For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેટલી સંપત્તિની માલિક છે કંગના રનોત? એક ફિલ્મની કેટલી લે છે ફી?

નવી દિલ્લીઃ પદ્મશ્રી અવૉર્ડથી સમ્માનિત બૉલિવુડ અભિનેત્રી પોતાના એ નિવેદન માટે સોશિયલ મીડિયામાં ઘેરાઈ ગઈ છે જેમાં તેણે કહ્યુ કે દેશને 1947માં મળેલી આઝાદી એક ભીખ હતી અને અસલી આઝાદી 2014 બાદ મળી. વાસ્તવમાં, કંગના રનોત એક ન્

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પદ્મશ્રી અવૉર્ડથી સમ્માનિત બૉલિવુડ અભિનેત્રી પોતાના એ નિવેદન માટે સોશિયલ મીડિયામાં ઘેરાઈ ગઈ છે જેમાં તેણે કહ્યુ કે દેશને 1947માં મળેલી આઝાદી એક ભીખ હતી અને અસલી આઝાદી 2014 બાદ મળી. વાસ્તવમાં, કંગના રનોત એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં પહોંચી હતી જ્યાં તેણે આ નિવેદન આપ્યુ હતુ. કંગનાના આ નિવેદન માટે તેના સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આવુ પહેલી વાર નથી જ્યારે કંગના રનોત વિવાદોમાં આવી છે...આ પહેલા પણ તેના અમુક નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટ પર જબરદસ્ત હોબાળો મચી ચૂક્યો છે. એવામાં આવો, જાણીએ કે બૉલિવુડ ક્વીન કંગના રનોત કેટલી સંપત્તિની માલિક છે?

એક ફિલ્મ માટે લે છે આટલી ફી

એક ફિલ્મ માટે લે છે આટલી ફી

કંગના રનોતનુ નામ બૉલિવુડની એ અભિનેત્રીઓમાં શામેલ છે જેમણે કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ વિના પોતાના અભિનયના દમ પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખાસ જગ્યા બનાવી છે. 'સીએ નૉલેજ' વેબસાઈટ પાસેથી મળેલી માહિતી મુજબ કંગના રનોત પાસે લગભગ 97 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને તે એક ફિલ્મ માટે લગભગ 11 કરોડ રૂપિયાની ફી લે છે. કંગનાની આવકનો મુખ્ય સ્ત્રોત ફિલ્મો અને બ્રાંડ પ્રમોશન છે. બ્રાંડ પ્રમોશનની તેની ફી લગભગ દોઢ કરોડ રૂપિયા છે.

મનાલીમાં છે લગભગ 20 કરોડની હવેલી

મનાલીમાં છે લગભગ 20 કરોડની હવેલી

કંગના રનોત હિમાચલ પ્રદેશની રહેવાસી છે અને મનાલીમાં તેની એક હવેલી છે જેની કિંમત લગભગ 20 કરોડ રૂપિયા છે. કંગના પાસે બીએમડબ્લ્યુ 7 સીરિઝ અને મર્સિડીઝ બેંઝ સહિત ઘણી લક્ઝરી ગાડીઓનુ કલેક્શન છે. એક્ટિંગ ઉપરાંત કંગના રનોત ફિલ્મ પ્રોડક્શનની લાઈનમાં પણ આવી ચૂકી છે અને ખૂબ જલ્દી તેા પ્રોડક્શન હાઉસ 'મણિકર્ણિકા ફિલ્મ્સ'ના બેનર હેઠળ ફિલ્મ 'ટિકૂ વેડ્સ શેરુ' આવવાની છે. બૉલિવુડમાં સૌથી વધુ આવકવેરો ભરનારી અભિનેત્રીઓમાં કંગના રનોત પણ શામેલ છે.

કંગનાએ છેવટે 'આઝાદી' વિશે શું કહ્યુ હતુ?

કંગનાએ છેવટે 'આઝાદી' વિશે શું કહ્યુ હતુ?

કંગના રનોતના જે નિવેદન માટે સોશિયલ મીડિયા પર હોબાળો મચેલો છે તે તેણે ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉના એક કાર્યક્રમમાં આપ્યુ હતુ. આ કાર્યક્રમમાં કંગનાએ કહ્યુ, 'ભારતને 1947માં જે આઝાદી મળી, તે આઝાદી નહોતી પરંતુ એક ભીખ હતી. આપણને અસલી આઝાદી 2014માં મળી છે.' કંગનાના આ નિવેદનને લઈને કોગ્રેસ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના સાંસદ વરુણ ગાંધીએ પણ તેના પર નિશાન સાધ્યુ છે. વરુણ ગાંધીએ ટ્વિટ કરીને પૂછ્યુ છે કે આને પાગલપન કહેવાય કે પછી દેશદ્રોહ?

