તનુશ્રીના આરોપો પછી પહેલીવાર નાના પાટેકર સામે આવ્યા, આપ્યો આવો જવાબ
તનુશ્રી દત્તા ઘ્વારા નાના પાટેકર પર ગંભીર આરોપ લગાવતા જણાવવામાં આવ્યું કે હોર્ન ઓક પ્લીઝ ફિલ્મની શૂટિંગ દરમિયાન તેનું યૌન શોષણ કરવાની કોશિશ કરવામાં આવી હતી.
તનુશ્રી દત્તા ઘ્વારા નાના પાટેકર પર ગંભીર આરોપ લગાવતા જણાવવામાં આવ્યું કે હોર્ન ઓક પ્લીઝ ફિલ્મની શૂટિંગ દરમિયાન તેનું યૌન શોષણ કરવાની કોશિશ કરવામાં આવી હતી. તનુશ્રી ઘ્વારા આપવામાં આવેલા આવા નિવેદન પછી તે હાલમાં ચર્ચાનો વિષય બની ચુકી છે. એક પછી એક ફિલ્મ સાથે જોડાયેલા લોકોએ તનુશ્રી ઘ્વારા લગાવવામાં આવેલા આરોપોને ખોટો ગણાવ્યો છે અને તેમને નાના પાટેકરને સપોર્ટ કર્યો છે.
આ પણ વાંચો: નાના પાટેકર પર યૌન શોષણના આરોપ બાદ તનુશ્રી દત્તાનો વધુ એક ખુલાસો

નાના પાટેકર સામે આવ્યા
આ બાબતે હવે નાના પાટેકર પણ સામે આવી ચુક્યા છે. ટાઈમ્સ નાઉ ફોનિક ઇન્ટરવ્યૂમાં જયારે નાના પાટેકરને તેના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યું કે ફિલ્મના સેટ પર 100 લોકો હાજર હતા, આવું કઈ રીતે થઇ શકે છે. જયારે રિપોર્ટર ઘ્વારા પૂછવામાં આવ્યું કે શુ તેઓ તનુશ્રી પર કેસ કરશે કે નહીં? તેના જવાબમાં નાના પાટેકરે આ વાતને નકારી નાખી અને તેમને કહ્યું કે તેઓ જોશે કે તેઓ લીગલી શુ કરી શકે છે.

સમાજસેવા એક ઢોંગ
જયારે નાના પાટેકરને પૂછવામાં આવ્યું કે તનુશ્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ સોશ્યિલ કામ પણ એટલા માટે કરે છે કે આવું સંતાડી શકાય. તેને જવાબમાં નાના પાટેકરે જણાવ્યું કે લોકોને જે કહેવું હોય તે કહે પરંતુ તેઓ સમાજસેવા કરતા જ રહેશે.

સીન કરવા માટે દબાવ
આપણે જણાવી દઈએ કે તનુશ્રી દત્તા ઘ્વારા શૂટિંગનો એક કિસ્સો શેર કર્યો હતો. જેમાં તેમને જણાવ્યું કે તેઓ હોર્ન ઓક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી જેમાં તેમને એક ઇન્ટિમેટ સીન કરવાનું હતું. જયારે તેઓ સીન કરી રહ્યા હતા ત્યારે તેમને લાગ્યું તેઓ આ એક્ટર સાથે સીન કરવામાં સહજ નથી. એટલા માટે તેમને સીન કરવાની ના પાડી દીધી. તનુશ્રી દત્તા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને ના પાડ્યા પછી તેમના પર સીન કરવા માટે દબાવ નાખવામાં આવ્યો. એટલું નહીં પરંતુ તેની ગાડીની તોડફોડ પણ કરવામાં આવી. આખરે તનુશ્રી દત્તાએ તે સીન કર્યો અને ત્યાંથી ચાલી ગઈ.

કામ મળતું બંધ થઇ ગયું
તનુશ્રી દત્તા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ત્યારપછી તેને કામ મળતું બંધ થઇ ગયું અને તે ખુબ જ પરેશાન રહેતી હતી. તેમને હાલમાં જ આ બાબતે ખુલાસો કર્યો છે. તનુશ્રી દત્તા ઘ્વારા છેલ્લે વર્ષ 2010 દરમિયાન એપાર્ટમેન્ટ ફિલ્મ કરવામાં આવી હતી. ખબર એવી પણ હતી કે તનુશ્રી દત્તા આ વર્ષે બિગ બોસમાં આવી શકે છે પરંતુ આ ખબર અફવાહ સાબિત થઇ.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
