કંગના રાણાવતે કહ્યું હૃતિક રોશનને કહો, મારી માફી માંગે?

Written By:
Subscribe to Oneindia News

જ્યાં આપણને તેવું લાગવા લાગ્યું હતું કે હવે કંગના રાણાવત અને હૃતિક રોશન વચ્ચે બધુ જ શાંત થઇ ગયું છે અને તેમનો કોર્ટ કેસ પણ અંદરખાને પણ ચૂપચાપ શાંતિથી સેટલ થઇ ગયો છે ત્યાં જ કંગના રાણાવતે દર વખતની જેમ આ પર એક મોટો ધડાકો કર્યો છે. કંગનાએ ફરી એક વાર આની પર બોલતા હૃતિક રોશનની માફી માંગવા સુધીની વાત કરી લીધી છે. પોતાની આવનારી ફિલ્મ સિમરનના પ્રમોશન માટે કંગના રજન શર્માના લોકપ્રિય શો આપકી અદાલતમાં આવી હતી. જ્યાં તેણે કંગના અને હૃતિક રોશનના આ કેસ પર એક પછી એક મોટા દાવા કર્યા હતા. વધુમાં રજતે પણ આ મામલે એક ટીઝર તેના ટ્વિટર પર મૂક્યું છે. ત્યારે જાણો હવે આ કેસ પર કંગના કેવા કેવા વિવાદાસ્પદ નિવેદનો આપ્યો છે...

તેને પુછો સવાલ

તેને પુછો સવાલ

કંગના રાણાવતને જ્યારે આ શોમાં તેના અને હૃતિક રોશનના મામલે સવાલો કરવામાં આવ્યા ત્યારે અકયાળેલી કંગનાએ કહ્યું "હૃતિક રોશન અહીં બોલાવો અને તેને આ તમામ સવાલો પુછો કારણ કે હું એક નહતી જેણે નોટિસ મોકલી હોય." એટલું જ નહીં કંગનાએ કહ્યું કે આ ઘટના પછી તેણે અનેક રાતો રડી રડીને પસાર કરી છે.

કંગનાનું દુખ

કંગનાનું દુખ

કંગના રાણાવતે કહ્યું કે જ્યારે મીડિયામાં અને જાહેરમાં આ આખુ પ્રકરણ આવ્યું ત્યારે તે ભારે ડિપ્રેશનમાં સરી પડી હતી. અને તેના માટે સમગ્ર વાત ખૂબ જ અપમાનજનક રહી હતી. આ કારણે તે આખી રાત રડતી હતી અને સૂઇ પણ નહતી શકતી. તેને આ કારણે માનસિક અને ભાવનાત્મક તનાવ અનુભવ્યો હતો.

શું છે મામલો?

શું છે મામલો?

2016માં હૃતિક રોશન અને કંગનાએ એક બીજાને કાનૂની નોટિસ મોકલી હતી. કંગનીએ એક ઇન્ટરવ્યૂમાં હૃતિક રોશનને "Silly Ex" કહ્યું હતું. અને તે પછી હૃતિક રોશન અને કંગનાના સંબંધોની વાત ઉડી હતી. જેના પર હૃતિક રોશને સ્પષ્ટતા આપી હતી કે કંગનાને કોઇ તેના નામે ખોટા મેલ લખી રહ્યું છે અને કંગના આ મામલે તેમ માની બેઠી કે તેનો અને હૃતિક રોશનનો કોઇ સંબંધ છે. આ પછી બન્ને એકબીજા પર અનેક આરોપ લગાવ્યા હતા. અને મામલો કોર્ટે પહોંચ્યો હતો.

માફી માંગે હૃતિક રોશન?

માફી માંગે હૃતિક રોશન?

આ મામલે સવાલ પુછતા કંગનાએ કહ્યું હતું કે મારા નામે ઇન્ટરનેટ પર વાયરલ થયેલા આ તમામ મેલ ખોટા છે અને આ માટે હૃતિક રોશન લોકોની સામે મારી માફી માંગવી જોઇએ. જો કે આ રીતનું નવું સ્ટેટમેન્ટ આપી કંગનાએ ફરી આ કોન્ટ્રોવર્સીને આગ આપવાનું કામ કરી લીધું છે. ત્યારે જોવાનું તે રહે છે કે હૃતિક રોશન તેની પર શું પ્રતિક્રિયા આપે છે!

English summary
kangana ranaut demands an apology from hrithik roshan for publishing fake mails and humiliating he

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.