કંગનાએ હૃતિક સામે કન્ફેસ કરી હતી દીપિકા સાથેની કોલ્ડવોર!

Written By:
Subscribe to Oneindia News

કંગના રાણાવત-હૃતિક રોશન વચ્ચેની લીગલ ફાઇટ હવે વરવું સ્વરૂપ લઇ ચૂકી છે. કંગનાએ હૃતિકને કરેલ ઇ-મેઇલ્સ તેના વીકલ મહેશ જેઠમલાણીએ સાર્વજનિક કર્યા બાદ આ અંગેની અનેક વાતો સામે આવી રહી છ. એક વાતો તો એ છે કે, ઇ-મેઇલ્સમાં કંગના રાણાવતની તદ્દન અલગ પર્સનાલિટી જોવા મળી રહી છે. વળી, આ ઇ-મેઇલ્સમાં તેણે પોતાની કેટલીક અંગત વાતો, અન્ય હિરોઇન્સ સાથેના તેના પર્સનલ ઇક્વેશન્સ પણ હૃતિકને જણાવ્યા છે. આમાંથી કેટલાક ઇ-મેઇલ્સમાં તેણે દીપિકા સાથેની કોલ્ડ વોર કન્ફેસ કરી છે અને તે હૃતિક સામે શા માટે બોલી નથી શકતી, એ પણ લખ્યું છે. જો કે, કંગનાના આ મેઇલ્સ કેટલા સાચા છે કે ખોટા, એ તો માત્ર પોલીસ જ કહી શકે છે. કંગનાએ હૃતિકને કરેલ મેઇલ્સનો ભાવાનુવાદ વાંચો અહીં...

દીપિકા વિશે કંગનાનો ઇ-મેઇલ

દીપિકા વિશે કંગનાનો ઇ-મેઇલ

"આપણે સૌ એકબીજાથી અલગ છીએ, પરંતુ આપણે એનાથી ડરવાની જરૂર નથી, આપણે માત્ર એકબીજાને સમજવાની જરૂર છે.

મને ખબર છે કે, દીપિકા ફોન નહીં કરે, કારણ કે છેલ્લા 4 દિવસથી આવું જ થઇ રહ્યું છે. પરંતુ તેણે કહ્યું હતું કે તે ફોન કરશે અને તેણે ના કર્યો, આ વાત મારા મનમાં રમ્યા કરે છે અને એને કારણે હું ડિપ્રેસ થઇ જાઉં છું."

"દીપિકાની અર્થહીન વાતો"

"હું જાણું છું કે, આ મારી જ ભૂલ છે કે હું સાધારણ બાબતો પ્રત્યે આટલી ગંભીર થઇ જાઉં છું, પરંતુ આમ છતાં મને ખરાબ લાગે છે કે, દીપિકા અર્થહીન વાતો કરી રહી છે. હું ખરેખર ઇચ્છું છું કે, તેણે જે કીધું છે એ તે કરશે. નહીં તો એના આ વર્તનનું મને હંમેશા ખરાબ લાગશે. આવી પરિસ્થિતિમાં હું ખૂબ ઉશ્કેરાઇ જાઉં છું કે, હવે મારું વર્તન કેવું હોવું જોઇએ?"

શું દીપિકા કંગનાને ઇગ્નોર કરતી હતી?

શું દીપિકા કંગનાને ઇગ્નોર કરતી હતી?

"હવે જો એ ફોન કરે અને પૂછે કે તું ફ્રી છે તો મારે શું કહેવું. જો હું ફ્રી હોઇશ તો એને કહીશ કે હું ફ્રી છું અને એ કહેશે કે આપણે મળીએ. પછી હું વિચારતી રહીશ કે અમે મળવાના છીએ અને તે રિપ્લાય જ નહીં આપે. તે હમણાંની રોજ આવું જ કરી રહી છે. શું તે ખરેખર વ્યસ્ત છે? કે આ કોઇ ટ્રિક છે? મને આ વાત કઇ રીતે ખબર પડશે? જો હું કઠોર ભાષામાં જવાબ આપું તો શું તે હર્ટ થશે? આવી પરિસ્થિતિમાં નોર્મલ વર્તન શું હોઇ શકે?"

"મને લાગે છે જાણે હું રડી પડીશ"

"જો મને ગુસ્સો આવે તે મારે શું કરવું? હું એને મળવા નથી માંગતી, પરંતુ જો હું જવાબ નહીં આપું તો મને લાગશે કે હું રિપ્લાય નથી કરી રહી. હું કેટલું ખોટું ટેન્શન લઇ રહી છું. મને લાગે જાણે હું રડી પડીશ."

કંગનાનો હૃતિકને અન્ય એક મેઇલ

કંગનાનો હૃતિકને અન્ય એક મેઇલ

"તું ક્યાં છે બેબી? મેં આજે મારી મીટિંગ્સ કેન્સલ કરી છે અને આવતી કાલે રંગ્સ અને નેહા નથી આવવાની. આવતી કાલે ગણેશ ચતુર્થી છે અને વિકએન્ડ પર તો તેઓ આમ પણ નહીં આવે. મારા ઘરમાં એક સેપરેટ રૂમ છે, જેનો એક અલગ એન્ટ્રસ પણ છે. આ રૂમને મેં ઓફિસમાં કન્વર્ટ કર્યો છે અને મારો સ્ટાફ ત્યાંથી કામ કરે છે. મેં તને એનો ફોટો મોકલ્યો છે. એ જગ્યા હું નેરેશન્સ અને વર્કશોપ માટે યૂઝ કરું છું."

કંગના હૃતિક સામે વાત નહોતી કરી શકતી

કંગના હૃતિક સામે વાત નહોતી કરી શકતી

"હું મેઇલમાં તારી સાથે ઘણી વાતો કરી શકું છું, પણ તારી સામે શા માટે નથી બોલી શકતી? આપણી પાસે કેટલી તક હતી, પરંતુ મોટેભાગે હું ચૂપચાપ બેસી રહેતી અને પછી એ વાતનો અફસોસ કરતી. એવું નથી કે મને વાત નથી કરવી, પરંતુ મને ખબર નથી કે વાત કઇ રીતે શરૂ કરવી. આપણે જ્યારે દુબઇમાં રાકેશજીના રૂમમાં મળ્યા હતા, ત્યારે પ્રિયંકાએ આખી રાત વાતો કરી હતી અને મારી વાતો ગળા સુધી આવીને રહી ગઇ હતી. એ આપણી સાથે છેલ્લી રાત હોઇ શકતી હતી અને મારી પાસે તને કહેવા માટે કેટલું બધું હતું."

"હું તને મેઇલ કરીશ"

"પરંતુ જ્યારે પણ મારો વારો આવે ત્યારે હું નર્વસ થઇ જાઉં છું અને બધુ ભૂલી જાઉં છું. આવા સમયે હું માત્ર ઉપરથી શાંત દેખાઉં છું, હું હંમેશાથી આવી જ છું. હું જ્યારે તને મળીશ ત્યારે આ મેઇલમાં જોવા મળતી વ્યક્તિ નહીં હોઉં. ત્યારે હું એક શાંત છોકરી બની જઇશ, જે કંઇ કહેવાની આશામાં શબ્દો શોધતી તારી સામે તાકી રહે છે, પરંતુ ક્યારેય કંઇ બોલી નથી શકતી. પરંતુ હું તને મેઇલ કરીશ."

English summary
In these emails, submitted by Hrithik Roshans lawyer, Kangana Ranaut can be seen confessing about her ugly cat fight with Deepika Padukone.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.