નવા AIB વીડિયોમાં કંગનાઓ કર્યો આકરો કટાક્ષ, કરણ જોહર સ્તબ્ધ

Written By:
Subscribe to Oneindia News

કંગના રાણાવતે ચર્ચામાં રહેવાનું નક્કી કરી જ લીધું હોય એમ લાગે છે. કંગના રાણાવતનો એઆઇબી સાથેનો નવો વીડિયો એ વાતનું પ્રૂફ છે. તેણે આ વીડિયોમાં કરણ જોહર, શાહરૂખ ખાન, હૃતિક રોશન, બોલિવૂડમાં મેલ અને ફીમેલ લીડ વચ્ચે કરવામાં આવતો ભેદભાવ અને નેપોટિઝમ તમામ મુદ્દાઓ પર વ્યંગ કર્યો છે અને સૌની મજાક પણ ઉડાવી છે. આ વીડિયો 'ધ બોલિવૂડ દિવા સોંગ' ના નામે મુકવામાં આવ્યો છે.

કંગનાએ કર્યો કટાક્ષ

કંગનાએ કર્યો કટાક્ષ

ફિલ્મોમાં ફીમેલ લીડનું કામ ઘણીવાર માત્ર ગ્લેમર ઉમેરવા પૂરતું જ હોય છે અને આ માટે માટેભાગે તેમને અંગપ્રદર્શન કરવું પડે છે, મેલ અને ફીમેલ લીડ સાથેના વર્તનથી માંડીને તેમને આપવામાં આવતી સ્ક્રિપ્ટમાં પણ ઘણો તફાવત હોય છે. આવા વિવિધ મુદ્દાઓ પર આ વીડિયોમાં કંગના સવાલ કરતી અને તેની સામે ડાયરેક્ટર્સ અને હીરો જે રિએક્શન આપે છે, તેની ઠેકડી ઉડાડતી નજરે પડે છે. વીડિયોમાં કંગનાએ ઘણા બોલ્ડ શબ્દોનો ઉપયોગ કર્યો છે, જેની પર વિવાદ થવાની પૂરી શક્યતા છે.

ડીયર ટેલેન્ટ!

ડીયર ટેલેન્ટ!

આ વીડિયો પછી કરણ જોહરે એક ટ્વીટ કર્યું છે, જેને લોકો કંગનાના આ વીડિયો સાથે જોડી રહ્યાં છે. કરણ જોહરે લખ્યું છે, માણસની પ્રતિભા ઓવરકોન્ફિડન્સ અને ભ્રામકતાથી દૂર રહે એવું હું ઇચ્છું છું. આ બંને તત્વો સતત તારી વિરુદ્ધ ષડયંત્ર રચે છે, તને દેખાતું નથી? ઘણા લોકોનું માનવું છે કે, કરણ જોહરે આ ટ્વીટ કંગનાના એઆઇબી વીડિયોના જવાબમાં કર્યું છે.

ટેલેન્ટેડ એક્ટ્રેસ કંગના

ટેલેન્ટેડ એક્ટ્રેસ કંગના

કંગના રાણાવત ખૂબ ટેલેન્ટેડ એક્ટ્રેસ છે, આ વાત ઇન્ડસ્ટ્રીમાં સૌએ સ્વીકારી છે. તે ત્રણવાર નેશનલ ફિલ્મ એવોર્ડ જીતી ચૂકી છે. તેણે 'તનુ વેડ્સ મનુ' અને 'ક્વીન' જેવી ફિલ્મો દ્વારા અનેક બોક્સઓફિસ રેકોર્ડ તોડ્યા છે. કોઇ ગોડ ફાધર વિના તેણે બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે અને સફળતા મેળવી છે. આથી કંગનાના ટેલેન્ટ પર પ્રશ્ન ઊભો કરી શકાય એમ નથી. હાલના દિવસોમાં કંગના પોતાના દરેક ઇન્ટરવ્યુમાં આ અંગે અને બોલિવૂડની કેટલીક કાળી બાજુ અંગે ઘણા બોલ્ડ નિવેદનો આપતી નજરે પડી છે. આ કારણે જ લોકો અનુમાન લગાવી રહ્યાં છે કે, કરણ જોહરનું ઉપરોક્ત ડીયર ટેલેન્ટ ટ્વીટ કંગના માટે છે.

આપ કી અદાલત, કોફી વિથ કરણ

આપ કી અદાલત, કોફી વિથ કરણ

કંગનાના 'આપ કી અદાલત'ના ઇન્ટરન્યુમાં પણ તેણે હૃતિક રોશન અને આદિત્ય પંચોલી સાથેના પોતાના રિલેશનનો ખુલાસો કરતા બંને પર ઘણા ગંભીર આરોપ મુક્યા હતા અને ત્યાર બાદના તેના ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, તેને કોઇનો ડર નથી. 'કોફી વિથ કરણ'માં પહોંચેલ કંગનાએ કરણ જોહરના મોઢે જ તેને કહ્યું હતું કે, તે બોલિવૂડમાં નેપોટિઝનમો પ્રચારક છે. ત્યાર પછીથી, કંગના અને કરણ જોહર વચ્ચે પણ યુદ્ધ જામ્યું છે. આ તમામ વિવાદોમાં કંગનાના આ વીડિયોએ ઉમેરો કર્યો છે. આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. તમે આ વીડિયો અહીં જોઇ શકો છો -https://www.youtube.com/watch?v=a9ggjCbv5ck#action=share

English summary
Kangana Ranaut pokes fun at Hrithik Roshan, Shah Rukh Khan & Karan Johar in the new AIB song ‘The Bollywood Diva Song' which refers to cleavage & vagina.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.