શું આ સ્ટારકિડને ડેટ કરી રહી છે 'જન્નત' ફેમ સોનલ ચૌહાણ?

Written By:
Subscribe to Oneindia News

સોનલ ચૌહાણ એક્ટ્રેસ યાદ છે? ઇમરાન હાશ્મીની સુપરહિટ ફિલ્મ 'જન્નત'ની સુંદર એક્ટ્રેસ. લોકો માની રહ્યાં હતા કે, હાલ બોલિવૂડમાંથી તે લગભગ ગાયબ છે. પરંતુ છેલ્લા થોડા સમયથી સોનલનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. સોનલ ચૌહાણ પોતાનાથી 5 વર્ષ નાના એક યુવકને ડેટ કરી રહી છે, જે બોલિવૂડની એક જમાનાની સુપરસ્ટાર એક્ટ્રેસનો પુત્ર છે.

સોનલ ચૌહાણ અને અભિમન્યુ દાસાની

સોનલ ચૌહાણ અને અભિમન્યુ દાસાની

સ્પોટબોયની રિપોર્ટ અનુસાર સોનલ હાલ અભિમન્યુ દાસાની ને ડેટ કરી રહી છે. કોણ છે અભિમન્યુ દાસાની? સલમાનની સુપરહિટ ફિલ્મ 'મેંને પ્યાર કિયા'ની એક્ટ્રેસ ભાગ્યશ્રીનો પુત્ર છે અભિમન્યુ. સોનલ અને અભિમન્યુને ઘણીવાર સાથે ફરતા અને પાર્ટી કરતા સ્પોટ કરવામાં આવ્યા છે.

કઇ રીતે મળ્યા આ બંન્ને?

કઇ રીતે મળ્યા આ બંન્ને?

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સોનલ અને અભિમન્યુ પ્રથમ મુલાકાત લગભગ એક વર્ષ પહેલાં કોમન ફ્રેન્ડ થકી થઇ હતી. ત્યારથી આ બંન્ને સતત સાથે જોવા મળી રહ્યાં છે. ફેબ્રૂઆરીમાં અભિમન્યુએ પોતાની બર્થ ડે પોતાના કેટલાક ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે સેલિબ્રેટ કરી હતી, આ પાર્ટીમાં સોનલ પણ હાજર હતી. ત્યાર બાદ જસ્ટિન બીબરના કોન્સર્ટમાં પણ બંન્ને સાથે પહોંચ્યા હતા.

બોલિવૂડમાં ડેબ્યૂ કરશે અભિમન્યૂ

બોલિવૂડમાં ડેબ્યૂ કરશે અભિમન્યૂ

અભિમન્યૂ દાસાની પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા ઉત્સુક સ્ટારકિડ્સમાંનો એક છે. કહેવાઇ રહ્યું છે કે, અનુરાગ કશ્યપના પ્રોડક્શન હાઉસની ફિલ્મ થકી તે ડેબ્યૂ કરશે. 'પેડલર્સ'ના ડાયરેક્ટર વસન બાલનની એક્શન-કોમેડી ફિલ્મ 'મર્દ કો દર્દ નહીં હોતા' દ્વારા અભિમન્યુ બોલિવૂડમાં પદાર્પણ કરે એવી શક્યતા છે.

સોનલ ચૌહાણ

સોનલ ચૌહાણ

છેલ્લા થોડા સમયમાં સોનલની કોઇ ખાસ ફિલ્મો નથી આવી, પરંતુ તેની બર્થ ડે પાર્ટીમાં અરબાઝ અને સોનલને સાથે જોઇને અનેક અફવાઓ ઉડી હતી. આ પહેલાં સોનલનું નામ નીલ નીતિન મુકેશ અને સિદ્ધાર્થ માલ્યા સાથે જોડાઇ ચૂક્યું છે. સોનલ ચૌહાણ હાલ સાઉથની ફિલ્મોમાં નસીબ અજમાવી રહી છે.

English summary
Is Sonal Chauhan dating Bhagyashree's son Abhimanyu Dassani?
Please Wait while comments are loading...