ટેલેંટેડ હીરોઇન છે કરીના - કરણ
મુંબઈ, 17 સપ્ટેમ્બર : ફિલ્મ હીરોઇનના પ્રમોશન માટે ઝલક દિખલા જા જોરદાર મંચ સાબિત થયો. મંચ પર કરીના કપૂર પહોંચતા જ શોમાં તાળીઓનો ગડગડાટ શરૂ થઈ ગયો. તાળીઓનો ગડગડાટ સાંભળી દર્શકો દંગ રહી ગયાં. કરીનાને પોતાની બહેન માનતા ભાઈ કરણે શોમાં તેનું જોરદાર સ્વાગત કર્યું. કરના પણ કરણને ઉત્સાહપૂર્વક મળી અને તેમની બાજુ વાળી સીટ ઉપર બેસી ગઈ.

શો દરમિયાન કરીનાએ ફિલ્મ હીરોઇનના ડાયલૉગ્સ પણ ઉચ્ચાર્યાં અને ફિલ્મના ગીત હલકટ જવાની... ઉપર બે વાર ડાંસ કર્યું. એક વાર તો તેનો સાથ કૉમેડિયન અને પ્રતિસ્પર્ધી ભારતીએ આપ્યો. બીજી વાર કરણ જૌહર, માધુરી દીક્ષિત તેમજ રેમોએ કરીના સાથે આ ગીત ઉપર ઠુમકાં લગાવ્યાં.
શો દરમિયાન કરણ જૌહર રંગમાં હતાં. કરણે કરીના કપૂર અંગે ઘણી વાતો જણાવી. કરણે જણાવ્યુ હતું કે કરીના એવી કલાકાર છે, જેને ફિલ્મમાં માત્ર પોતાના સીન્સ સાથે જ લેવડ-દેવડ હોય છે. બીજા બધા શું કરે છે, એ વાત સાથે તેને કોઈ મતલબ નથી હોતું.
કરણે જણાવ્યું હતું કે ફિલ્મ કભી ખુશી કભી ગમ... શૂટ કરતી વખતે સેડ સીન્સમાં કરીના તો રડી ચુકી હતી, પણ જેવું જ પેક-અપ થયું, તેણે મને પુછી નાંખ્યુ કે એ જણાવો કે મૃત્યુ કોણ પામ્યું છે, જેને માટે મારે રડવું પડ્યું.
કરણની આ વાત સાંભળતા જ બધા લોકો ખડખડાટ હંસી ઉઠ્યા અને કરીનાએ કરણને પ્રેમથી જણાવ્યું કે નોટ ફેર. પરંતુ કરણે જણાવ્યું હતું કે કરીના બહુ ટેલેંટેડ હીરોઇન છે. તેથી હું શુભેચ્છા આપું છું કે તેની આ ફિલ્મ બૉક્સ ઑફિસ ઉપર ઘણાં રેકૉર્ડ તોડે
ફિલ્મ હીરોઇન 21મી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મના દિગ્દર્શક મધુર ભંડારકર છે. ફિલ્મમાં કરીના સાથે અર્જુન રામપાલ પણ છે.












Click it and Unblock the Notifications
