For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિલ્મ રિવ્યૂ જંગલીઃ બકવાસ સ્ટોરી પણ એક્શન છે શાનદાર

ફિલ્મ રિવ્યૂ જંગલીઃ બકવાસ સ્ટોરી પણ એક્શન છે શાનદાર

By Staff
|
Google Oneindia Gujarati News

વિદ્યુત જામવાલની ફિલ્મ જંગલી સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ ચક રશૈલના નિર્દેશનમાં બની છે. ફિલ્મની કહાની શરૂ થાય છે રાજ નાયર સાથે, જે મુંબઈમાં રહે છે અને પ્રાણીઓનો ડૉક્ટર છે. રાજ 10 વર્ષથી મુંબઈમાં રહે છે, જ્યારે તેની માંની બરસી પર પિતા તેને પરત પોતાના પૈતૃક ગામ આવવા કહે છે. રાજના પિતા હાથિઓનું અભ્યારણ્ય સંભાળતા હતા.

ફિલ્મની સ્ટોરી

ફિલ્મની સ્ટોરી

રાજની સાથે મુંબઈથી એક જર્નલિસ્ટ મીરા (આશા ભટ્ટ) પણ આવે છે, જે તેના પિતાનું ઈન્ટર્વ્યૂ કરવા માંગે છે. ગામ પહોંચીને રાજની મુલાકાત પાળપણની મિત્ર શંકરા (પૂજા સાવંત) સાથે થાય છે, જે અત્યારે એક મહાવત હોય છે. રાથે જ બે હાથી સાથે રાજની મિત્રતા થઈ જાય છે- દીદ અને ભોલી જે બાળપણમાં તેની સાથે જ મોટા થયા હોય છે.

સ્ટોરીમાં વળાંક

સ્ટોરીમાં વળાંક

પરંતુ સ્ટોરીમાં વળાંક ત્યારે આવે છે જ્યારે કેશવ (અતુલ કુલકર્ણી) પોતાના મિત્રો સાથે મળીને હાથીના દાંતોની તસ્કરી કરવા લાગે છે. બાકી સ્ટોરીઓની જેમ આ પણ આની આજુબાજુમાં જ ફર્યા કરે છે કે કેવી રીતે રાજ પોતાના અભ્યારણ્યના હાથીઓને બચાવે છે.

ચક રસૈલની એક્શન એડવેન્ચર

હૉલીવુડ નિર્દેશક ચક રસૈલે એક્શન એડવેન્ચર ફિલ્મ જંગલીની સાથે બૉલીવુડમાં પગલું ભર્યું છે. સંપૂર્ણ રીતે એક્શન ફિલ્મ બનાવવાને બદલે વિદ્યુત જામવાલ અભિનીત ફિલ્મ જંગલી ઈમોશનલ ડ્રામા છે, જે શરૂઆતથી જ કંટાળાજનક સાબિત થઈ છે. સુસ્ત કહાનીને કારણે ફિલ્મની એક્શન પણ દર્શકોને ઇમ્પ્રેસ નથી કરી શકતા.

બકવાસ છે ફિલ્મ

નિર્દેશક માણસ અને જાનવરો વચ્ચેની આ સંવેદનશીલ કહાનીને રજૂ કરવામાં અસફળ રહ્યા છે. અભિનયની વાત કરીએ તો વિદ્યુત જામવાલ કેટલાક એક્શન સીન્સમાં ભારે પ્રભાવશાળી રહ્યા છે. તેમણે એક્શનનો ભરપૂર મોકો પણ આપ્યો છે. પરંતુ જ્યાં વાત ઈમોશનલ સીન્સની આવે છે, તો આ વિશે વાત જ ન કરવામાં આવે તો સારું છે.

ફિલ્મમાં ખાલીપણું

ફિલ્મની સિમેનેટોગ્રાફીમાં કંઈ નવું નથી. જ્યારે ગીત પણ કદાચ જ તમને યાદ રહેશે. બેકગ્રાઉન્ડ સ્કોર કેટલીક જગ્યાએ પ્રભાવી છે. જંગલી વિશે અમે માત્ર એટલું જ કહી શકીએ કે આ વિષય પર આનાથી સારી ફિલ્મ બનાવી શકાય છે. અમારા તરફથી ફિલ્મને 2 સ્ટાર.

પહેલાજ નિહલાનીએ મને પહેલી ફિલ્મ માટે બાથરૂમમાં પોઝ અપાવ્યો હતો: કંગનાપહેલાજ નિહલાનીએ મને પહેલી ફિલ્મ માટે બાથરૂમમાં પોઝ અપાવ્યો હતો: કંગના

English summary
Junglee movie review: Chuck Russell whips up an action-adventure ride that's bumpy right from the word 'go'. The wafer-thin plot hardly gives him any scope to impress us with his directorial skills.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X