નાના પાટેકર પર યૌન શોષણના આરોપ બાદ તનુશ્રી દત્તાનો વધુ એક ખુલાસો

બોલિવુડના દિગ્ગજ નેતા નાના પાટેકર સામે યૌન શોષણનો આરોપ લગાવનાર તનુશ્રી દત્તાએ બોલિવુડમાં ખળભળાટ મચાવી દીધો છે. તનુશ્રીએ વધુ એક ખુલાસો કરીને સૌને ચોંકાવી દીધા છે.

બોલિવુડના દિગ્ગજ નેતા નાના પાટેકર સામે યૌન શોષણનો આરોપ લગાવનાર તનુશ્રી દત્તાએ બોલિવુડમાં ખળભળાટ મચાવી દીધો છે. તનુશ્રીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં નાના પાટેકર પર 'Horn Ok Pleassss' ફિલ્મના સેટ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. એટલુ જ નહિ તેણે નાના પાટેકર પર એક રાજકીય પક્ષના કાર્યકર્તાઓને બોલાવીને તેને ડરાવી હોવાનો પણ આરોપ લગાવ્યો. હવે તનુશ્રીએ વધુ એક ખુલાસો કરીને સૌને ચોંકાવી દીધા છે. તનુશ્રીએ કહ્યુ કે એક બોલિવુડ અભિનેત્રીએ તેને કોસ્મેટિક સર્જરી કરાવવા માટે કહ્યુ હતુ.

તનુશ્રી દત્તાએ કર્યો વધુ એક ખુલાસો

તનુશ્રી દત્તાએ કર્યો વધુ એક ખુલાસો

તનુશ્રી દત્તાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે એક અભિનેત્રીએ તેને પ્લાસ્ટિક સર્જરી કરાવવાની સલાહ આપી હતી. તનુશ્રીએ જણાવ્યુ, ‘મારી એક બોલિવુડ અભિનેત્રી દોસ્ત છે, જેણે પોતે હજારો સર્જરી કરાવી છે અને તે બધાને કોસ્મેટિક સર્જીરી કરાવવા માટે કહે છે કારણકે તેની સર્જરી ખરાબ થઈ છે. પોતાના ખરાબ અનુભવ બીજા સાથે શેર કરીને તેની મદદ કરવાના બદલે તે બાકી લોકોને સર્જરી કરાવવા માટે કહે છે.'

સર્જરી કરાવવાનો તનુશ્રીએ કર્યો ઈનકાર

સર્જરી કરાવવાનો તનુશ્રીએ કર્યો ઈનકાર

તનુશ્રીએ જણાવ્યુ કે જો કે તેની દોસ્તે તેને ઘણુ કહ્યુ પરંતુ તેણે ક્યારેય કોસ્મેટિક સર્જરી નથી કરાવી. અભિનેત્રીએ જણાવ્યુ કે તેણે માત્ર તેના દાંત સરખા કરાવ્યા છે પરંતુ કોસ્મેટિક સર્જીરી ક્યારેય નથી કરાવી. તનુશ્રી દત્તાએ હાલમાં જ નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. તેણે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે નાના પાટેકરે 10 વર્ષ પહેલા એક ફિલ્મના સેટ પર તેનું યૌનશોષણ કર્યુ હતુ.

નાના પાટેકર પર લગાવ્યો યૌનશોષણનો આરોપ

નાના પાટેકર પર લગાવ્યો યૌનશોષણનો આરોપ

તનુશ્રી દત્તાએ જણાવ્યુ કે ફિલ્મ 'Horn Ok Pleassss' ના શૂટિંગ દરમિયાન નાના પાટેકરે તેની સાથે દૂર્વ્યવહાર કર્યો હતો. નાના પાટેકર તેનો હાથ પકડીને તેને ખેંચવા લાગતા હતા અને તેને ડાંસ શીખવાડવા લાગતા હતા. તનુશ્રીએ જણાવ્યુ કે નાના પાટેકરે મેકર્સ પાસે ગીતમાં એક ઈન્ટીમેટ સ્ટેપની પણ માંગ કરી હતી. તનુશ્રીના જણાવ્યા અનુસાર ગીતના કોન્ટ્રાક્ટમાં આવો કોઈ સીન હતો નહિ. તેણે એ પણ કહ્યુ કે પાટેકરે રાજકીય પક્ષ એમએનએસના કાર્યકર્તાઓને બોલાવીને તેની ગાડીની તોડફોડ કરાવી તેને ડરાવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X