For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેબીસીના સેટ પર ‘ગોરી’, વધુ અભ્યાસ ન કરવાનો અફસોસ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 7 નવેમ્બર : ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની જોડી ઇમકરી એટલે કે ઇમરાન ખાન અને કરીના કપૂર તાજેતરમાં જ અમિતાભ બચ્ચનના ટેલીવિઝન ગેમ શો કૌન બનેગા કરોડપતિના સેટ ઉપર પહોંચ્યાં. પોતાની ફિલ્મના પ્રમોશન માટે પહોંચેલી આ જોડીએ સેટ ઉપર અમિતાભ સાથે ઠુમકા લગાવ્યાં. આ પ્રસંગે કરીનાએ જણાવ્યું કે તેમની પાસે સ્નાતકની ડિગ્રી છે, પણ તેમને અફસોસ છે કે તેઓ વધુ અભ્યાસ ન કરી શક્યાં.

ગોરી તેરે પ્યાર મેં ફિલ્મનું કચ્છ ખાતે ભુજમાં શૂટિંગ થયું છે. દિગ્દર્શક પુનીત મલ્હોત્રા આઈ હેટ લવ સ્ટોરીઝ ફિલ્મમાં ઇમરાન ખાન સાથે કામ કરી ચુક્યાં છે. કરણ જૌહર કૃત ધર્મા પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત ગોરી તેરે પ્યાર મેં ફિલ્મ આગામી 22મી નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે અને હાલમાં ફિલ્મના પ્રમોશન માટે ઇમકરી એડી-ચોટીનો જોર લગાવી રહ્યાં છે. તે જ ક્રમમાં બંને કલાકારો કેબીસી શોના સેટ ઉપર પહોંચ્યાં.

જુઓ તસવીરો અને જાણો કે કરીનાને કેમ અફસોસ છે વધુ અભ્યાસ ન કરી શકવાનો :

શિક્ષણ ખૂબ જરૂરી

શિક્ષણ ખૂબ જરૂરી

કરીનાએ કેબીસીના સેટ ઉપર અમિતાભ સાથે ઠુમકા લગાવ્યાં અને પછી જણાવ્યું - શહેર હોય કે ગામ, ભણવું-ગણવું બહુ જરૂરી છે અને તેની અસર આપમાં દેખાય છે. શિક્ષણ ખૂબ જરૂરી છે. આપણે બાળકોને ભળવા માટે પ્રોત્સાહિત કરવા જોઇએ.

ફિલ્મોના કારણે અભ્યાસ છોડ્યો

ફિલ્મોના કારણે અભ્યાસ છોડ્યો

કરીનાએ વર્ષ 2000માં રિફ્યુજી ફિલ્મ સાથે ફિલ્મી ક્ષેત્રે પ્રવેશ કર્યો, ત્યારે તેઓ 20 વર્ષના હતાં. તે પછી તેઓ ફિલ્મોમાં એટલા વ્યસ્ત થઈ ગયાં કે અભ્યાસ છુટી ગયો. તેઓ કાનૂનના વિદ્યાર્થિની હતાં, પણ અભ્યાસ પૂર્ણ ન કરી શક્યાં.

ફિલ્મો પ્રત્યે વલણ

ફિલ્મો પ્રત્યે વલણ

કરીનાએ જણાવ્યું - મારૂ માનવું છે કે હું આગળ ન ભણી શકી, કારણ કે શરુઆતથી જ મારું વલણ ફિલ્મો તરફ વધુ હતો, પણ ભણવુ-ગણવુ ખૂબ જરૂરી છે.

ઇમરાન સાથે બીજી ફિલ્મ

ઇમરાન સાથે બીજી ફિલ્મ

કરીના કપૂર અને ઇમરાન ખાનની આ બીજી ફિલ્મ છે. અગાઉ આ જોડી એક મૈં ઔર એક તૂ ફિલ્મમાં ચમકી ચુકી છે કે જે ફિલ્મ ફ્લૉપ રહી હતી.

ગામની ગોરીનો રોલ

ગામની ગોરીનો રોલ

કરીના કપૂર પુનઃ ચર્ચામાં છે. ગોરી તેરે પ્યાર મેં ફિલ્મમાં તેઓ એક ગામની ગોરીનો રોલ કરી રહ્યાં છે.

English summary
Actress Kareena Kapoor, a graduate, regrets not studying further.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X