કર્ણાટકની આઈપીએસ ડી રૂપા સામે કંગનાએ બાંયો ચડાવી, આરક્ષણ અને પદ પર નિશાન સાધ્યું

કર્ણાટકની આઈપીએસ ડી રૂપા સામે કંગનાએ બાંયો ચડાવી, આરક્ષણ અને પદ પર નિશાન સાધ્યું

બૉલીવુડ અભિનેત્રી કંગના રણોતની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર પોતાની બેબાક ટિપ્પણીઓને લઈ હંમેશા ચર્ચામાં રહે છે અને ગમે તેની સામે બાંયો ચડાવતી જોવા મળે છે. હાલમાં કંઈક એવું જ જોવા મળ્યું જ્યારે અભિનેત્રીએ કર્ણાટકના પ્રમુખ સચિવ આઈપીએસ ડી રૂપા સાથે તીખી દલીલો થઈ અને તેમનું ટ્વીટ જોતજોતામાં વાયરલ થઈ ગયું. આ મામલો એટલો આગળ વધી ગયો હતો કે કંગના રાણાવતે સોશિયલ મીડિયા પર તેમને સસ્પેન્ડ કરવાની માંગ કરી બેઠી.

મામલો True Indologyને લઈ શરૂ થયો હતો જેમાં આઈપીએસ ડી રૂપાએ લખ્યું કે, આવા લોકો કાલ્પનિક ઉત્પીડન પર પીડિતાની જેમ રડે છે, આવા લોકો કોઈનું નામ નથી લેતા અને હંમેશા ગાળાગાળી કરે છે અને ઉલ્ટી સીધી વાતો કરે છે. તેમણે એમ પણ લખ્યું કે જો લોકો તેમની સામે સાચી અને ફેક્ટ વાળી વાતો કરે છે તો તેમના ફોલોઅર્સ ટ્રોલ કરવા લાગે છે.

કંગનાએ જવાબ આપ્યો

કંગનાએ જવાબ આપ્યો

આ ટ્વીટ બાદ કંગના રાણાવતે લખ્યું કે, આવું તો ત્યારે જોવા મળે છે જ્યારે અયોગ્ય લોકો આરક્ષણના દમ પર આવા પદ પર બેસી જાય છે. તેની સાથે જ કંગના રાણાવતે ડી રૂપાને સસ્પેન્ડ કરવાની માંગ પણ ઉઠાવી.

બબાલ શરૂ થઈ

બબાલ શરૂ થઈ

ઉલ્લેખનીય છે કે આ બબાલ ત્યારે શરૂ થઈ જ્યારે ડી રૂપાએ ફટાકડાને લઈ એક પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, ફટાકડા ફોડવા હિન્દુ પરંપરાનો ભાગ નહોતો કેમ કે ધાર્મિક શાસ્ત્રો અને મહાકાવ્યોમાં તેનો કોઈ ઉલ્લેખ નહોતો.

True Indology

True Indology

જે બાદ બંને વચ્ચે True Indology પેજ પર તેજ બબાલ શરૂ થઈ ગઈ અને બાદમાં ટ્વિટરે આ પેજ True Indologyને હટાવી દીધું.

ટ્રેન્ડ કરાવી રહ્યા છે

ટ્રેન્ડ કરાવી રહ્યા છે

જે બાદ સોશિયલ મીડિયા પર કંગના રાણાવતના ફેંસ #ShameOnYouIPSRoopa ટ્રેન્ડ કરાવી રહ્યા છે અને આની સાથે જ #BringBackTrueIndology ટ્રેન્ડ પણ સામે આવી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X