અમિતાભ બચ્ચનની ચુપ્પી પર તનુશ્રી બગડી, બિગ બીને પણ સંભળાવી દીધું
અમિતાભ બચ્ચનની ચુપ્પી પર તનુશ્રી બગડી, બિગ બીને પણ સંભળાવી દીધું
મુંબઈઃ તનુશ્રી દત્તા તરફથી નાના પાટેકર પર લગાવવામાં આવેલા યૌન શોષણના આરોપોને પગલે હાલ બૉલીવુડમાં ઘમાસાણ મચ્યું છે, કેટલાક લોકો તનુશ્રીનો સાથ આપતા જોવા મળી રહ્યા છે તો કેટલાક લોકોએ આ મામલે ચુપ્પી સાધી રાખી છે, જેમાં મહાનાયક અમિતાભ બચ્ચન પણ સામેલ છે. જેમણે તનુશ્રી વિશે પૂછવામાં આવેલા સવાલો પર જવાબ આપવાનું ટાળી દીધું હતું, જેના પર હવે તનુશ્રીએ પ્રતિક્રિયા આપી છે.

અમિતાભના ચુપ રહેવા પર તનુશ્રી બગડી
એક ઈવેન્ટમાં મીડિયા સાથે વાતચીત કરતાં તનુશ્રીએ ગુસ્સામાં કહ્યું કે અમિતાભ બચ્ચનના આવા રિસ્પોન્સથી તે નિરાશ છે. કહ્યું કે મને દુઃખ છે કે લોકો સામાજિક મુદ્દાઓ પર ફિલ્મો કરી રહ્યા છે પરંતુ એજ મુદ્દા પર ચુપ્પી સાધી ચૂક્યા છે. આવા મુદ્દા પર તેઓ જવાબો પણ ગોળ ગોળ ફેરવ્યા કરે છે. જેનો કોઈ મતલબ નથી.

અમિતાભે ચુપ્પી સાધી
જણાવી દઈએ કે આગામી ફિલ્મ ઠગ્સ ઑફ હિંદોસ્તાંના ટ્રેલર લૉન્ચ પર પહોંચેલા અમિતાભ બચ્ચનને જ્યારે તનુશ્રી-નાના પાટેકર પર સવાલ કરવામાં આવ્યો તો એમણે કહ્યું હતું કે હું તનુશ્રી પણ નથી કે નાના પાટેકર પણ નથી કે આ વાત પર મારો વિચાર કે પક્ષ રજૂ કરું, આ વિશે હું કઈ રીતે જવાબ આપી શકું.
આ પણ વાંચો- VIDEO: તનુશ્રી દત્તા પર હુમલાનો વીડિયો આવ્યો સામે, જોઈને ધ્રૂજી જશો તમે

નાના પર લગાવ્યા આરોપ
જણાવી દઈએ કે તનુશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં નાના પાટેકર પર આરોપો લગાવ્યા છે કે આજથી 10 વર્ષ પહેલા 2008માં ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝના સેટ પર નાના પાટેકરે તેની સાથે જાતિય સતામણી પણ કરી હતી અને ગુંડાઓ દ્વારા હુમલો પણ કરાવ્યો હતો. જ્યારે નાના પાટેકરે આ બદા જ આરોપોને ફગાવી દેતા તનુશ્રીને જૂઠી કહી દીધી.
આ પણ વાંચો- જૂઠી છે તનુશ્રી, બિગ બૉસમાં આવવા માટે કરે છે નાટકઃ રાખી સાવંત

બે ભાગમાં વહેંચાઈ ગયું બૉલીવુડ
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
