તનુશ્રી દત્તાની નાની બહેન સામે આવી, વિવાદ પર આખી વાત જણાવી

તનુશ્રી દત્તા ઘ્વારા નાના પાટેકર પર યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો છે.

તનુશ્રી દત્તા ઘ્વારા નાના પાટેકર પર યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો છે. હવે આ મામલે તનુશ્રી દત્તાની નાની બહેન ઇશિતા દત્તા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આખરે તે સમયે શુ થયું હતું. તનુશ્રી દત્તા ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝ ફિલ્મના સેટ પર તેની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ જયારે તનુશ્રી ઘ્વારા તેની વિરોધ કરવામાં આવ્યો ત્યારે પાર્ટીના લોકોને મોકલીને તેના ઘર અને ગાડીની તોડફોડ પણ કરવામાં આવી. નાના પાટેકરે આ બધા જ આરોપો નકારી કાઢ્યા છે. અજય દેવગણ સાથે દૃશ્યમ ફિલ્મમાં જોવા મળેલી ઇશિતા દત્તાએ 10 વર્ષ પહેલાના કિસ્સાને યાદ કર્યો છે.

આ પણ વાંચો: તનુશ્રીના આરોપો પછી પહેલીવાર નાના પાટેકર સામે આવ્યા, આપ્યો આવો જવાબ

આજે પણ તે યાદો ગભરાવે છે: ઇશિતા દત્તા

આજે પણ તે યાદો ગભરાવે છે: ઇશિતા દત્તા

અભિનેત્રી ઇશિતા દત્તા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તે સમયે તે કોલેજમાં હતી. તે સમયે તનુશ્રી દત્તા સાથે જે પણ થયું હતું તેનો પરિવાર પર ખુબ જ ખરાબ પ્રભાવ પડ્યો હતો. ઇશિતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તનુશ્રીની ગાડીને ઘેરી લેવામાં આવી હતી. લોકો તેના કાચ તોડવા પર આવી ગયા હતા. મેં તે વીડિયો સ્ક્રીન પર જોયો હતો તેને જોઈને આજે પણ બીક લાગે છે. અમે આખી રાત ગભરાઈને રહેતા હતા, તે પણ થયું તે ખુબ જ ખોટું હતું. કોઈની પણ સાથે થવું ના જોઈએ, તે યાદો આજે પણ ગભરાવી નાખે છે.

મિસાલ છે તનુશ્રી: ઇશિતા

મિસાલ છે તનુશ્રી: ઇશિતા

ઇશિતા દત્તા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેની બહેન તનુશ્રી સાથે થયેલી ગેરવર્તણૂક પર જે રીતે તેને અવાઝ ઉઠાવ્યો છે તે બીજા લોકો માટે એક મિસાલ છે. જેથી આવી બાબતો પાર લોકો ખુલીને સામે આવી શકે. ઇશિતા સિવાય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બીજા લોકો એ પણ તનુશ્રીને સપોર્ટ કર્યો છે અને તેની હિમ્મતને બિરદાવી છે.

તનુશ્રી દત્તાના આરોપોનો જવાબ કાનૂની નોટિસ ઘ્વારા આપીશુ

તનુશ્રી દત્તાના આરોપોનો જવાબ કાનૂની નોટિસ ઘ્વારા આપીશુ

નાના પાટેકરે તનુશ્રી દત્તાના આરોપોનો જવાબ કાનૂની નોટિસ ઘ્વારા આપવાનું નક્કી કર્યું છે. આપને જણાવી દઈએ કે તનુશ્રી દત્તા ઘ્વારા એક ઇન્ટરવ્યૂમાં નાના પાટેકર પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા અને તેમને ખુલાસો કર્યો હતો કે 10 વર્ષ પહેલા તેમનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. તનુશ્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે વર્ષ 2008 દરમિયાન હોર્ન ઓકે પ્લીઝ ફિલ્મના સેટ પર નાના પાટેકરે તેમનું યૌન શોષણ કર્યું હતું.

તનુશ્રી અને નાના પાટેકર વિવાદ પર વહેંચાયું બોલિવૂડ

તનુશ્રી અને નાના પાટેકર વિવાદ પર વહેંચાયું બોલિવૂડ

તનુશ્રી દત્તાના આરોપો પછી બોલિવૂડમાં ખલબલી મચી ગઈ છે. તનુશ્રી દત્તા વિવાદ પર હાલમાં બોલિવૂડ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક તરફ અમિતાભ અને સલમાન ખાન જેવા સ્ટાર છે જેઓ આ મામલે ચૂપ છે. બીજી બાજુ પ્રિયંકા ચોપરા, સ્વરા ભાસ્કર, પરિણીતી ચોપરા, સોનમ કપૂર, ટ્વિન્કલ ખન્ના, ફરહાન અખ્તર અને અનુરાગ કશ્યપ તેના સમર્થનમાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X