તનુશ્રી વિવાદ પર બોલ્યા નાના પાટેકર, શુ હું એટલો હલકટ માણસ છું?
તનુશ્રી દત્તા અને નાના પાટેકરનો વિવાદ હવે વધારે વકરી રહ્યો છે. આ વિવાદ અંગે નાના પાટેકર ફરી એકવાર મીડિયા સામે આવ્યા છે.
તનુશ્રી દત્તા અને નાના પાટેકરનો વિવાદ હવે વધારે વકરી રહ્યો છે. આ વિવાદ અંગે નાના પાટેકર ફરી એકવાર મીડિયા સામે આવ્યા છે. નાના પાટેકર ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ હાલમાં જેસલમેરમાં હાઉસફુલ 4 ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે, જેવા તેઓ પોતાના ઘરે મુંબઈ આવશે એટલે પ્રેસ કોન્ફ્રન્સ બોલાવશે. તેમને જણાવ્યું કે મારી ઉપર જે પણ આરોપો લાગ્યા છે તે બધા જ ખોટા છે, તમને લાગે છે કે હું આટલો હલકટ માણસ છું? નાના પાટેકર ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ બધું ખોટું છે અને મારી છબી ખરાબ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: તનુશ્રી દત્તાની નાની બહેન સામે આવી, વિવાદ પર આખી વાત જણાવી

લીગલ નોટિસ
આ પહેલા પણ નાના પાટેકર તનુશ્રી દત્તાને લીગલ નોટિસ મોકલી ચુક્યા છે, જેમાં લખ્યું હતું કે તેઓ તેના માટે માફી માંગે. નાના પાટેકર ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ હંમેશા મીડિયાના સવાલોના જવાબ આપવા માટે તૈયાર છે. તેઓ ક્યાં પણ ભાગી નથી રહ્યા કારણકે તેમને કંઈ જ નથી કર્યું.

ઇમેજ ખરાબ કરવાની કોશિશ
નાના પાટેકરે જણાવ્યું કે તેઓ ફિલ્મોમાં વધારે નાચતા પણ નથી, તો તેઓ અશ્લીલ સ્ટેપ કરવા માટે શુ કરવા કહેશે, નાના પાટેકર ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમની ઇમેજ ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે અને તેના માટે તેઓ તનુશ્રી દત્તાને કોર્ટ સુધી ખેંચી શકે છે.

સીન કરવા માટે દબાવ
આપણે જણાવી દઈએ કે તનુશ્રી દત્તા ઘ્વારા શૂટિંગનો એક કિસ્સો શેર કર્યો હતો. જેમાં તેમને જણાવ્યું કે તેઓ હોર્ન ઓક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી જેમાં તેમને એક ઇન્ટિમેટ સીન કરવાનું હતું. જયારે તેઓ સીન કરી રહ્યા હતા ત્યારે તેમને લાગ્યું તેઓ આ એક્ટર સાથે સીન કરવામાં સહજ નથી. એટલા માટે તેમને સીન કરવાની ના પાડી દીધી. તનુશ્રી દત્તા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને ના પાડ્યા પછી તેમના પર સીન કરવા માટે દબાવ નાખવામાં આવ્યો. એટલું નહીં પરંતુ તેની ગાડીની તોડફોડ પણ કરવામાં આવી. આખરે તનુશ્રી દત્તાએ તે સીન કર્યો અને ત્યાંથી ચાલી ગઈ.

કામ મળતું બંધ થઇ ગયું
તનુશ્રી દત્તા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ત્યારપછી તેને કામ મળતું બંધ થઇ ગયું અને તે ખુબ જ પરેશાન રહેતી હતી. તેમને હાલમાં જ આ બાબતે ખુલાસો કર્યો છે. તનુશ્રી દત્તા ઘ્વારા છેલ્લે વર્ષ 2010 દરમિયાન એપાર્ટમેન્ટ ફિલ્મ કરવામાં આવી હતી. ખબર એવી પણ હતી કે તનુશ્રી દત્તા આ વર્ષે બિગ બોસમાં આવી શકે છે પરંતુ આ ખબર અફવાહ સાબિત થઇ

તનુશ્રી અને નાના પાટેકર વિવાદ પર વહેંચાયું બોલિવૂડ
તનુશ્રી દત્તાના આરોપો પછી બોલિવૂડમાં ખલબલી મચી ગઈ છે. તનુશ્રી દત્તા વિવાદ પર હાલમાં બોલિવૂડ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક તરફ અમિતાભ અને સલમાન ખાન જેવા સ્ટાર છે જેઓ આ મામલે ચૂપ છે. બીજી બાજુ પ્રિયંકા ચોપરા, સ્વરા ભાસ્કર, પરિણીતી ચોપરા, સોનમ કપૂર, ટ્વિન્કલ ખન્ના, ફરહાન અખ્તર અને અનુરાગ કશ્યપ તેના સમર્થનમાં આવ્યા છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
