હવે હું ક્યારેય પણ કોઈ પાકિસ્તાની કલાકાર સાથે કામ નહીં કરું

Posted By:
Subscribe to Oneindia News

આખરે કરણ જોહરે ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલના બેન પર પોતાની ચુપ્પી તોડી છે. કરણ જોહરે એક વીડિયો પણ સોશ્યિલ મીડિયા પર વાઇરલ કર્યો છે. ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલને 4 રાજ્યોમાં બેન કરવાની વાત કરવામાં આવી રહી હતી. જેમાં મહારાષ્ટ્ર પણ શામિલ છે.

karan johar

કરણ જોહરે આખા મુદ્દા પર પોતાની ચુપ્પી તોડતા કહ્યું કે ઘણા સમયથી આ વાત ચાલી રહી હતી કે કરણ જોહર કેમ ચૂપ છે. કરણ જોહરે કહ્યું કે તેઓ એટલા માટે શાંત હતા કારણકે તેમને આ વાત દુઃખી કરી રહી હતી કે તેમના પર એન્ટી નેશનલનો આરોપ લાગ્યો છે.

karan johar

વીડિયોમાં કરણ જોહર ખુબ જ દુઃખી નજરે પડી રહ્યા હતા અને દુઃખી થાય જ કારણકે વર્ષોની મહેનત પછી એક ફિલ્મ બને છે અને કરણ જોહર ઘણા વર્ષો પછી કોઈ ફિલ્મ લઈને આવી રહ્યા છે.

karan johar

વીડિયોમાં કરણ જોહરે આગળ કહ્યું કે હું આજે બધાને જ જણાવવા માંગુ છું કે મારા માટે દેશ સૌથી પહેલા છે. દેશની સામે બીજું કઈ જ નથી. મેં મારી ફિલ્મોના માધ્યમથી પણ દેશભક્તિ બતાવી છે.

karan johar

કરણ જોહરે જણાવ્યું કે જયારે તેઓ ફિલ્મને શૂટ કરી રહ્યા હતા ત્યારે બંને દેશો વચ્ચે હાલત અલગ હતા. તેમને જણાવ્યું કે ફિલ્મનું શૂટિંગ તેમને વર્ષ 2015ની સપ્ટેમ્બર થી ડિસેમ્બર સુધી કર્યું અને ત્યારે બંને દેશો વચ્ચે હાલત અલગ હતા.

karan johar

કરણ જોહરે જણાવ્યું કે આપણી સરકાર પણ તે સમયે બંને દેશો વચ્ચે સારા સંબંધ વધારવાની કોશિશ કરી રહી હતી અને હું તે બધી જ ચીઝોનો આદર કરું છું.

karan johar

કરણ જોહરે આગળ કહ્યું કે ભવિષ્યમાં તેઓ કોઈ પણ પાકિસ્તાની કલાકાર સાથે કામ નહીં કરે પરંતુ તેની સાથે સાથે હું એક હકીકત પણ જણાવવા માંગુ છું.

karan johar

મારી ફિલ્મની ટીમના 300 હિન્દુસ્તાનીઓ પોતાની એનર્જી, ખૂન અને પરસેવો પાડી દીધો છે. ફિલ્મને બેન કરવાથી તેમની સાથે પણ ન્યાય નહીં થાય.

karan johar

કરણ જોહરે કહ્યું કે તેઓ ભારતીય સેનાનું સન્માન કરે છે સાથે સાથે તેમને પોતાની હાલત સમજાવવાની પણ કોશિશ કરી.

English summary
Director Karan Johar finally reacted on Ae Dil Hai Mushkil ban controversy.
Please Wait while comments are loading...