Box Office: કંગનાની ફિલ્મ મણિકર્ણિકાએ 100 કરોડના ક્લબની નજીક
Box Office: કંગનાની ફિલ્મ મણિકર્ણિકાએ 100 કરોડના ક્લબની નજીક
કંગના રાણાવત સ્ટારર ફિલ્મ મણિકર્ણિકા બોક્સ ઑફિસ પર ધીરે-ધીરે 100 કરોડના ક્લબમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. જી હાં, ત્રીજા વિકેન્ડ સુધી ફિલ્મે કમાણી 91.70 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી લીધી છે. ફિલ્મ ત્રીજા વીકેન્ડમાં 7.51 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કોઈ શક નથી કે ચોથા અઠવાડિયા સુધી ફિલ્મ 100 કરોડનો આંકડો પણ પાર કરી લેશે. કંગનાની આ ફિલ્મ હિટ થઈ શકે છે. જણાવી દઈએ કે મણિકર્ણિકા ફિલ્મ 110 કરોડના બજેટમાં બની છે. આ હિસાબે ફિલ્મ બજેટના રકમને પાર કરી લે ત્યારે જ તે હિટની શ્રેણીમાં આવી શકે છે. ટ્રેડ પંડિતોનું માનીએ તો ફિલ્મ 125-130 કરોડ સુધી જઈ શકે છે. જો કે આ અઠવાડિયાની રિલીઝ ગલી બૉય કંગનાની ફિલ્મ મણિકર્ણિકાની ગતિ ધીમી કરશે.

મણિકર્ણિકાએ 100 કરોડના ક્લબની નજીક
મણિકર્ણિકા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત છે. ફિલ્મમાં કંગનાના અભિનયનાં જોરદાર વખાણ થઈ રહ્યાં છે. જો કે ક્રિટિકથી ફિલ્મને કંઈ ખાસ રિસ્પોન્સ મળ્યો નથી. પરંત સામાન્ય લોકો ફિલ્મને પસંદ કરી રહ્યા છે અને આ ફિલ્મ 100 કરોડના ક્લબમાં જલદી જ એન્ટ્રી કરી લેશે.

પ્રોફિટમાં ફિલ્મ
ફિલ્મનું કુલ બજેટ 110 કરોડ રૂપિયા છે અને પહેલેથી જ એમેઝોને આ ફિલ્મના ડિજિટલ રાઈટ 40 કરોડ રૂપિયામાં ખરીદી લીધા છે. આ ઉપરાંત ફિલ્મના ડિસ્ટ્રીબ્યૂશન રાઈટ્સ 65 કોડ અને સેટેલાઈટ રાઈટ્સ 25 કરોડમાં વેચાઈ ચૂક્યા છે.

ફિલ્મ લીક થઈ
રિલીઝની સાથે જ મણિકર્ણિકાને ઓનલાઈન લીક કરી દેવામાં આવી હતી. સ્પષ્ટ છે કે આનાથી ફિલ્મે થોડું નુકસાન ઉઠાવવું પડ્યું.

કંટ્રોવર્સીથી ફાયદો
ફિલ્મ પોતાની રિલીઝ પહેલા જ ભારે વિવાદોમાં રહી હતી. સ્પષ્ટ રીતે તે આજે પણ જોઈ શકાય છે કે ફિલ્મને કન્ટ્રોવર્સીનો ભારે ફાયદો મળ્યો છે.

કંગના રાણાવત
આ ફિલ્મથી કંગના રાણાવતે માત્ર પ્રોડક્શન જ નહિ બલકે ડિરેક્શન ક્ષેત્રમાં પણ પગલું ભર્યું. જી હાં, આ ફિલ્મનું નિર્દેશન ખુદ કંગનાએ કર્યું છે.

કેટલાય લોકોનું નામ હટ્યું
આ ફિલ્મને પહેલા કૃષ ડિરેક્ટ કરી રહ્યા હતા. પરંત હાલ નિર્દેશક તરીકે તેમનું નામ કંગના પછી આવે છે. ઉપરાંત ફિલ્મમાંથી સોનૂ સૂદને પણ કાઢી મૂકવામાં આવ્યો હતો.

ડ્રીમ પ્રોજેક્ટ
મણિકર્ણિકાને કંગના પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ માને છે. કંગનાનું કહેવું છે કે- "મને આશ્ચર્ય થાય છે કે અત્યાર સુધી કોઈ ડિરેક્ટરે ઝાંસીની રાણી પર ફિલ્મ કેમ નહોતી બનાવી."
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
