કેટરીના કૈફ અને વિકી કૌશલના લીધો શરમમાં મૂકાયો કરણ જોહર, ખુલાસો કરીને કહ્યુ - 'એવી ખરાબ હાલત...'
કૉફી વિથ કરણ શોના છેલ્લા એપિસોડમાં કરણ જોહરે ખુલાસો કર્યો હતો કે તેને કેટરીના કૈફ અને વિકી કૌશલના કારણે તેણે શરમમાં...
મુંબઈઃ બૉલિવુડ સેલેબ્સ હંમેશા ફિલ્મમેકર કરણ જોહરના શો કૉફી વિથ કરણમાં તેમના અંગત જીવન વિશે મોટા ખુલાસા કરે છે. તે શોમાં આવીને પોતાના દિલની વાત કરે છે. આ જ કારણ છે કે આ શો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. હવે આ શોના ફિનાલેમાં કરણ જોહર પોતાના દિલની વાત કહેતો જોવા મળશે. શોના છેલ્લા એપિસોડમાં કરણ જોહરે ખુલાસો કર્યો હતો કે તેને કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યુ ન હતુ અને તેના કારણે તેણે શરમ અનુભવી હતી.

કરણ જોહરે કર્યો મોટો ખુલાસો
કરણ જોહરના શો કૉફી વિથ કરણની 7મી સીઝન ખૂબ જ મજેદાર હતી. જેમાં અત્યાર સુધી કરણ તમામ કલાકારોની પોલ ખોલતો જોવા મળ્યો હતો. પરંતુ આ વખતે તે તેના છેલ્લા એપિસોડમાં પોતાના દિલની વાત કરતો જોવા મળશે. ફિલ્મ નિર્માતા આ એપિસોડમાં ઘણી હસ્તીઓ વિશે ખુલાસો કરતા જોવા મળશે. જેમાં તે જણાવશે કે બૉલિવુડના લવ બર્ડ્સ કેટરીના કૈફ અને વિકી કૌશલે તેને લગ્નમાં આમંત્રણ નહોતુ આપ્યુ અને તેના કારણે તેને કેવુ લાગ્યુ.

વિકી કૌશલ અને કેટરીનાના કારણે મૂકાયો શરમમાં
વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન ગયા વર્ષે ડિસેમ્બર 2021માં રાજસ્થાનમાં થયા હતા. જેમાં બૉલિવુડના કેટલાક સ્ટાર્સે જ ભાગ લીધો હતો. પરંતુ આ લગ્નમાં કરણ જોહરને બોલાવવામાં આવ્યો ન હતો કે જેનુ દરેક બૉલિવુડ સેલેબ્સ સાથે સારુ કનેક્શન છે. આવી સ્થિતિમાં ફિલ્મ સર્જકને ખરાબ લાગે તે સ્વાભાવિક છે. કરણ જોહરને ખૂબ જ ખરાબ લાગ્યુ કે બંનેએ તેને લગ્નમાં આમંત્રણ ન આપ્યુ અને તેના કારણે તેને ઘણી શરમ પણ આવી.

કરણે કહ્યુ - આ મારા માટે એમ્બેરેસીંગ હતુ...
'કૉફી વિથ કરણ' શોમાં કરણે કહ્યુ કે, 'જ્યારે કેટરિના અને વિકીએ લગ્ન કર્યા ત્યારે તે મારા માટે એમ્બેરેસીંગ વાત હતી. લોકો મને ફરિયાદ કરી રહ્યા હતા કે તમે લગ્નમાં છો અને હજુ પણ કંઈ કહી નથી રહ્યા વગેરે વગેરે. મને એ જણાવવામાં પણ શરમ આવી કે મને આમંત્રણ પણ આપવામાં આવ્યુ નથી.'

'જ્યારે લગ્ન થઈ ગયા તો લોકોએ મને કહ્યુ...'
કરણ જોહરે વધુમાં કહ્યુ કે, 'જ્યારે લગ્ન થઈ ગયા ત્યારે મને લોકોની સહાનુભૂતિ અને શંકા બંનેનો સામનો કરવો પડ્યો હતો. લોકો પૂછતા હતા કે તમને કેમ ના બોલાવ્યા? તમારા લોકો વચ્ચે બધુ બરાબર છે, નહીં?' કરણ આગળ જણાવે છે કે, 'જ્યારે મને ખબર પડી કે અનુરાગ કશ્યપને પણ બોલાવવામાં આવ્યો નથી ત્યારે મને થોડી શાંતિ મળી.'

છેલ્લા એપિસોડમાં કરશે મોટા ખુલાસા
કરણ જોહર કૉફી વિથ કરણના અંતિમ એપિસોડમાં આ વિશે વિગતવાર જણાવશે. આ એપિસોડ શોનો 13મો એપિસોડ હશે. આ સાથે શો હવે સમાપ્ત થઈ જશે. અનુમાન લગાવી શકાય છે કે આ છેલ્લો એપિસોડ ઘણો રોમાંચક રહેવાનો છે. હવે ભલે વિકી અને કેટરીનાએ લગ્નમાં તેમને આમંત્રણ ન આપ્યુ પરંતુ કરણ જોહરે બંનેને શોમાં આમંત્રણ આપ્યુ. આ દર્શાવે છે કે આ બંને સાથે કરણ જોહરના સંબંધો હજુ પણ સારા છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
