જૂઠી છે તનુશ્રી, બિગ બૉસમાં આવવા માટે કરે છે નાટકઃ રાખી સાવંત
જૂઠી છે તનુશ્રી, બિગ બૉસમાં આવવા માટે કરે છે નાટકઃ રાખી સાવંત
મુંબઈઃ તનુશ્રી નાના પાટેકર પર લગાવેલા ગંભીર આરોપો બાદ બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં હડકંપ મચ્યો છે. તનુશ્રીએ હિંદી સિનેમાના ક્લાસિક હીરો તરીકે ઓળખાતા એક્ટર નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. તનુશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આજથી 10 વર્ષ પહેલા એક ફિલ્મના શૂટિંગ દરમિયાન નાના પાટેકર તેની સાથે ગંદી હરકત કરી હતી. તનુશ્રીના આ નિવેદન પર દેશ ભરમાં જ્યાં હડકંપ મચ્યો છે ત્યારે બીજી બાજુ નાના પાટેકરે તનુશ્રીના આરોપોને પાયાવિહોણા ગણાવીને તનુશ્રી દત્તાને જૂઠી કહી દીધી.

રાખીએ કહ્યું- તનુશ્રી ડ્રગ્સ લે છે અને જૂઠ પણ બોલે છે
અભિનેત્રી અને નાનાના વિવાદ પર બૉલીવુડ બે ભાગમાં વહેંચાઈ ગયું છે, કોઈ તનુશ્રીને સપોર્ટ કરી રહ્યું છે તો કોઈ વિરોધ. હવે આ મામલામાં બૉલીવુડની આયટમ ગર્લ રાખી સાવંતે તનુશ્રી પર પ્રહાર કર્યો. રાખીએ કહ્યું કે, 'ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝના ગીતમાં મેં તનુશ્રી દત્તાને રિપ્લેસ કરી હતી કેમ કે તનુશ્રીએ ગીતને અધવચ્ચે જ છોડી દીધું હતું, કોરિયોગ્રાફર ગણેશ આચાર્યનો અચાનક મારા પર ફોન આવ્યો અને કહ્યું કે તાત્કાલિક સેટ પર આવી જાઓ, એક ગીત શૂટ કરવાનું છે.'
આ પણ વાંચો- તનુશ્રી વિવાદ પર બોલ્યા નાના પાટેકર, શુ હું એટલો હલકટ માણસ છું?

રાખીએ સંભળાવ્યો ત્યારનો કિસ્સો
એ સમયે એમની વાત સાંભળીને હું દંગ રહી ગઈ કેમ કે અચાનક કેવું ગીત? ત્યારે ગણેશ આચાર્યએ જણાવ્યું કે રાખી તમે આવી જાઓ, ગીત મેં બનાવ્યું છે, અત્યારે શૂટ કરવું છે. રાખીએ જણાવ્યું કે 'મારી પાસે નાના પાટેકરનો પણ ફોન આવ્યો, તેઓ બોલવા લાગ્યા કે તું ગીત કરી દે, આ સાંભળીને હું તુરંત સેટ પર પહોંચી ગઈ.'
આ પણ વાંચો- નાના બાદ વિવેક અગ્નિહોત્રી પર તનુશ્રીનો આરોપ, 'કહ્યું ઈરફાનની સામે કપડાં ઉતારીને નાચ'

નાનાએ રાખીને કરી વિનંતી
ત્યાં ગયા બાદ માલુમ પડ્યું તે રાખીએ અડધું ગીત શૂટ કરી લીધું હતું પરંતુ હવે તે સહયોગ નહોતી આપી રહી, તેણે ખુદને વેનિટી વેનમાં બંધ કરી લીધી હતી અને બહાર નહોતી આવી રહી. રાખીએ જણાવ્યું કે એ વખતે ડેઝી શાહ માસ્ટરજીની આસિસ્ટન્ટ હતી અને એણે બધી વાત જણાવી કે તે ખુદ તનુશ્રીને બોલાવવા 10 વાર ગઈ હતી પણ તેણે દરવાજો નહોતો ખોલ્યો. બાદમાં નાના રાખી પાસે ગયા અને કહ્યું કે રાખી હવે તું સંભાળી લે, આટલો મોટો સેટ લાગ્યો છે, 100થી વધુ ડાંસર છે, પ્રોડ્યૂસરના પૈસા લાગ્યા છે, તે બીચારો મરી જશે.

ડ્રગ્સ લઈને વેનમાં બેભાન હાલતમાં પડી હતી તનુશ્રી
રાખીએ કહ્યું કે આ બધું સાંભળીને હું ખુદ તનુને બોલાવવા માટે ગઈ અને બાદમાં મેં તેમના હેર ડ્રેસર અને મેકઅપ આર્ટિસ્ટને ફોન કર્યો, જેમણે કહ્યું કે એ દિવસે તનુશ્રી ડ્રગ્સ લઈને 4 કલાક સુધી વેનમાં બેહોશ પડી હતી. આજે તે મોટી-મોટી વાતો કરે છે પણ હું સૌની સામે એની અસલીયત રજૂ કરવા માગું છું. તે metoo કેમ્પેઈનનો ખોટો ઉપયોગ કરી રહી છે. મેં તનુશ્રીનું ગીત પૂરું કર્યું ત્યારે તેણે મને લિગલ નોટિસ પણ મોકલી હતી. રાખીએ કહ્યું કે આ પબ્લિસિટી સ્ટંટ છે અને તે બિગ બૉસમાં આવવા માટે આવું કરી રહી છે.












Click it and Unblock the Notifications
