VIDEO: તનુશ્રી દત્તા પર હુમલાનો વીડિયો આવ્યો સામે, જોઈને ધ્રૂજી જશો તમે

તનુશ્રી-નાના વિવાદ મામલે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે જોઈને તમે પણ ચોંકી જશો.

તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવતા કહ્યુ હતુ કે તેમણે એમએનએસ પાર્ટીના કાર્યકર્તાઓને બોલાવીને તેને ડરાવી-ધમકાવી હતી અને તેની ગાડીમાં તોડફોડ કરી હતી. હવે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ વીડિયોમાં લોકોની ભીડ તનુશ્રીની ગાડી પર હુમલો થતા જોઈ રહી છે. આ ગાડીમાં તનુશ્રી પોતાના માતાપિતા સાથે સેટ પરથી ઘરે પાછી આવી રહી હતી. નીચે જુઓ વીડિયો -

10 વર્ષ બાદ ફરીથી સામે આવ્યો વીડિયો

10 વર્ષ બાદ ફરીથી સામે આવ્યો વીડિયો

તનુશ્રીએ નાના પાટેકર પર 10 વર્ષ પહેલા યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. તનુશ્રીએ આરોપ લગાવ્યો હતો કે ફિલ્મ 'Horn Ok Pleassss' ના સેટ પર ખરાબ વ્યવહાર બાદ તે સેટ છોડીને જતી રહી હતી. નાના પાટેકરે એમએનએસ પાર્ટીના કાર્યકર્તાઓને બોલાવીને ડરાવી-ધમકાવી હતી. 10 વર્ષ બાદ ફરીથી વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે કેવી રીતે પાર્ટી કાર્યકર્તાઓ ગુંડાગિરી પર ઉતરી આવ્યા છે.

પોલિસે આવીને સુરક્ષિત બહાર કાઢ્યા

પોલિસે આવીને સુરક્ષિત બહાર કાઢ્યા

વીડિયોમાં કાર્યકર્તા તનુશ્રીની ગાડી પર હુમલો કરતા દેખાઈ રહ્યા છે. ભીડે ચારે તરફથી તનુશ્રીની ગાડીને ઘેરી રાખી છે અને કેટલાક લોકો ગાડી ઉપર ચડેલા છે. વળી, એક વ્યક્તિ વીડિયો કેમેરા લઈને તેમની ગાડીના ટાયરની હવા કાઢતો દેખાઈ રહ્યો છે. ગાડીની અંદર તનુશ્રી પોતાના માતાપિતા સાથે ભયભીત બેઠી છે. તનુશ્રીએ જણાવ્યુ હતુ કે પ્રોડ્યુસરે સેટના ગેટ પણ બંધ કરી દીધા હતા જેથી તે બહાર ન જઈ શકે. ત્યારબાદ મુંબઈ પોલિસે આવીને તેમને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

તનુશ્રીની વાતનું નજરે જોનાર સાક્ષીઓ કર્યુ હતુ સમર્થન

તનુશ્રીની વાતનું નજરે જોનાર સાક્ષીઓ કર્યુ હતુ સમર્થન

તનુશ્રીએ નાના પાટેકર પર વર્ષ 2008 માં પણ આરોપ લગાવ્યો હતો પરંતુ ત્યારે તેમને ઈન્ડસ્ટ્રીનો સપોર્ટ મળ્યો નહોતો. 10 વર્ષ બાદ તેમણે ફરીથી ઈન્ડસ્ટ્રીનું કાળુ સત્ય લોકો સામે જાહેર કર્યુ. તનુશ્રીના ખુલાસા બાદ જેનિસ સિકેરિયી અને શાઈલી શેટ્ટીએ પણ અભિનેત્રીની વાતનું સમર્થન કરતા જણાવ્યુ કે 10 વર્ષ પહેલા સેટ પર તે જ થયુ હતુ જે તનુશ્રી કહી રહી છે. તનુશ્રીને બોલિવુડના ઘણા મોટા સિતારાઓએ સપોર્ટ કર્યો છે. ફરહાન અખ્તર, પ્રિયંકા ચોપડા, સ્વરા ભાસ્કર, ઋચા ચડ્ઢા, ટ્વિંકલ ખન્ના, સોનમ કપૂર, અનુરાગ કશ્યપ અને પરીણિતી ચોપડા જેવા સિતારાઓ તનુશ્રી સાથે ઉભા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X