કરણ જોહરની પાર્ટીઃ રણબીરનું ધ્યાન ખેંચવામાં મગન જ્હાનવી કપૂર

Posted By:
Subscribe to Oneindia News

25 મે એટલે બોલિવૂડના સૌથી મોટા ડાયરેક્ટર અને ફિલ્મમેકરમાંના એક કરણ જોહરનો બર્થ ડે. કરણ પોતાની ફિલ્મો ઉપરાંત અનેક વાતોને લઇ ચર્ચામાં રહે છે, જેમાંની એક છે કે તેઓ ખૂબ સોશિયલ છે અને સૌ સાથે મિત્રતા જાળવી રાખે છે. આ કારણે જ તેમની બર્થ ડે પાર્ટીમાં કેટરિના કૈફ, દીપિકા પાદુકોણ, રણબીર કપૂર, શાહરૂખ ખાન-ગૌરી, સારા અલી ખાન, સોનમ કપૂર, વરુણ ધવન, ઐશ્વર્યા રાય બચ્ચન, જ્હાનવી કપૂર વગેરે તમામ સિતારાઓ હાજર રહ્યાં હતા.

જી હા, તમે બરાબર વાંચ્યું. દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ અને રણબીર કપૂર અહીં એક જ છત નીચે હાજર હતા. પરંતુ આ પાર્ટી દરમિયાન રણબીર શ્રીદેવીની મોટી પુત્રી જ્હાનવીએ કંઇક એવું કર્યું કે સૌ કોઇ ચોંકી ઉઠ્યા.

રણબીરનું ધ્યાન ખેંચવામાં મગન જ્હાનવી

રણબીરનું ધ્યાન ખેંચવામાં મગન જ્હાનવી

પાર્ટીમાં રણબીર અનુષ્કા શર્મા અને આદિત્ય રૉય કપૂર સાથે વાતો કરી રહ્યાં હતા. એવામાં જ્હાનવી સતત રણબીરનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરી રહી હતી. લોકોને આ જોઇને ખૂબ નવાઇ લાગી હતી. જ્હાનવી રણબીરમાં વધારે પડતો રસ લઇ રહી હતી અને પોતાના સ્ટેપ બ્રધર અર્જૂન કપૂરથી અંતર રાખીને ચાલી રહી હતી.

સારા અલી ખાન

સારા અલી ખાન

હાલ બોલિવૂડમાં સારા અલી ખાન અને જ્હાનવી કપૂર બંન્નેના બોલિવૂડ ડેબ્યૂની ચર્ચાઓ ચાલી રહી છે. આ પાર્ટીમાં કરણ જોહર સારાને બધા મહેમાનોનો પરિચય કરાવતા નડરે પડ્યા હતા. ખબરો આવી હતી કે, કરણ પોતાની ફિલ્મ સ્ટુડન્ટ ઇયર 2થી સારાને લોન્ચ કરશે, પરંતુ આ ફિલ્મમાં સારાના બિકિની સિન સામે મમ્મી અમૃતાએ વાંધો ઉઠાવતા સારાએ આ ફિલ્મ છોડવી પડી હતી.

આર્યન અને સારા સાથે શાહરૂખ

આર્યન અને સારા સાથે શાહરૂખ

શાહરૂખ ખાનના પુત્ર આર્યન પણ ટૂંક સમયમાં જ બોલિવૂડમાં ડેબ્યૂ કરશે એવું કહેવાઇ રહ્યું છે. શાહરૂખે આર્યન અને સારા સાથેની આ સુંદર સેલ્ફી શેર કરી હતી. આ વર્ષની શરૂઆતમાં ખબરો આવી હતી કે, કરણ જોહર પોતાની ફિલ્મમાં આર્યન અને સારાની જોડીને લોન્ચ કરશે.

શાહરૂખ અને ગૌરી

શાહરૂખ અને ગૌરી

કિંગ ખાનની વાત કરીએ તો એવી પણ ખબરો સાંભળવા મળી હતી કે, આ બંન્ને કરણ જોહરની પાર્ટીમાં પહોંચ્યા તો ખરા, પરંતુ એકબીજાથી અંતર જાળવીને ચાલતા હતા. તેમણે સાથે ફોટો ક્લિક કરાવવાની પણ ના પાડી દીધી હતી.

ઐશ્વર્યા અને સોનમ

ઐશ્વર્યા અને સોનમ

કાન્સ ક્વીન ઐશ્વર્યા રાય બચ્ચન અને સોનમ કપૂર પણ આ પાર્ટીમાં પહોંચ્યા હતા. સોનમ કપૂર સૌથી પહેલા આ પાર્ટીમાંથી નીકળી હતી, જ્યારે એશ છેલ્લે સુધી પાર્ટીમાં રોકાઇ હતી અને તેણે ભરપૂર મજા માણી હતી.

વરુણ ધવન

વરુણ ધવન

વરુણ ધવન આ પાર્ટીમાં પોતાની ગર્લફ્રેન્ડ નતાશા સાથે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વરુણ ધવન પણ કરણ જોહરની ખૂબ ક્લોઝ છે અને તેણે પહેલી વાર કોફી વિથ કરણમાં જ પોતાની ગર્લફ્રેન્ડ અંગે આછડતો ખુલાસો કર્યો હતો.

સંજય દત્ત અને અક્કી

સંજય દત્ત અને અક્કી

કરણ જોહરની પાર્ટીમાં સંજય દત્ત પત્ની માન્યતા સાથે પહોંચ્યા હતા. ક્યારેય કોઇ પાર્ટીમાં ન જનાર અક્ષય કુમાર પણ પત્ની ટ્વીંકલ ખન્ના સાથે અહીં જોવા મળ્યાં હતા. ટ્વીંકલ ખન્ના અને કરણ નાનપણના મિત્રો છે.

આમિર ખાન, કેટરિના કૈફ, રણબીર કપૂર, આદિત્ય રોય કપૂર

આમિર ખાન, કેટરિના કૈફ, રણબીર કપૂર, આદિત્ય રોય કપૂર

શાહરૂખ સિવાય બોલિવૂડના પરફેક્શનિસ્ટ આમિર ખાન પણ આ પાર્ટીમાં પહોંચ્યા હતા. કેટરિના કૈફ પણ અહીં સ્પોટ થઇ હતી. રણબીર કપૂર અને આદિત્ય રોય કપૂરને એક જ કારમાં સ્પોટ કરવામાં આવ્યા હતા.

દીપિકા, દિશા, કૃતિ સેનન

દીપિકા, દિશા, કૃતિ સેનન

કરણ જોહરની પાર્ટીમાં દીપિકા પાદુકોણ કંઇક આ અંદાજમાં પહોંચી હતી. આ સિવા દિશા પટાણી અને કૃતિ સેનન પણ જોવા મળ્યાં હતા. દિશા પટાણી અંગે પણ ખબરો આવી હતી કે, તે કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 માટે એકદમ ફાઇનલ હતી, પરંતુ પછીથી તેને રિપ્લેસ કરવામાં આવી હતી.

English summary
Karan Johar Birthday Bash Inside Gossip Shahrukh khan Gauri Khan Strange Behaviour and Much More.
Please Wait while comments are loading...