ઈલાજ બાદ ઘરે પાછા આવવા તૈયાર ઈરફાન, પરિવાર સાથે ભારતમાં મનાવશે દિવાળી!
મહિનાઓ લંડનમાં કેન્સરનો ઈલાજ કરાવી રહેલા ઈરફાન ટૂંક સમયમાં દેશ પાછા ફરવાના છે. ઈરફાન ખાન દિવાળી પોતના સમગ્ર પરિવાર સાથે ભારતમાં મનાવશે.
બોલિવુડના દિગ્ગજ અભિનેતાઓમાંના એક એવા ઈરફાન ખાનના ફેન્સ માટે ખુશખબરી છે. મહિનાઓ લંડનમાં કેન્સરનો ઈલાજ કરાવી રહેલા ઈરફાન ટૂંક સમયમાં દેશ પાછા ફરવાના છે. ઈરફાન ખાન દિવાળી પોતના સમગ્ર પરિવાર સાથે ભારતમાં મનાવશે. ઈરફાન પોતાના ઈલાજ વચ્ચે થોડા દિવસની રજાઓ લઈને ભારત આવી રહ્યા છે. રજાઓ પછી તે ફરીથી ઈલાજ માટે યુકે જતા રહેશે. પહેલા સમાચાર હતા કે ઈરફાન દિવાળી બાદ ભારત આવશે.

મહિનાઓના ઈલાજ બાદ પાછા ફરશે ઘરે
અભિનેતા ઈરફાન ખાન મહિનાઓ બાદ દેશ પાછા ફરી શકે છે. મિડ ડે ના સમાચાર અનુસાર ઈરફાન દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે ભારતમાં મનાવશે પરંતુ હવે ચર્ચા છે કે દિવાળી પરિવાર સાથે દેશમાં મનાવશે. સમાચાર અનુસાર, ‘ઈરફાન અને તેમનો પરિવાર પોતાના નાસિક ફાર્મ હાઉસ પર દિવાળી મનાવવાનો પ્લાન કરી રહ્યો છે. આ 10 દિવસની એક નાની ટ્રીપ હશે.'

દિવાળી બાદ પાછા જતા રહેશે યુકે
સમાચાર અનુસાર ઈરફાન ખાસ દિવાળી મનાવવા 10 દિવસ માટે ભારત આવશે. ત્યારબાદ તે યુનાઈટેડ કિંગ્ડમ પોતાના ઈલાજ માટે પાછા આવશે. ઈરફાને માર્ચમાં એન્ડ્રોક્રાઈન ટ્યુમર હોવાના સમાચારનો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા હતા. ત્યારબાદથી જે તે યુકેમાં તેનો ઈલાજ કરાવી રહ્યા છે. આ દરમિયાન તેમની ફિલ્મ કારવાં પણ રિલીઝ થઈ પરંતુ તેના પ્રમોશનમાં ઈરફાન શામેલ થયા નહિ. તે સોશિયલ મીડિયા દ્વારા જ ફિલ્મથી જોડાયેલા રહ્યા.

આ ફિલ્મથી કરી શકે છે કમબેક
સોશિયલ મીડિયા દ્વારા તે ફેન્સને પોતાની તબિયત વિશે સમાચાર આપી રહ્યા છે. તેમણે લાંબો પત્ર લખીને ફેન્સ સાથે એ પીડા શેર કરી હતી જેને તે અત્યાર સુધી પોતાની અંદર સમેટતા આવ્યા હતા. ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યુમર જેવી દૂર્લભ બિમારી સામે ઝઝૂમી રહેલા ઈરફાને પોતાના પત્રમાં લખ્યુ કે આ દુનિયામાં અનિશ્ચિતતા જ સૌથી નિશ્ચિત છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે ઈરફાન શૂજીત સરકારની ઉધમ સિંહની બાયોપિકમાં જોવા મળશે. આ બાયોપિક દ્વારા તે ઈલાજ માટે ફિલ્મોમાં કમબેક કરશે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
