ફિલ્મના ટ્રેલરમાં આ શબ્દનો ઉપયોગ SRK-ઇમ્તિયાઝને પડ્યો ભારે

Written By:
Subscribe to Oneindia News

'જબ હેરી મેટ સેજલ' ફિલ્મનું ટ્રેલર છેલ્લા કેટલાયે સમયથી વિવાદમાં છે. શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની આ ફિલ્મના એક ટ્રેલરમાં ઇન્ટરકોર્સ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને કારણે વિવાદ સર્જાયો છે. શાહરૂખ ખાન પહેલા જ આ અંગે પોતાનું નિવેદન આપી ચૂક્યાં છે, હવે ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલીએ પણ મીડિયા સામે આ અંગે ખુલીને પોતાનો પક્ષ મુક્યો છે.

શું છે વિવાદ?

શું છે વિવાદ?

સેન્સર બોર્ડના ચીફ પહલાજ નિહલાનીએ કહ્યું હતું કે, ફિલ્મના ઓફિશિયલ ટ્રેલરમાં આ શબ્દનો ઉપયોગ ન થવો જોઇએ. તેમણે કહ્યું હતું કે, જો ઓફિશિયલ ટ્રેલરમાં આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો તો તેઓ એ શબ્દ કાઢી નાંખશે.

કરી હતી વોટની માંગ

કરી હતી વોટની માંગ

ત્યાર બાદ પહલાજ નિહલાનીએ કહ્યું હતું કે, જો આ શબ્દના પક્ષમાં એક લાખ વોટ મળશે તો ટ્રેલરમાં આ શબ્દના ઉપયોગની પરમિશન આપવામાં આવશે. આ શબ્દના પક્ષમાં એક લાખથી પણ વધુ વોટ મળ્યા. ત્યાર બાદ જ્યારે પહલાજ નિહલાનીને આ અંગે પૂછવામાં આવ્યું, તો તેમણે કંઇ પણ ઉત્તર આપવાની ના પાડી દીધી હતી.

ઇમ્તિયાઝ અલીનું નિવેદન

ઇમ્તિયાઝ અલીનું નિવેદન

સોમવારે રાત્રે આ ફિલ્મનું બીજુ સોંગ 'બીચ બીચ મેં' લોન્ચ કરવામાં આવ્યું હતું. અહીં ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલીને આ અંગે પૂછવામાં આવ્યું, તો તેમણે કહ્યું કે, સેન્સર બોર્ડ માત્ર પોતાનું કામ કરી રહ્યું છે, ટ્રેલરમાં કદાચ તેમને આ શબ્દ યોગ્ય ન લાગ્યો હોય, પરંતુ આ ફિલ્મ જોયા બાદ તેઓ આ શબ્દ અંગે આપત્તિ નહીં લે. હાલ હું આ અંગે કંઇ કહેવા માંગતો નથી.

શાહરૂખ ખાનનું નિવેદન

શાહરૂખ ખાનનું નિવેદન

શાહરૂખ ખાને પણ ઇમ્તિયાઝ અલીના સૂરમાં સૂર પૂરાવતાં એ જ કહ્યું હતું કે, ફિલ્મ જોયા બાદ તેમને આ શબ્દ સામે વાંધો નહીં રહે. આ પહેલાં ઇદ પર જ્યારે શાહરૂખે મીડિયા સાથે વાત કરી હતી, ત્યારે પણ શાહરૂખે ખૂબ શાંતિપૂર્વક આ સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે, હું કે ફિલ્મમેકર્સ ફિલ્મના પ્રમોશન માટે આ શબ્દનો ઉપયોગ નથી કરી રહ્યાં. એવી જરૂર જ નથી. સેન્સર બોર્ડ જ્યારે આ ફિલ્મ જોશે, ત્યારે તેમને ખ્યાલ આવી જશે કે આ ફિલ્મમાં આ શબ્દના ઉપયોગનો ખોટો પ્રભાવ નથી પડી રહ્યો.

"આશા રાખું છું કે, SRK સાથે મેં ન્યાય કર્યો છે"

આ ફિલ્મમાં ઇમ્તિયાઝ અલી પહેલીવાર શાહરૂખ ખાન સાથે કામ કરી રહ્યાં છે. 'બીચ બીચ મેં' સોંગ લોન્ચ ઇવેન્ટમાં પોતાના આ અનુભવ વિશે જણાવતાં ઇમ્તિયાઝે કહ્યું હતું કે, હું આશા રાખું છું કે, શાહરૂખ જેવા ટેલેન્ટ સાથે મેં ન્યાય કર્યો છે. શાહરૂખ સાથે કામ કરવાનો અનુભવ શાનદાર રહ્યો. તે ખૂબ ગ્રેસફુલ, મજેદાર અને જોશીલા છે. હું તો ઘણા વર્ષોથી શાહરૂખ સાથે કામ કરવા ઇચ્છતો હતો.

English summary
Jab Harry Met Sejal director Imtiaz Ali reacts to CBFC banning the word intercourse.
Please Wait while comments are loading...