VIDEO: પ્રિયંકા ચોપડાએ બોલિવુડ ફિલ્મોની ઉડાવી મજાક, માત્ર હિપ્સ અને…
બોલિવુડથી હોલિવુડ સુધીની સફર પસાર કરનારી પ્રિયંકા ચોપડાએ બોલિવુડ ફિલ્મો અંગે વિવાદિત નિવેદન આપ્યુ છે. છેલ્લા કેટલાક દિવસોથી પ્રિયંકા ચોપડા પોતાના વિવાદિત નિવેદનોના કારણે વિવાદોમાં છે.
બોલિવુડથી હોલિવુડ સુધીની સફર પસાર કરનારી પ્રિયંકા ચોપડાએ બોલિવુડ ફિલ્મો અંગે વિવાદિત નિવેદન આપ્યુ છે. છેલ્લા કેટલાક દિવસોથી પ્રિયંકા ચોપડા પોતાના વિવાદિત નિવેદનોના કારણે વિવાદોમાં છે. પહેલા પોતાના શો ક્વોન્ટિકોમાં ભારતીય હિંદુઓને આતંકવાદી કહેવા અંગે તે વિવાદોમાં ફસાઈ તો હવે પ્રિયંકા બોલિવુડ ફિલ્મોની મજાક ઉડાવી છે. વાસ્તવમાં પ્રિયંકા ચોપડાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જો કે તે વીડિયો 2 વર્ષ જૂનો છે પરંતુ હવે તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.

પ્રિયંકાએ ઉડાવી હિંદી ફિલ્મોની મજાક
2 વર્ષ પહેલા થયેલા એમી એવોર્ડઝ 2016 માં પ્રિયંકાએ બોલિવુડ ફિલ્મ્સ અને ગીતો અંગે વિવાદિત નિવેદન આપ્યુ હતુ. વીડિયોમાં જોઈ શકાય છે કે રિપોર્ટરે પ્રિયંકાને બોલિવુડ ફિલ્મોના ડાંસ મુવ્ઝ કરવા કહ્યુ તો તેના જવાબમાં પ્રિયંકા કહે છે કે બોલિવુડની ફિલ્મોમાં બધુ હિપ્સ અને બુબ્ઝ પર થાય છે. તેણે અમુક ડાંસ મુવ્ઝ પણ કરીને બતાવ્યા. પ્રિયંકાએ કહ્યુ કે ભારતીય ફિલ્મો હિરોઈનના હિપ્સ અને બુબ્ઝની આસપાસ ઘુમે છે. આ વીડિયો અંગે લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

પ્રિયંકાના નિવેદનથી બોલિવુડ અભિનેત્રીઓ થઈ શકે છે નારાજ
આ વીડિયોના વાઈરલ થવાથી લોકો પ્રિયંકાનો ખૂબ વિરોધ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો પ્રિયંકાને બૉયકૉટ કરવાની પણ માંગ કરી દીધી છે. એક યુઝર્સે પ્રિયંકાના નિવેદનની ટીકા કરતા લખ્યુ કે ભારતીય ફિલ્મો અંગે પ્રિયંકા ચોપડાના આ વિચાર છે જે ફિલ્મોના કારણે તે આજે હોલિવુડમાં છે.

અમેરિકન શો ક્વોન્ટિકોના એક સીનના કારણે વિવાદોમાં ફસાઈ
આ પહેલા પ્રિયંકા ચોપડા પોતાના અમેરિકન શો ક્વોન્ટિકોના એક સીનમાં હિંદુઓને આતંકવાદી કહીને વિવાદોમાં ફસાઈ હતી. શો માં હિંદુઓને આતંકવાદી બતાવવામાં આવ્યા હતા. આના કારણે પ્રિયંકા અને તેના શો ની ખૂબ નિંદા કરવામાં આવી હતી. ત્યારબાદ ક્વોન્ટિકો મેકર્સ એનબીસી નેટવર્ક અને પ્રિયંકા ચોપડાએ માફી માંગી હતી.

ડ્રેસને કારણે ટ્રોલ થઈ પ્રિયંકા ચોપડા
ઘણી વાર પોતાના ડ્રેસના કારણે પ્રિયંકા ચોપડા ટ્રોલ થઈ છે. હાલમાં જ તેણે સફારી સૂટ પહેર્યુ હતુ જેમાં તેણે સ્કર્ટ પહેર્યુ હતુ પરંતુ સફારી શર્ટમાં ઉપરની જગ્યાએ કટ હતા. પ્રિયંકાના આ ડ્રેસ માટે સોશિયલ મીડિયામાં તેની ખૂબ મજાક ઉડી હતી. બ્લૂ રંગના આ સુટના ઉપરના ભાગમાં કટ હોવાના કારણે તે ટ્રોલ થઈ રહી છે.
Humari billi hume hi meow .#Shame
— Hunट₹₹♂ (@nickhunterr) June 9, 2018
#PriyankaChopra #Quantico #quantico3 pic.twitter.com/vY8cgwqJM1
I have just unfollowed @priyankachopra on Twitter and decided not to watch any of her movies/shows from now on.
— Shusmita Rani 🇮🇳 (@ShusmitaRani) June 9, 2018
I request everyone to do the same. #BoycottPriyanka
It feels sad to see how its easy for them to defame d country who gave dem identity! @priyankachopra if ur boobs and hips r ur source of getting roles in Hindi movies, wat got u work in Hollywood den (Ofcourse not ur acting skills)??
— Aarohi Tripathy 🇮🇳 (@aarohi_vns) June 9, 2018
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
