીય સિનેમાના મોસ્ટ રિસ્પેક્ટેડ કૉસ્ચ્યુમ ડિઝાઇનર ભાનુ અથૈયા પ્રથમ ઑસ્કાર પુરસ્કાર વિજેતા મહિલા હતાં. 1950ના દાયકામાં અથૈયાએ લગભગ સો ફિલ્મો માટે ગુરુ દત્ત, યશ ચોપરા, રાજ કપૂર, આશુતોષ ગોવારીકર, કૉનરૅડ રૉક્સ તથા રિચાર્ડ એટનબોરો સાથે કામ કર્યુ હતું. 1982માં તેમને ગાંધી ફિલ્મમાં કૉસ્ચ્યુમ ડિઝાઇન માટે ઑસ્કાર ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1991 અને 2002માં તેમણે નેશનલ ઍવૉર્ડ પણ મેળવ્યો હતો.

બેસ્ટ એક્ટ્રેસનો ઍવૉર્ડ મેળવનાર ફર્સ્ટ એન્ડ ઑન્લી એક્ટર

બેસ્ટ એક્ટ્રેસનો ઍવૉર્ડ મેળવનાર ફર્સ્ટ એન્ડ ઑન્લી એક્ટર

નિર્મલ પાન્ડે પ્રથમ અને એકમાત્ર એવા અભિનેતા છે કે જેમણે બેસ્ટ અભિનેત્રીનો ઍવૉર્ડ હાસલ કર્યો હતો. તેમણે 1996માં અમોલ પાલેકરની દાયરા ફિલ્મમાં અભિનેત્રીનો રોલ કર્યો હતો. નિર્મલ પાન્ડે અને ફિલ્મની લીડ એક્ટ્રેસ સોનાલી કુલકર્ણીને 1997માં ફ્રાંસ ખાતે વૅલેંસિએન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ અભિનેત્રીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

ફર્સ્ટ મહિલા નિર્માતા-દિગ્દર્શક

ફર્સ્ટ મહિલા નિર્માતા-દિગ્દર્શક

વર્ષો પહેલા ભારતીય સિનેમા પુરુષપ્રધાન હતું, પરંતુ 1926માં અભિનેત્રી ફાતમા બેગમે પહેલી વાર ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ઝંપલાવ્યું. ફાતિમાએ ફાતિમા ફિલ્મ્સ નામે નિર્માણ ક્ષેત્રે પગ મુક્યું અને બુલબુલ-એ-પરસ્તાન નામની ફિલ્મ બનાવી. તેમણે દિગ્દર્શન પણ કર્યું.

ફર્સ્ટ ડૉલ્બી સાઉંડ ફિલ્મ

ફર્સ્ટ ડૉલ્બી સાઉંડ ફિલ્મ

વિધુ વિનોદ ચોપરાની 1994માં આવેલી ફિલ્મ 1942 ઍ લવ સ્ટોરી બૉલીવુડની પ્રથમ ડૉલ્બી સાઉંડ ધરાવતી ફિલ્મ હતી. આર ડી બરમને સંગીત આપ્યુ હતું.

ફર્સ્ટ ટેક્નીકલર ફિલ્મ

ફર્સ્ટ ટેક્નીકલર ફિલ્મ

નિર્માતા-દિગ્દર્શક સોહરાબ મોદીની 1953માં આવેલી ફિલ્મ ઝાંસી કી રાની ફર્સ્ટ ટેક્નીકલર ફિલ્મ હતી. જોકે ફિલ્મ બૉક્સ ઑફિસે ખાસ ચાલી નહોતી શકી.

ફર્સ્ટ ડબલ રોલ

ફર્સ્ટ ડબલ રોલ

દાદાસાહેબ ફાલ્કેની ફિલ્મ લંકા દહનમાં અણ્ણા સાળુંકેએ ડબલ રોલ કર્યો હતો. અણ્ણાએ આ ફિલ્મમાં રામ અને સીતા બંનેનો રોલ કર્યો હતો. કહે છે કે જ્યારે આ ફિલ્મ સિનેમા ઘરોમાં લાગી, ત્યારે લોકો જૂતા-ચપ્પલ બહાર મૂકીને ફિલ્મો જોવા જતા હતાં.

ફર્સ્ટ ઇંગ્લિશ સૉંગ

ફર્સ્ટ ઇંગ્લિશ સૉંગ

1933માં આવેલી કર્મ ફિલ્મ એવી પહેલી ફિલ્મ હતી કે જેમાં ઇંગ્લિશ ગીત હતું. આ ગીત અભિનેત્રી દેવિકા રાણીએ ગાયુ હતું.

ફર્સ્ટ બિકિની ગર્લ

ફર્સ્ટ બિકિની ગર્લ

શર્મિલા ટાગોર ભારતીય સિનેમાના પ્રથમ એવા અભિનેત્રી છે કે જેઓ સ્ક્રીન ઉપર બિકિની પહેરી આવ્યા હતાં. આ ફિલ્મ હતી એન ઇવનિંગ ઇન પેરિસ કે જે 1967માં આવી હતી. પછી શર્મિલાએ ફિલ્મફૅર મૅગેઝીના કવર પેજ ઉપર પણ બિકિની પહેરી પોઝ આપ્યો હતો.

ફર્સ્ટ એનિમેશન ફિલ્મ

ફર્સ્ટ એનિમેશન ફિલ્મ

આજકાલ એનિમેશન ફિલ્મોની બોલબાલા છે, પરંતુ આવો પ્રથમ પ્રયોગ 1931માં જર્મન ફોટોગ્રાફર બોચો ગુટાચવગરે લફંગા લંગૂર ફિલ્મ બનાવી કર્યો હતો.

ફર્સ્ટ ઇંસ્યોર્ડ ફિલ્મ

ફર્સ્ટ ઇંસ્યોર્ડ ફિલ્મ

ભારતીય સિનેમાની શરુઆત થયેલ 85 વર્ષ બાદ 1998માં આવેલી સુભાષ ઘઈની ફિલ્મ તાલ ફર્સ્ટ ઇંસ્યોર્ડ એટલે કે વીમિત ફિલ્મ હતી. આ ફિલ્મોનો 1.10 કરોડનો વીમો હતો.

ફર્સ્ટ 3ડી ફિલ્મ

ફર્સ્ટ 3ડી ફિલ્મ

ભારતની ફર્સ્ટ 3ડી ફિલ્મ હતી માય ડિયર કુટ્ટીચંતન કે જે 27 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી અને જે પછીથી હિન્દીમાં છોટા ચેતન તરીકે રિલીઝ થઈ હતી.

English summary
There are many iconic moments of Indian cinema which we are not aware of. Let's recollect the most iconic moments in film history.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X