ગૌરવ વલ્લભ બોલ્યા - સરકાર પાછુ લે પદ્મશ્રી સમ્માન

ગૌરવ વલ્લભ બોલ્યા - સરકાર પાછુ લે પદ્મશ્રી સમ્માન

કંગના રનોતના નિવેદન પર કોંગ્રેસના પ્રવકતા ગૌરવ વલ્લભે કહ્યુ કે જ્યારે અયોગ્ય લોકોને પદ્મ સમ્માનથી નવાજવામાં આવે છે ત્યારે આવુ થાય છે. ગૌરવ વલ્લભે કહ્યુ, 'કંગનાના આ નિવેદનથી આપણા દેશની આઝાદીના આંદોલન અને સ્વતંત્રતા સેનાનીઓનુ અપમાન થયુ છે, માટે હું માંગ કરુ છુ કે તે આખા દેશની માફી માંગે. મહાત્મા ગાંધી, સરદાર ભગત સિંહ, સુભાષ ચંદ્ર બોઝ અને સરદાર વલ્લભભાઈ પટેલનુ અપમાન કરનાર આવી મહિલા પાસેથી ભારત સરકારે તરત જ પ્રતિષ્ઠિત પદ્મ સમ્માન પાછુ લેવુ જોઈએ. જો સરકાર આવા લોકોને પદ્મ સમ્માન આપી રહી છે તો આનો સીધો અર્થ છે કે તે પણ આ પ્રકારના વિચારો ધરાવતા લોકોને પ્રોત્સાહન આપી રહ્યા છે.'

વરુણ ગાંધીના નિવેદન પર શું બોલી કંગના

વરુણ ગાંધીના નિવેદન પર શું બોલી કંગના

ભાજપ સાંસદ વરુણ ગાંધીના ટ્વિટ બાદ કંગના રનોતે પણ પલટવાર કરવામાં વિલંબ ન કર્યો. કંગના રનોતે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વરુણ ગાંધીના ટ્વિટ પર જવાબ આપીને લખ્યુ, 'મે સ્પષ્ટ રીતે કહ્યુ હતુ કે 1857નો સ્વતંત્રતા સંગ્રામ આપણા દેશમાં ઉઠેલી પહેલી ક્રાંતિ હતી અને જેને દબાવી દેવામાં આવી...આ ક્રાંતિના કારણે અંગ્રેજોએ આપણા ઉપર ઘણા અત્યાચાર કર્યા અને જુલમ કર્યા અને લગભગ એક સદી બાદ ગાંધીના કટોરામાં ભીખ આપી દેવામાં આવી...જા અને રો હવે.'

કંગનાએ જણાવ્યુ આવતા પાંચ વર્ષનુ પ્લાનિંગ

કંગનાએ જણાવ્યુ આવતા પાંચ વર્ષનુ પ્લાનિંગ

આ કાર્યક્રમ દરમિયાન કંગના રનોતે પોતાની અંગત લાઈફ વિશે પણ એક મોટો ખુલાસો કર્યો. વાસ્તવમાં કંગનાને જ્યારે પૂછવામાં આવ્યુ કે આવતા પાંચ વર્ષોમાં તે ખુદને ક્યાં જોવા માંગ છે તો તેણે કહ્યુ કે આવતા પાંચ વર્ષ દરમિયાન તે લગ્ન કરીને બાળકો પેદા કરવા માંગે છે. કંગના રનોતે ઈશારા-ઈશારામાં કહ્યુ કે તેની લાઈફમાં કોઈ છે અને બહુ જલ્દી બધાને આના વિશે ખબર પડી જશે.

'મે વીર સાવરકરના સેલના દર્શન કર્યા'

'મે વીર સાવરકરના સેલના દર્શન કર્યા'

હાલમાં જ કંગના રનોત અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહના કાળા પાણીની એ જેલમાં પણ પહોંચી હતી જ્યાં સાવરકરને રાખવામાં આવ્યા હતા. કંગના રનોતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર જેલના ફોટા શેર કરીને લખ્યુ, 'આજે અંદમાન દ્વીપ પહોંચીને મે પોર્ટ બ્લેયરની સેલુલર જેલમાં વીર સાવરકરના સેલના દર્શન કર્યા. હું અંદલ સુધી હલી ગઈ. જ્યારે દેશમાં અમાનવીયતા પોતાના ચરમ પર હતી ત્યારે સાવરકરજી તરીકે માનવતા પણ પોતાના ચરમ પર પહોંચી અને મે તેમની આંખોમાં એ માનવતા જોઈ. તેમણે ખૂબ મજબૂતી સાથે દરેક ક્રૂરતાનો આકરો વિરોધ કર્યો.'

English summary
Kangana Ranaut net worth and film fees details
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X