કંગના રનોત સામે ટ્વિટરની કાર્યવાહી, બે ટ્વિટ કર્યા ડિલીટ

કંગનાના બે ટ્વિટને ટ્વિટરે ડિલીટ કરી દીધા છે. જાણો કારણ.

નવી દિલ્લીઃ ફિલ્મ અભિનેત્રી કંગના રનોત સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. તે લગભગ દરેક મુદ્દે પોતાનુ મંતવ્ય જણાવવા માટે જાણીતી છે. ઘણી વાર સોશિયલ મીડિયા પર તેની નેતાઓ, ફિલ્મી હસ્તીઓ સાથે તીખી નોંકઝોંક પણ થતી રહે છે. વર્તમાન સમયમાં દેશમાં ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન જે રીતે પૉપ સિંગર રિહાના, પૉર્ન સ્ટાર મિયા ખલીફા અને અન્ય લોકોએ ખેડૂત પ્રદર્શનનુ સમર્થન કર્યુ તેના વિશે કંગનાએ તીખી પ્રતિક્રિયા આપી હતી. પરંતુ કંગનાના બે ટ્વિટને ટ્વિટરે ડિલીટ કરી દીધા છે. ટ્વિટરનુ કહેવુ છે કે કંગનાના આ ટ્વિટ કમ્યુનિટી ગાઈડલાઈન્સનુ પાલન નથી કરતા જેના કારણે તેને હટાવવામાં આવી રહ્યા છે.

kangana

તમને જણાવી દઈએ કે ગયા મહિને કંગના રનોતનુ ટ્વિટર અકાઉન્ટ થોડા સમય માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યુ હતુ. ત્યારબાદ એક વાર ફરીથી કંગનાના ટ્વિટ સામે ટ્વિટરે કાર્યવાહી કરીને તેના બે ટ્વિટને ડિલીટ કરી દીધા. કંગનાની સોશિયલ મીડિયા પર એક્ટર-સિંગ દિલજીત દોસાંઝ સાથે ઘણો વિવાદ થાય છે. 3 ફેબ્રુરીએ દિલજીતનુ ગીત રિરી રિલીઝ થયુ હતુ જેને રિહાનાને સમર્પિત કરવામાં આવ્યુ હતુ અને આ ગીતમાં રિહાનાને ઈશ્વરની બેટ ગણવામાં આવી હતી. ખેડૂતોના પ્રદર્શનના સમર્થમાં રિહાનાના ટ્વિટના આગલા દિવસે જ દિલજીતે આ ગીત રિલીઝ કર્ય હતુ.

ત્યારબાદ કંગનાએ આ ગીત માટે દિલજીત પર તીખો હુમલો કર્યો હતો. કંગનાએ દિલજીત પર તીખો હુમલો કરીને કહ્યુ કે આને પણ બે રૂપિયા બનાવવા છે. આ ક્યારથી પ્લાન થઈ રહ્યુ છે, એક મહિનો તો કમસે કમ લાગશે આ વીડિયો તૈયાર કરવામાં, આનુ એલાન કરીને, તેમછતાં આ લિબરુ ઈચ્છે છે કે તે એ વિશ્વાસ કરે કે આ બધુ ઑર્ગેનિક છે. કંગનાના આ ટ્વિટ પર દિલજીતે પલટવાર કરીને લખ્યુ કે પોતાની બે રૂપિયાવાળી નોકરી વિશે મને ના જણાવીશ, અમે તો ગીત અડધા કલાકમાં પણ બનાવી લઈએ છીએ. બે મિનિટ લાગશે તારા પર ગીત બનાવવામાં પરંતુ તારા પર ગીત બનાવવાનુ મન નથી કરતુ. દરેક જગ્યાએ તારે બોલવાનુ હોય છે, જા, બોર ના કર, કામ કર તારુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X