For Quick Alerts
For Daily Alerts
બોક્સ ઓફિસ: કહાની 2 નું ઓપનિંગ કેવુ રહ્યુ જાણો અહીં
વિદ્યા બાલન સ્ટારર કહાની 2 ને દર્શકોનો મિશ્ર પ્રતિભાવ મળી રહ્યો છે પરંતુ બોક્સ ઓફિસ પર તેની શરુઆત ઘણી ફીકી છે. જો સૂત્રોની માનીએ તો ફિલ્મને પહેલા શો માં 15 થી 20% દર્શકો મળ્યા. ત્યારબાદ સાંજના શો માં થોડી સંખ્યા વધી. જો આ દ્રષ્ટિએ જોઇએ તો ફિલ્મે બોક્સ ઓફિસ પર 6 થી 7 કરોડની ઓપનિંગ કરી હોઇ શકે કે જે એવરેજ છે પરંતુ એટલી પણ ખરાબ ન કહી શકાય.
જો કે માનવામાં આવી રહ્યુ હતુ કે ફિલ્મ 25% થી શરુઆત કરશે. પરંતુ આવુ બન્યુ નહિ. માટે આ રીતે જોઇએ તો ફિલ્મનું પ્રદર્શન નિરાશાજનક છે. ફિલ્મનું બજેટ છે 27 કરોડનું છે. જો બેફિક્રે લોકોને પસંદ ના આવે તો એવામાં ફિલ્મના હિટ જવાના ચાંસ વધારે છે. આ વર્ષે આમ પણ બોક્સ ઓફિસ પર ફિલ્મોનું પ્રદર્શન બહુ નિરાશાજનક રહ્યુ છે.