For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘કભી ખુશી કભી ગમ'ને કરણ જૌહરે ગણાવી પોતાના મોઢા પર સૌથી મોટો તમાચો

વર્ષ 2001માં આવેલી ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ'ને કરણે પોતાની સૌથી મોટી ભૂલ ગણાવી છે. જાણો કારણ.

|
Google Oneindia Gujarati News

ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જૌહર અત્યાર સુધી ઘણી મોટી ફિલ્મો બનાવી ચૂક્યા છે. જેમાંથી એક છે વર્ષ 2001માં આવેલી ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'. હવે પોતાની આ ફિલ્મને તેમણે સૌથી મોટી ભૂલ ગણાવી છે. કરણે કહ્યુ કે આ ફિલ્મ તેમના મોઢા પર સૌથી મોટો તમાચો છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ ઘણી હિટ થઈ હતી. આમાં અભિનેતા અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, ઋતિક રોશન,શાહરુખ ખાન, કાજોલ અને કરીના કપૂરે અભિનય કર્યો હતો.

આ કરણની બીજી ફિલ્મ હતી

આ કરણની બીજી ફિલ્મ હતી

18 વર્ષ પહેલા આવેલી આ ફિલ્મમાં ઘણી ગીતો, ડાયલૉગ અને સીન આજ સુધી લોકોના મનમાં વસેલા છે. આ કરણ જૌહરની બીજી ફિલ્મ હતી. તેમને પોતાની પહેલી ફિલ્મ કુછ કુછ હોતા હે માટે બેસ્ટ ડાયરેક્ટર અને બેસ્ટ સ્ક્રીનપ્લેનો ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો. જો કે કરણે અત્યારે કભી ખુશી કભી ગમ વિશે વાતચીત કરી છે અને તેને પોતાના મોઢા પર સૌથી મોટો તમાચો ગણાવ્યો છે.

સમીક્ષા અને પુરસ્કારોમાં ખરાબ પ્રતિક્રિયા મળી

સમીક્ષા અને પુરસ્કારોમાં ખરાબ પ્રતિક્રિયા મળી

કરણે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ, મે વિચાર્યુ હતુ કે હું મુગલ-એ-આઝમ બાદથી આમિર ખાનની ફિલ્મ લગાન અને ફરહાન અખ્તરની ફિલ્મ દિલ ચાહતા હે સુધી હિંદી સિનેમાની સૌથી મોટી ફિલ્મ બનાવી રહ્યો છુ. તેમનુ લક્ષ્ય આ ફિલ્મમાં બોલિવુડના મોટા સ્ટાર્સને શામેલ કરવાનુ હતુ. કરણે કહ્યુ કે તેમણે આ ફિલ્મની સ્ટોરીલાઈન કભી કભીમાંથી લીધી હતી જ્યારે ફેમિલી વેલ્યુઝને હમ આપકે હે કૌનમાંથી લીધી હતી પરંતુ સમીક્ષા અને પુરસ્કારો બાબતે ફિલ્મને મળેલી ખરાબ પ્રતિક્રિયાથી તે ચોંકી ગયા.

કરણે ખુદની તુલના પૂ થી કરી

કરણે ખુદની તુલના પૂ થી કરી

કરણે ખુદની તુલના ‘કભી ખુશી કભી ગમ'માં કરીના કપૂરના કેરેક્ટર પૂથી પણ કરી. આ એક એવુ કેરેક્ટર છે જેના પર ઑનલાઈન ઘણા મીમ વાયરલ છે. આ દરમિયાન તેમણે પોતાની હૉરર ફિલ્મ ‘ઘોસ્ટ સ્ટોરીઝ'ને મળી રહેલી નકારાત્મક પ્રતિક્રિયા પર કહ્યુ, ‘આ મારા કરિયરની પહેલી અને છેલ્લી ડરામણી ફિલ્મ છે. હવે હું આ પ્રકારની કોઈ પણ ફિલ્મ નહિ બનાવુ. હું ડરામણી ફિલ્મ પસંદ નથી કરતો તો હું આવી ફિલ્મ બનાવવા વિશે વિચારુ કેવી રીતે શકુ છુ.'

આ પણ વાંચોઃ પરીક્ષા પે ચર્ચા 2020: PM મોદીએ કહ્યુ તણાવમુક્ત રહો પરંતુ સમયને મહત્વ આપોઆ પણ વાંચોઃ પરીક્ષા પે ચર્ચા 2020: PM મોદીએ કહ્યુ તણાવમુક્ત રહો પરંતુ સમયને મહત્વ આપો

English summary
kabhi khushi kabhie gham is biggest slap on my face said karan johar, know why.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X