For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય સિનેમાની શતાબ્દીની ભવ્ય ઉજવણી કરાશે

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 22 નવેમ્બર : ભારતીય સિનેમા આવતા વર્ષે 100 વર્ષ પૂર્ણ કરશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતીય સિનેમાની આ અભૂતપૂર્વ સિદ્ધિ બદલ 2013માં મોટા પાયે એક સમારંભનું આયોજન કરવાનું નક્કી કર્યુ છે.

Indian Cinea 100 Years Logo

ભારતીય સિનેમાના સો વરસની ઉજવણી માટે ત્રણ જુદા-જુદા તબક્કામાં કામ કરાઈ રહ્યું છે. માહિતી અને પ્રસારણ સચિવ ઉદય કુમાર વર્માએ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની બેઠક દરમિયાન ભારતીય સિનેમાના 100 વર્ષ પૂર્ણ થવા અંગે એક સ્પેશિયલ પૅકેજનું ઉદ્ઘાટન કરતાં આ મુજબ જણાવ્યું.

વર્માએ જણાવ્યું - ભારતીય સિનેમાની અત્યાર સુધીની સફર, રાષ્ટ્રીય ફિલ્મ પંચ (એનએફસી) અને ભારતીય ફિલ્મોનો ઇતિહાસ એક સાથે એક મ્યુઝિયમમાં બતાવવામાં આવશે.

તેમણે એમ પણ જણાવ્યું - આ મ્યુઝિયમ મુંબઈના ફિલ્મ ડિવીઝનની પૈતૃક ઇમારત ગુલશ મહેલમાં બનાવવામાં આવશે. સાથે જ મંત્રાલય ફિલ્મ ડિવીઝનની એક અલગ ઇમારત ભારતીય સિનેમાનો આજ અને ભાવી પણ સાથે શોકેસ કરવા અંગે વિચારી રહ્યું છે. મંત્રાલય દ્વારા પૂરા 1200 કરોડ રુપિયા ભારતીય સિનેમાના સંરક્ષણ તેમજ આ પ્લાન માટે રાખવામાં આવ્યાં છે.

તેમણે જણાવ્યું - અમે આપણી સભ્યતાને જાળવી રાખવા માંગીએ છીએ. મંત્રાલય એનએફસને ઇન્ડિયામાં શુટિંગ કરવા ઇચ્છનારાઓને મંજૂરી આપવા અંગે કહેવા માટે વિચારી રહ્યું છે. અમારું માનવું છે કે આનાથી મંત્રાલયને મોટા પાયે પોતાને રિપ્રેઝેંટ કરવાની તક મળશે.

English summary
The Union Information and Broadcasting Ministry has charted out a three-pronged strategy to celebrate the centenary year of Indian cinema in 2013, a senior I&B official said.Three different steps have been worked out to celebrate the legacy of 100 years of Indian cinema.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X