For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘છપાક' નું IMDb રેટિંગ ઘટ્યુ, દીપિકા બોલીઃ તેમણે રેટિંગ બદલી છે, મારુ મન નહિ

દીપિકા પાદુકોણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે રેડિયો ચેનલના કાર્યક્રમમાં બોલી રહી છે.

|
Google Oneindia Gujarati News

જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં જ જવાહરલાલ યુનિવર્સિટીમાં થયેલી હિંસાના વિરોધમાં જેએનયુ છાત્રો સાથે ઉભી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયમાં ટ્રોલર્સ દ્વારા નિશાન બનાવવામાં આવી હતી. જેની અસર તેની વર્તમાન રિલીઝ છપાક પર પણ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર ફિલ્મ છપાકને બૉયકોટ કરવાના હેશટેગ પણ ટ્રેન્ડ કરવા લાગ્યા હતા. હવે તેની ફિલ્મની આઈએમડીબી રેટિંગ પર અસર થતી દેખાઈ રહી છે. તેની ફિલ્મને લોકોએ મોટી સંખ્યામાં ડાઉનવોટિંગ કરી છે.

‘તેમણે મારી આઈએમડીબી રેટિંગ બદલી છે, મારુ મન નહિ'

‘તેમણે મારી આઈએમડીબી રેટિંગ બદલી છે, મારુ મન નહિ'

દીપિકા પાદુકોણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે રેડિયો ચેનલના કાર્યક્રમમાં બોલી રહી છે. ટ્વિટર પર ફેન ક્લબ MonaDarlingx દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં દીપિકા પોતાના વિરોધીઓને એક સ્પષ્ટ સંદેશ આપતી દેખાઈ રહી છે. તે કહી રહી છે કે, ‘તેમણે મારી રેટિંગ બદલી છે, મારુ મન નહિ.' વીડિયો આ મહિનાની શરૂઆતનો છે. લોકપ્રિય સમીક્ષા એગ્રીગેટર વેબસાઈટ ‘સમીક્ષા બમબારી'ના ઘણા પેજો પર ફિલ્મ છપાકને મોટી સંખ્યામાં 1 સ્ટારની રેટિંગ આપવામાં આવી હતી. જેના કારણે આઈએમડીબી રેટિંગ 4.4 સ્ટાર સુધી ઘટી ગયુ હતુ. ત્યારબાદ હવે ફિલ્મની રેટિંગ 4.6 રહી ગઈ છે. જ્યારે સમીક્ષકોએ ફિલ્મની ઘણી પ્રશંસા કરી હતી.

જેએનયુ જવાની અસર તેની ફિલ્મ પર પડી છે

થોડા દિવસ અગાઉ દીપિકાએ જેએનયુના પ્રદર્શનકારી છાત્રોના પક્ષમાં પોતાનુ સમર્થન દર્શાવ્યુ હતુ. ત્યારબાદ ટ્વિટર પર ટ્રેન્ટ કરવા લાગ્યુ હતુ. મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત છપાક એક યુવતી માલતીની કહાની જણાવે છે જેનુ જીવન એક એસિડ હુમલા બાદ બદલાઈ જાય છે. ફિલ્મ એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના જીવનથી પ્રેરિત છે. છપાક એક મીડિયમ બજેટ ફિલ્મ છે જેને 35 કરોડમાં બનાવવામાં આવી છે. આમાં તેની પ્રિન્ટિંગ અને પબ્લિસિટીના કોસ્ટ પણ શામેલ છે. 20 જાન્યુઆરી સુધીના બૉક્સ ઑફિસ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે 32.4 કરોડ માત્ર ટિકિટોમાંથી કમાઈ લીધા છે. ફિલ્મો પોતાના મ્યૂઝિક રાઈટ્સ 3 કરોડ અને ડિજિટલ તેમજ સેટેલાઈટ્સ રાઈટ્સ 23 કરોડમાં વેચ્યા છે. આ બધાની જોડીને જોઈએ તો ફિલ્મ અત્યાર સુધીમાં 58.48 કરોડની કમાણી કરી ચૂકી છે. એટલુ જ નહિ, વિદેશોમાં ટિકિસ સેલથી છપાક 13 કરોડનુ કલેક્શન કરી ચૂકી છે.

શું છે આઈએમડીબી રેટિંગ

શું છે આઈએમડીબી રેટિંગ

આઈએમડીબીનુ નામ સાંભળ્યુ છે જો ફિલ્મોના શોખન હોય તો જરૂર સાંભળ્યુ હશે. કારણકે આઈએમડીબી ફિલ્મોનો રિવ્યુ કરવા સાથે સાથે તેને રેટિંગ પણ આપે છે. આઈએમડીબીના યુઝર્સ ફિલ્મોને રેટિંગ આપે છે. યુઝર્સના વોટોના આધારે ટોપ-10 ફિલ્મોની લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. આ લિસ્ટમાં જે ફિલ્મ 90-100 પોઈન્ટ મેલવે તેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. 80થી 90ળી એક્સીલેન્ટ, 70-80વાળી ઘણી સારી, 60-70વાળી સારી અને 55-60પોઈન્ટવાળી સરેરાશ ફિલ્મો હોય છે.

આ પણ વાંચોઃ ગુરુદ્વારાની બહાર તાપસીને અયોગ્ય રીતે સ્પર્શવાની કોશિશ, અભિનેત્રીએ વાળી દીધી આંગળીઆ પણ વાંચોઃ ગુરુદ્વારાની બહાર તાપસીને અયોગ્ય રીતે સ્પર્શવાની કોશિશ, અભિનેત્રીએ વાળી દીધી આંગળી

English summary
IMDb rating of Deepika Padukone's Chhapaak took a hit, with people downvoting film in large numbers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X