હૃતિક અને આદિત્ય પંચોલી સાથેના રિલેશન અંગે શું કહ્યું કંગનાએ?

Written By:
Subscribe to Oneindia News

પોતાના બોલ્ડ નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી એક્ટ્રેસ કંગના રાણાવતે ફરી એકવાર પોતાની પર્સનલ લાઇફ અંગે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે હૃતિક રોશન ઉપરાંત આદિત્ય પંચોલી સાથેના પોતાના રિલેશન અંગે પણ વાત કરી છે. હૃતિક અને કંગનાના કથિત અફેર અંગે અનેક વાતો જાહેર થઇ ચૂકી છે, પરંતુ હાલમાં જ એક ચેટ શોમાં કંગનાએ કરેલ ખુલાસાઓ તમને આ ઘટના અંગે ફરી વિચારવા મજબૂર કરી શકે છે. થોડા સમય પહેલા જ એક ઇન્ટરવ્યૂમાં કંગનાએ ક્યું હતું કે, હૃતિક અને તેના પિતાએ મારી માફી માંગવી જોઇએ. હવે એક ચેટ શોમાં તેણે હૃતિક અને પોતાના અફેરની શરૂઆતથી લઇને લડાઇ અને બ્રેકઅપ સુધીની વાતો કહી હતી.

હૃતિકે કહ્યું હતું, તે અમારું રિલેશન ક્યારેય નહીં સ્વીકારે

હૃતિકે કહ્યું હતું, તે અમારું રિલેશન ક્યારેય નહીં સ્વીકારે

"હું આ રિલેશનશિપમાં આવી ત્યારે જ મને હકીકતની જાણ હતી. હૃતિકે મને કહ્યું હતું કે, તે ક્યારેય આ સંબંધ લોકો સમક્ષ નહીં સ્વીકારે અને પરિવારની સ્થિતિને જોતાં તે ક્યારેય પોતાની વાઇફ સુઝાનને નહીં છોડે. આથી મેં ત્યારે જ એને અમારા સંબંધનો અંત આણવા કહ્યું હતું, પરંતુ તે એ માટે તૈયાર નહોતો. આ કારણે જ હું ક્રિશ 3 નહોતી કરવા માંગતી, આમ છતાં તેણે 3 મહિના સુધી મને ક્રિશ 3 સાઇન કરવા માટે દબાણ કર્યું હતું."

હૃતિક-સુઝાનના ડિવોર્સ સમયે...

હૃતિક-સુઝાનના ડિવોર્સ સમયે...

"એણે કદાચ ક્યારેય વિચાર્યું નહોતું કે સુઝાન એને છોડી દેશે. એ સમય દરમિયાન હૃતિક થોડો ડિસ્ટર્બ હતો અને તેણે મને કહ્યું હતું કે, ઓક્ટબર-નવેમ્બરમાં ડિવોર્સ ફાઇનલ થયા બાદ તે અમારું રિલેશન લોકો સામે લાવશે. મને ત્યારે એની વાત પર વિશ્વાસ નહોતો બેઠો અને મેં તેને કહ્યું હતું કે, તે આ ફેઝ પસાર થઇ ગયા બાદ શાંતિથી અમારા સંબંધ અંગે વિચારે."

"એ અમારા બે વચ્ચેની વાત હતી"

કંગનાએ આ ઇન્ટરવ્યુમાં આગળ જણાવ્યું કે, "મારી લખેલી પ્રેમ કવિતાઓને ન્યૂઝ પેપરની હેડલાઇનમાં વાંચવી એ મારા જીવનનો સૌથી ખરાબ અનુભવ હતો. હું ખરેખર એને પ્રેમ કરતી હતી. હું જ્યારે ન્યૂ યોર્કમાં હતી, ત્યારે મેં એને કેટલાક મેઇલ કર્યા હતા, જેમાં એ કવિતાઓ લખી હતી. તમે જ્યારે કોઇને પ્રેમ કરો, ત્યારે આવો પણ એક ફેઝ આવે છે. માત્ર અમારા બે વચ્ચે રહેવી જોઇએ એટલી વ્યક્તિગત એ વાત જાહેર થઇ અને લોકોને એની મજાક ઉડાવતા જોઇને મને ખૂબ દુઃખ થયું હતું."

આદિત્ય પંચોલી

આદિત્ય પંચોલી

આ સિવાય તેણે આદિત્ય પંચોલી સાથેના રિલેશનશિપ અંગે પણ ખુલાસા કર્યા હતા. આ પહેલાં કંગનાએ જણાવ્યું હતું કે, તે ભૂતકાળમાં એક અબ્યૂઝિવ રિલેશનશિપમાં હતી, પરંતુ તેણે ત્યારે આદિત્યનું નામ નહોતું લીધું. હાલમાં જ તેણે આ અંગે ખુલાસો કરતાં કહ્યું હતું કે, એ વ્યક્તિ સૂરજ પંચાલીના પિતા છે. તેણે જણાવ્યું હતું કે, આ મારા જીવનનો ખૂબ કપરો સમય હતો. હું ત્યારે હાઉસ અરેસ્ટમાં હતી. તે મને ફિઝિકલી અબ્યૂઝ કરતો હતો અને હું તેની વાઇફ ઝરીનાની મદદથી ત્યાંથી નીકળી શકી હતી.

English summary
Kangana Ranaut's shocking revelations about her relationships with Hritik Roshan and Aditya Pancholi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.