For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તનુશ્રી અને નાના પાટેકર વિવાદ પર કાજોલે કંઈક આવું કહ્યું

બોલિવૂડ અભિનેત્રી કાજોલે તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદ પર સેક્સુઅલ હેરેસમેન્ટને ઇન્ડસ્ટ્રીની હકીકત ગણાવી છે.

|
Google Oneindia Gujarati News

બોલિવૂડ અભિનેત્રી કાજોલે તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદ પર સેક્સુઅલ હેરેસમેન્ટને ઇન્ડસ્ટ્રીની હકીકત ગણાવી છે. કાજોલે જણાવ્યું કે તનુશ્રી દત્તાએ જે જણાવ્યું તે હકીકત છે અને તે ફક્ત આ ઇન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ દરેક જગ્યા પર છે. કાજોલે કહ્યું કે તેને તેના લાંબા ફિલ્મી કરિયરમાં સેક્સુઅલ હેરેસમેન્ટ નો ભોગ નથી બની પરંતુ તેની સાથે જો આવું થાય તો તે તેના વિશે ખુલીને વાત કરશે. આપને જણાવી દઈએ કે તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર 10 વર્ષ પહેલા તેની સાથે યૌન શોષણ કર્યાનો આરોપ લગાવ્યો છે, તેને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખલબલી મચી ગઈ છે.

આ પણ વાંચો: અમિતાભ બચ્ચનની ચુપ્પી પર તનુશ્રી બગડી, બિગ બીને પણ સંભળાવી દીધું

ઇન્ડસ્ટ્રીની હકીકત છે સેક્સુઅલ હેરેસમેન્ટ

ઇન્ડસ્ટ્રીની હકીકત છે સેક્સુઅલ હેરેસમેન્ટ

એનડીટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદ પર કાજોલે જણાવ્યું કે તે હકીકત છે અને તે ફક્ત આ ઇન્ડસ્ટ્રી સુધી જ સીમિત નથી. કાજોલે કહ્યું કે આ મુદ્દો દરેક જગ્યા પર છે. કાજોલે કહ્યું કે પુરુષ પણ સેક્સુઅલ હેરેસમેન્ટનો શિકાર બને છે. કાજોલે કહ્યું કે તેઓ ક્યારેય પણ તેનો શિકાર નથી બન્યા. કાજોલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેને ખબર નથી કે આ વાતમાં કેટલું સાચું છે અને કેટલું ખોટું છે.

મારી સાથે બન્યું હોત તો ચોક્કસ કંઈક કરત

મારી સાથે બન્યું હોત તો ચોક્કસ કંઈક કરત

કાજોલે કહ્યું કે જો મારી સાથે આવું કંઈક થયું હોત તો ચોક્કસ તેના વિશે ખુલીને વાત કરતી. કાજોલે કહ્યું કે તેની સાથે ક્યારેય પણ એવું કઈ થયું નથી. તનુશ્રી દત્તા ઘ્વારા નાના પાટેકર પર લગાવવામાં આવેલા યૌન શોષણ આરોપ પછી બોલિવૂડમાં #MeToo ની શરૂઆત ગણાવવામાં આવી રહી છે. કાજોલે કહ્યું કે #MeToo આંદોલનની મુખ્ય વાત આ હતી કે તમે સૌથી પહેલા પોતાના માટે ઉભા થાવ.

નાના પાટેકરે ધમકાવી

નાના પાટેકરે ધમકાવી

એનડીટીવીને આપેલા એક ઈન્ટર્વ્યૂમાં તનુશ્રી દત્તાએ જણાવ્યું કે નાના પાટેકરે તેને ધમકાવી હતી. તનુશ્રીએ કહ્યું કે, 'હા, મને ધમકાવવામાં આવી હતી અને મારી કાર પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. એ સમયે મારા માતા-પિતા પણ મારી સાથે કારમાં હાજર હતા. નાના પાટેકરના કહેવા પર એક રાજકીય પક્ષના લોકોએ મારા પર હુમલો કર્યો હતો. તનુશ્રીએ જણાવ્યું કે પાટેકરના કહેવા પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ તેની ગાડી પર હુમલો કર્યો હતો.'

મીડિયા ટ્રાયલ દ્વારા મળશે ન્યાય

મીડિયા ટ્રાયલ દ્વારા મળશે ન્યાય

જ્યારે તનુશ્રીને પૂછવામાં આવ્યું કે નાના પાટેકર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવશે? જવાબમાં એક્ટ્રેસે કહ્યું કે, 'મારે કરવું જોઈતું હતું તે જ કર્યું છે. એ ફરિયાદોથી કોઈ ફરક ન પડ્યો. આનાથી બસ મારા અને મારા પરિવાર માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. આપણા દેશમાં ન્યાય અને કાનૂન પીડિતાની સાથે હોવાને બદલે આરોપીની સાથે હોય છે. હું ના તો ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છું, ના તો કરોડો કમાઈ રહી છું. મને મીડિયા ટ્રાયલ દ્વારા ન્યાય મળશે.'

તનુશ્રી દત્તાના આરોપોનો જવાબ કાનૂની નોટિસ ઘ્વારા આપીશુ

તનુશ્રી દત્તાના આરોપોનો જવાબ કાનૂની નોટિસ ઘ્વારા આપીશુ

નાના પાટેકરે તનુશ્રી દત્તાના આરોપોનો જવાબ કાનૂની નોટિસ ઘ્વારા આપવાનું નક્કી કર્યું છે. આપને જણાવી દઈએ કે તનુશ્રી દત્તા ઘ્વારા એક ઇન્ટરવ્યૂમાં નાના પાટેકર પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા અને તેમને ખુલાસો કર્યો હતો કે 10 વર્ષ પહેલા તેમનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. તનુશ્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે વર્ષ 2008 દરમિયાન હોર્ન ઓકે પ્લીઝ ફિલ્મના સેટ પર નાના પાટેકરે તેમનું યૌન શોષણ કર્યું હતું.

તનુશ્રી અને નાના પાટેકર વિવાદ પર વહેંચાયું બોલિવૂડ

તનુશ્રી અને નાના પાટેકર વિવાદ પર વહેંચાયું બોલિવૂડ

તનુશ્રી દત્તાના આરોપો પછી બોલિવૂડમાં ખલબલી મચી ગઈ છે. તનુશ્રી દત્તા વિવાદ પર હાલમાં બોલિવૂડ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક તરફ અમિતાભ અને સલમાન ખાન જેવા સ્ટાર છે જેઓ આ મામલે ચૂપ છે. બીજી બાજુ પ્રિયંકા ચોપરા, સ્વરા ભાસ્કર, પરિણીતી ચોપરા, સોનમ કપૂર, ટ્વિન્કલ ખન્ના, ફરહાન અખ્તર અને અનુરાગ કશ્યપ તેના સમર્થનમાં આવ્યા છે.

English summary
Kajol On Tanushree Dutta-Nana Patekar Controversy: Sexual Harassment Definitely A Reality Of Our Industry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X