આપણાં ઍવૉર્ડ્સ ટીવી શો બની રહી ગયાં છે : જ્હૉન
મુંબઈ, 1 માર્ચ : બૉલીવુડના જાણીતા અભિનેતા-નિર્માતા જ્હૉન અબ્રાહમનું કહેવું છે કે બૉલીવુડ ઍવૉર્ડ ટેલીવિઝન શો બની રહી ગયાં છે અને તેઓ ઑસ્કાર ઍવૉર્ડ્સની કક્ષાના ક્યારેય ન હોઈ શકે. બૉલીવુડમાં 10 વરસની યાત્રા કરી ચુકેલ જ્હૉન અબ્રાહમ હાલ પોતાની આઈ મી ઔર મૈં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

આઈ પી ઔર મૈં ફિલ્મના પ્રમોશન દરમિયાન એક ઇવેન્ટમાં જ્હૉન અબ્રાહમે મીડિયા સાથે વાતચીત કરી. જ્હૉનનું માનવું છે કે બૉલીવુડમાં અપાતા ઍવૉર્ડ્સ માત્ર નામના છે. તેમાં માત્ર એક્ટરોને એંટરટેનમેંટ કરવા બોલાવાય છે અને જે પણ કલાકારો આ ફંક્શન્સમાં પરફૉર્મ કરે છે, તેને જ ઍવૉર્ડ મળી જાય છે.
જ્હૉન અબ્રાહમને મુંબઈમાં પોતાની ફિલ્મ આઈ મી ઔર મૈંના પ્રચાર દરમિયાન પુછવામાં આવ્યુ હતું કે આપણાં ઍવૉર્ડ ઑસ્કારની કક્ષાએ કેમ ન પહોંચી શકે? તેના જવાબમાં જ્હૉને જણાવ્યું - આપણા તમામ ઍવૉર્ડ્સ શો ટેલીવિઝન શો છે. કલાકારોએ ટીઆરપી માટે આ શોમાં નાચવું પડે છે અને અભિનય કરવો પડે છે.
તેમણે આગળ જણાવ્યું - આપણો એક પણ ઍવૉર્ડ ગંભીર ઍવૉર્ડ નથી. મને નથી લાગતું કે આપણે ક્યારેય નિષ્પક્ષ ઍવૉર્ડની કક્ષાએ પહોંચી શકીશું. જે કલાકાર ડાંસ કરે, તેને પુરસ્કાર મળે છે. એવું કાયમ થતું આવ્યું છે. જ્હૉને એમ પણ જણાવ્યું - જોકે આ વર્ષે તેમને તેમાં પરિવર્તન દેખાયું છે અને સારી ફિલ્મોને પુરસ્કારો મળ્યાં છે. આ વર્ષે પાન સિંહ તોમર, વિકી ડૉનર, ઓહ માય ગૉડ, ઇંગ્લિશ વિંગ્લિશ અને કહાની જેવી ફિ્લમોને પુરસ્કાર મળ્યાં છે, પરંતુ મારુ હજુય માનવું છે કે આપણે નિષ્પક્ષ પુરસ્કારો શરૂ કરવાની જરૂર છે. મને નથી લાગતું કે આપણે મૅચ્યોરિટીની તે કક્ષાએ પહોંચ્યા છીએ. નોંધનીય છે કે જ્હૉનની ફિલ્મ આઈ મી ઔર મૈં આજે રિલીઝ થઈ છે.












Click it and Unblock the Notifications
