
આમિર ખાનની દીકરી આએરા ખાને શેર કર્યા બૉયફ્રેન્ડ નૂપુર સાથે ક્યુટ રોમેન્ટીક ફોટા
આમિર ખાનની દીકરી આએરા ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર બૉયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે ઢગલો ફોટા બનાવીને એક સરસ વીડિયો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 24 વર્ષની આએરા છેલ્લા ઘણા સમયથી નૂપુરને ડેટ કરી રહી છે અને તેણે આ વીડિયો દ્વારા પોતાના રિલેશનશિપની ઝલક આપી. આએરાએ વીડિયો શેર કરીને લખ્યુ - તારા કારણે હું મજબૂત છુ. આએરાના આ વીડિયોને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેના ફેન ક્લબ્ઝે તો આ વીડિયો ખૂબ જ શેર કર્યો છે.

ક્યુટ ફોટો
આ વીડિયો પર ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફે કમેન્ટ કરીને તેને ક્યુટ ગણાવ્યો જ્યારે આએરાના બૉયફ્રેન્ડ નૂપુર શિખરેએ પણ તેને જણાવ્યુ કે તે આએરાને કેટલો પ્રેમ કરે છે. આમાંથી મોટાભાગના ફોટામાં આએરા અને નૂપુર એકબીજા સાથે લંચ ડેટ અને ડિનર ડેટ પર જોવા મળી રહ્યા છે.

ફિટનેસ ટ્રેનરને કરી રહી છે ડેટ
નૂપુર શિખરે, આમિર ખાનના ફિટનેસ ટ્રેનર રહ્યા છે અને આએરા ખાન તેને ગયા વર્ષથી ડેટ કરી રહી છે. આ પહેલા આએરા અને તેના કૉલેજના એક દોસ્તના ફોટા પણ ઘણા વાયરલ થઈ ચૂક્યા છે પરંતુ આએરાએ ક્યારેય આના પર કોઈ ટિપ્પણી કરી નથી.

વેલેન્ટાઈન ડે પર પ્રપોઝ
નૂપુર સાથે આએરાએ પોતાના રિલેશનશિપન અધિકૃત રીતે સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો હતો. જ્યાં આએરાએ નૂપુર સાથે પોતાના ફોટા શેર કરીને તેને વેલેન્ટાઈન્સ ડેની શુભકામનાઓ આપી હતી. નૂપુરે પણ અમુક ફોટા શેર કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને આ રિલેશનશિપ ઑફિશિયલ કરી હતી. નૂપુરે પોતાની પોસ્ટમાં આએરા સાથેનો ફોટો શેર કર્યો હતો.

નૂપુરે આપ્યો સાથ
તમને જણાવી દઈએ કે આઈરાએ ગયા વર્ષે સોશિયલ મીડિયામાં ડિપ્રેશન સાથે પોતાનો અનુભવ શેર કર્યો હતો. જો કે નૂપુર આ દરમિયાન આએરા સાથે મજબૂતી સાથે ઉભા રહ્યા. આએરા ઘણી વાર બંનેના ફોટા શેર કર્યા છે.

લઈ ચૂકી છે પોતાનુ નાનુ ઘર
આએરા અત્યાર સુધી આમિર ખાન સાથે રહેતી હતી પરંતુ ગયા વર્ષે તેણે પોતાનુ ઘર લીધુ છે અને તેમાં શિફ્ટ થઈ ગઈ છે. આએરાએ આ ફોટા ઈન્ટરનેટ પર શેર કર્યા હતા. લૉકડાઉનમાં તે પોતાના પિતા આમિર, પત્ની કિરણ રાવ, ભાઈ આઝાદ અને બાકીના પરિવાર સાથે પંચગનીના ફાર્મહાઉસમાં રહેતી હતી.