સ્વિમ સૂટમાં જોવા મળ્યો આ બોલિવૂડ દિવાનો HOT અંદાજ!

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડ એક્ટ્રેસિસમાં કઇંક અલગ કરવાની વાત આવે તો એમાં સૌથી ઉપર એક જ નામ આવે છે, કરીના કપૂર ખાન. સાઇઝ ઝીરો, બેબી બમ્પ ફ્લોન્ટ કરવાથી માંડીને અનેક નવા ટ્રેન્ડ કરીનાએ બોલિવૂડમાં સેટ કર્યા છે. પોતાના પ્રથમ બેબી તૈમૂરના જન્મ બાદ કરીના ખૂબ જલ્દી કામ પર પરત ફરી હતી અને તે ફરી પાછી શેપમાં પણ આવી ગઇ છે. મેટરનિટી વેરના વિવિધ લૂક્સ બાદ કરીનાના જિમ લૂક્સ ખૂબ વાયરલ થતા હતા. હવે તેની કેટલીક રિસન્ટ હોટ તસવીરો વાયરલ થઇ રહી છે.

બ્લેક સ્વિમ સૂટમાં કરીના

બ્લેક સ્વિમ સૂટમાં કરીના

કરીના કપૂરે હાલમાં જ એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં તે સ્વિમિંગ સૂટમાં અત્યંત ગ્લેમરસ લાગી રહી છે. બોલિવૂડના જાણીતા મેકઅપ આર્ટિસ્ટ કૉન્ટ્રાક્ટરે કરીનાની એક તસવીર શેર કરી છે. ઘણા લાંબા સમય બાદ કરીનાનું આવી તસવીરો સામે આવી છે.

ગ્લેમરસ અંદાજ

ગ્લેમરસ અંદાજ

કરીના કપૂરની આ બોલ્ડ તસવીરો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. ઓરેન્જ બિકિનીમાં પરફેક્ટ બોડી ફ્લોન્ટ કરતી કરીના આ તસવીરમાં ખૂબ હોટ લાગી રહી છે. કરીનાનો આ ગ્લેમરસ અંદાજ જોઇને સૌ કોઇ આશ્ચર્યચકિત છે.

વીરે દી વેડિંગ

વીરે દી વેડિંગ

કરીના કપૂર હાલ તેની આગામી ફિલ્મ ‘વીરે દી વેડિંગ'માં વ્યસ્ત છે. ડિલીવરી બાદ લગભગ તુરંત જ કરીનાએ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું હતું. થોડા સમય પહેલાં જ કપૂર અને ખાન પરિવારે તૈમૂરની પહેલી વર્ષગાંઠ ધામધૂમથી ઉજવી હતી.

આખું વર્ષ છવાયેલી રહી કરીના

આખું વર્ષ છવાયેલી રહી કરીના

વર્ષ 2017માં કરીનાની એક પણ ફિલ્મ રિલીઝ નથી થઇ અને આમ છતાં તે આખું વર્ષ સમાચારોમાં છવાયેલી હતી. મેટરનિટી વેરના તેના ડિફરન્ટ લૂક્સ ખૂબ વાયરલ થયા હતા. એ પછી તૈમૂરની તસવીરો પણ ખૂબ વાયરલ થઇ છે.

શેપમાં આવવા કરીના કરી રહી છે મહેનત

શેપમાં આવવા કરીના કરી રહી છે મહેનત

કરીનાએ મેટરનિટી વેર માટે ફોટોશૂટ પણ કરાવ્યું હતું અને એ પછી અનેક બોલિવૂડ એક્ટ્રેસિસે આ ટ્રેન્ડ ફોલો કર્યો હતો. તૈમૂરના જન્મ બાદ કરીના ખૂબ ઝડપથી શેપમાં આવી રહી છે. થોડા સમય પહેલાં જ સૈફ, કરીના અને તૈમૂરના હોલિડેના ફોટોગ્રાફ્સ પણ ખૂબ વાયરલ થયા હ

સાઇઝ 0 તરફ નહીં વળે

સાઇઝ 0 તરફ નહીં વળે

જો કે, કરીના કપૂર ફરીથી સાઇઝ ઝીરોનો માર્ગ નહીં અપનાવે. કરીના શેપમાં આવવા મહેનત કરી રહી છે અને તે પોતાનું વજન ઓછું કરીને ખૂબ ખુશ છે. તેણે સ્પષ્ટ કર્યું હતું કે, સાઇઝ ઝીરો એ સમયે ઠીક હતું, પરંતુ હવે હું વધુ પરિપક્વ થઇ ગઇ છું. મારું માનવું છે કે, ફિટ રહેવું વધારે જરૂરી છે.

English summary
Kareena kapoor latest stunning pics in Swim Suit.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.