બિપાશા અને કરણ સિંહ ગ્રોવરની બેચલર પાર્ટીની ખાસ તસવીરો

બોલીવૂડનું હોટ કપલ જેની ચર્ચા ચારે બાજુ થઇ રહી છે તેવા કરણ સિંહ ગ્રોવર અને બિપાશા બસુને લગ્નને હવે થોડા જ દિવસની વાર છે. ત્યારે હાલ તો આ બન્ને જણા તેમના મિત્રો દ્વારા આપવામાં આવેલી બેચલર પાર્ટીને એન્જોય કરી રહ્યા છે. નોંધનીય છે કે 30 એપ્રિલે બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવર લગ્ન કરવાના છે. ત્યારે હાલમાં બિપાશાની સહેલીઓ દ્વારા બિપાશાને બ્રાઇડલ સાવર આપવામાં આવ્યો હતો.

તો સામે પક્ષે કરણ સિંહ ગ્રોવરે પણ તેના મિત્રો સાથે બેચલર પાર્ટી એન્જોય કરી હતી. અને બિપાશાના બ્રાઇડલ શાવરના અંતે બિપાશા અને કરણ સિંહ ગ્રોવરે એક રોમાન્ટિક પોઝ પણ આપ્યો હતો. અને આ તમામ યાદગાર પળોની તસવીરો બિપાશાએ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર મૂકી હતી. ત્યારે કેવી રહી હતી આ બન્નેની બેચલર પાર્ટી તે જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

પાર્ટી બિપાશાની રોમાન્સ કરણનો

પાર્ટી બિપાશાની રોમાન્સ કરણનો

બિપાશાની બ્રાઇડલ શાવર પાર્ટીમાં છેલ્લે રંગમાં ભંગ પડાવવા આવી પહોંચ્યો કરણ સિંહ ગ્રોવર અને તેમની આ ખાસ પળો કેમરામાં કંઇક આ રીતે કેદ થઇ ગઇ.

બિપાશાની પાર્ટી

બિપાશાની પાર્ટી

બિપાશાની બહેન અને તેની મિત્રોએ તેના લગ્ન પહેલા તેને એક બ્રાઇડલ શાવર આપ્યો હતો. જેણે બિપાશાના ચહેરા પર લાવી હતી આ સ્માઇલ.

લાલ ગુબ્બારા

લાલ ગુબ્બારા

લાલ ગુબ્બારા અને શેમ્પેઇનની બોટલથી સજાવવામાં આવ્યું હતું બિપાશાનું ઘર અને આપવામાં આવી હતી બ્રાઇડલ પાર્ટી.

મિસ ટુ મિસિસ

મિસ ટુ મિસિસ

તો ટીમ બ્રાઇડલ દ્વારા બિપાશાના મિસથી મિસિસ બનવા પહેલાના આ સમયમાં તેને આપવામાં આવી હતી કેટલીક યાદગાર પળો.

બ્રાઇડ ટુ બી

બ્રાઇડ ટુ બી

તો બ્રાઇડ ટુ બીએ પણ ટેબલ વોક અને ડાન્સ કરીને પોતાની બહેનપણીઓનો કંઇક આ રીતે માન્યો હતો આભાર.

સો ક્યૂટ

સો ક્યૂટ

અને બિપાશા બસુ તેના લગ્નને અને આ પાર્ટીને લઇને કેટલી ખુશ છે તે તો આ ફોટો જ બતાવી દે છે.

સોશ્યલ મીડિયા

સોશ્યલ મીડિયા

બિપાશાએ તેના સોશ્યલ મીડિયા પર આ ફોટા મૂકીને તેના તમામ મિત્રોનો આભાર માન્યો હતો. અને કહ્યું હતું કે આ પાર્ટી તેના જીવનના યાદગાર પળોમાંથી એક છે.

કરણ સિંહ ગ્રોવર

કરણ સિંહ ગ્રોવર

તો બીજી તરફ કરણ સિંહ ગ્રોવરે પણ તેના મિત્રો સાથે બેચલર પાર્ટી આપી હતી. અને મીકીના ટીશર્ટ પહેરી કંઇક આ રીતે પોઝ આપ્યો હતો.

પાર્ટી તો બનતી હૈ

પાર્ટી તો બનતી હૈ

આ પાર્ટીમાં ફેશન જગત અને ટીવી જગતના કરણ સિંહ ગ્રોવરના મિત્રો ફૂલ મસ્તી અને મૂડમાં સાથે જોવા મળ્યા હતા.

કરણ અને બિપાશા

કરણ અને બિપાશા

તો બીજી તરફ કરણે પણ હાલમાં જ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર બિપાશાની સ્માઇલના વખાણ કરતા કહ્યું કે "And when you smile, the whole world stops and stares for a while Cuz, girl you're amazing, just the way you are..." નોંધનીય છે કે આ બન્ને જણા 30 એપ્રિલના રોજ લગ્ન કરવાના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X